________________
શારદા દર્શન
આમ લોકોમાં શેઠની નમાલા તરીકેની ખ્યાતિ થઈ. નોકર માનતે હતો કે પેલાને હલકે પાડીને શેઠને વહાલે થાઉં. શેઠમાં પાણી ન હતું એમ નહિ. શેઠ નમાલા હોતા પણ ડહાપણ વાપર્યું હતું. સમય આવ્યે પાઘડી ઉછાળનારને સકંજામાં એ લીધે કે શેઠનું નામ લેતે ભૂલી ગયે. ત્યારે શેઠને નમાલા કહેનાર અને હસનારા સમજી ગયા કે શેઠે શા માટે ગમ ખાધી હતી. બધા શેઠની બુદ્ધિના વખાણ કરવા લાગ્યા, પણ પેલા નેકરે તે શેઠને હલકા પડાવ્યા ને ! કારણ કે હાલ હતું પણ બુધ્ધ ન હતી. મૂર્ખ હતે.
આવી રીતે જે માણસો ઘરની વાતે બહાર કરે છે તે મૂર્ખ છે. સાસુ બહાર કેઈને એમ કહે કે મારે દીકરે તે બિચારે સારે છે પણ વહુ બહુ વઢકણી છે. પિતાના દીકરાને સારે બતાવવા વહુની હલકાઈ બતાવે છે પણ લોકમાં એના દીકરાની કેવી છાપ પડશે તે સમજતી નથી. પછી સાંભળનારા એમ કહે કે તારા દીકરામાં પાછું નથી લાગતું એટલે વહુથી દબાઈ ગયે છે. બેલે, આ મૂર્ખતા કે ચતુરાઈ ? આટલા માટે કહેવાય છે કે મૂર્ખ મિત્ર ખૂટે ને ડાહ્યો દુશમન સારે. સાથે સાથે ડાહ્યો દુશ્મન કેવો હોય છે તે ઉપર એક ન્યાય આપું એટલે બંને વાત સમજાઈ જાય.
એક ગામમાં નેમચંદ અને દયાનંદ નામના બે વહેપારીએ રહેતાં હતાં. બંને ભાગીદારીમાં વહેપાર કરતાં હતા. વહેપાર ધમધોકાર ચાલતું હતું પણ એક વાર વહેપારમાં મંદી આવી. જુને માલ ઉપડતો નથી એટલે આવક ઘટવા લાગી. ત્યારે દયાનંદ નેમચંદને કહે છે ભાઈ ! આ ધંધામાં મંદી આવી ગઈ છે તે આપણે હવે આ ધંધે બંધ કરીને ન ધંધે શરૂ કરીએ. ત્યારે નેમચંદ કહે છે ભાઈ! એકદમ ધ બંધ કરી દઈશું તે આ જુને માલ સસ્તા ભાવે વેચી નાખવો પડશે ને એમ કરવામાં આપણને ખેટ આવશે. ત્યારે દયાનંદે કહ્યું-ભાઈ ! એ ચિંતા કરવા કરતાં ભવિષ્યનો વિચાર કરો. આ ભાવ ઉતરતાં જાય છે એટલે ભવિષ્યમાં મોટી ખોટ આવશે. તેના કરતાં અત્યારે ખોટ એાછી જશે, પણ આ વાત નેમચંદના ગળે ઉતરી નહિ. ચાલુ ધંધે છોડીને બીજે બંધ કરવાની એની ઈચ્છા ન હતી. એટલે તેણે દયાનંદને કહી દીધું કે જા, તું ભાગીદારીમાંથી છૂટે થઈ જા. તેથી દયાનંદે ભાગીદારી છોડી દીધી ને પિતાના ભાગની રકમ તેણે લઈ લીધી. થેડી બાકી રહી તેમાં નેમચંદ સાથે કબૂલાત કરી કે મહિને મહિને અમુક હપ્ત રકમ આપી દેવી.
નેમચંદની દુકાન સ્વતંત્ર થઈ પણ હવે વહેપાર ચાલતું નથી. માલના ભાવ ઉંચા આવતા નથી તેમજ માલ વેચાતું નથી. તેથી ન માલ ખરીદી શકાતો નથી. જેથી ઘરાકી ઓછી થઈ ગઈ. જ્યાં ન માલ આવતે હેય ત્યાં ઘરાકી વધુ જામે. .