________________
૧૨૪
શારદા દર્શન વાણીથી કે મારા વર્તનથી કંઈ જીવને દુઃખ તે નથી થયું ને? કેઈની લાગણી દુભાઈ નથી ને? કઈ જીવની મારાથી હિંસા તે નથી થઈને? કદાચ કંઈ થયું હોય તે તેને પશ્ચાતાપ કરીને કર્મોને બાળી નાંખે. આવી ધ્યાનમાં શક્તિ છે. આટલા માટે ભગવાનના સંતે પહેલાં પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન અને ત્રીજા પ્રહરે ગૌચરી જતાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને નિર્દોષ આહાર પાણીની ગવેષણ કરે.
આ રીતે છ અણગારોને છઠ્ઠનું પારણું હતું તે દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરી, બીજા પ્રહરે ધ્યાન કર્યું. ત્યાર બાદ ગૌચરી જવાના સમયે ગૌતમસ્વામીની જેમ ભગવંતની પાસે આવ્યા. ગૌતમસ્વામી કેણ હતાં તે જાણે છે ને ? ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતાં. તે ચાર વેદના પારગામી હતાં. તે માનતાં હતાં કે મારા જે કઈ જ્ઞાની નથી. પણ સાથે જીવનમાં એ હતું કે મારાથી કઈ વિશેષ જ્ઞાની જોઈશે તે હું ચર્ચા વિચારણા કરીશ ને સત્ય સમજાતાં હું તેમને નમી પડીશ. આજે તે મિથ્યાભિમાન જીવને સાચે માર્ગ સૂઝવા દેતું નથી. ગૌતમસ્વામીને ગર્વ હતે પણ સમજણ હતી. કહેવત છે ને કે ડાહ્યો દુશ્મન સારે પણ મૂર્ખ મિત્ર છે. કદાચ કઈ સજજન મિત્ર સાથે કેઈ કારણવશાત દરમનાવટ થઈ જાય છતાં તે સારે છે પણ વાલેશ્રી મુખ ખેટે છે. એક ન્યાય આપીને સમજાવું.
એક શેઠને એક નોકર હતો. એને શેઠ ઉપર ઘણી લાગણી હતી. એટલે શેઠ માટે જાન દઈ દે એટલું કરતો હતો. પણ મૂર્ખ હતા. શેઠ દુકાનેથી ઘેર જાય ત્યારે આ નેકર સાથે જતું હતું. એક દિવસ શેડને દુકાનેથી ઘેર જતાં મોડું થયું એટલે ગલીના રસ્તેથી જતાં હતાં. પેલે નેકર સાથે હતો. રસ્તામાં એક માણસ મો. શેઠ એની પાસે પૈસા માંગતા હતાં. એટલે શેઠે એને ઉસે રાખીને કહ્યું. ભાઈ! પૈસા કયારે આપવા છે? માણસ હલકી જાતિને હતે. ગલીને રસ્તે હતે. આગળ પાછળ કેઈ આવતું ન જોયું એટલે શેઠની પાઘડી ઉછાળીને કહે છે પૈસા શું ને વાત શી! ચાલતા થઈ જાઓ. એમ કહીને ચાલતો થઈ ગયો. પેલે મૂર્ખ નકર મારવા દે કે હું મારા શેઠની પાઘડી ઉછાળનાર કેશુ? પણ શેઠ બહ ડાહ્યા હતા. એટલે વિચાર કર્યો કે આ માણસ સાથે અહીં ઝઘડે કરવામાં સાર નથી તેથી તે ગમ ખાઈ ગયાં ને નેકરને પાછો વાળ્યો.
નેકર લાગણીશીલ હ પણ મૂર્ખ હતા. એના મનમાં એમ કે મારા શેઠની પાઘડી ઉછાળનારને હલકે પાડું પણ તેની અસર કેવી પડશે તેને વિચાર ન કર્યો. બીજા માણસેને કહેવા લાગ્યા કે અમુક માણસે મારા શેઠની પાઘડી ઉછાળી. ત્યારે લેકે હસવા લાગ્યાં કે તારે શેઠ નમાલ કે પાઘડી ઉછાળનારને જાતે કર્યો?