________________
૧૧૨
શારદા દર્શન
પિટાવતા હતા. ભામતી દરરોજ પતિ પાસે સમયસર પાણી અને દૂધને ગ્લાસ મૂકી આવે. દીવામાં તેલ ખૂટે ત્યારે તેલ પૂરી આવતી. તે સિવાય કાંઈ બેલતી નહિ કે પતિના કાર્યમાં વિક્ષેપ પાડતી નહિ. આમ કરતાં ત્રીસ વર્ષ વીતી ગયા પણ વાચસ્પતિએ ભામતી સામે દૃષ્ટિ કરી નથી. ત્રીસ વર્ષે આ મહાગ્રંથની ટીકાનું આરંભેલું કાર્ય સમાપ્ત થયું. એટલે વાચસ્પતિ હાશ-કરીને બેઠાં અને હવે આ ટીકાનું નામ શું આપવું તે શાંતચિત્તે વિચાર કરતાં હતાં. તે વખતે ભામતી દીવામાં તેલ પૂરવા માટે આવી. તેને જોઈને પૂછે છે હે બાઈ ! તું કોણ છે? આ સાંભળી ભામતીને આશ્ચર્ય થયું કે પતિદેવની ગ્રંથ લખવાની કેવી લગની છે ! એ કાર્યમાં હું કે છું તે પણ તેમને ખબર નથી. તેણે કહ્યું હું આપની દાસી છે. ત્યારે પંડિત પૂછે છે શું તને મારા પિતાજીએ રાખી છે કે માતાજીએ? તને માસિક પગાર શું આપે છે?
પત્નીની ઉચ્ચ ભાવના જોતાં પતિનું પીગળેલું હૃદયર-ભામતીએ કહ્યું સ્વામીનાથ! હું પગાર લઈને કામ કરવાવાળી દાસી નથી પણ તન, મન અને ધન આપના ચરણમાં સમર્પણ કરી ચૂકેલી અને મારા પિતાએ મને આપની સાથે પરણાવેલી આપની દાસી છું. કે સુંદર અને શાંતિથી જવાબ આપે ! અત્યારની શ્રી શું જવાબ આપે ? એ તે એમ જ કહી દે કે મારી સાથે હરવા ફરવા આવવાને કે વાતચીત કરવાને જે તમને ટાઈમ ન હતો તે પરણ્યા શા માટે ? (હસાહસ) આ સ્ત્રી આવી ન હતી. પત્નીને જવાબ સાંભળીને તેના મનમાં થયું કે શું હું પર છું? વિચાર કરતાં યાદ આવ્યું કે આજથી ત્રીસ વર્ષો પહેલાં માતા-પિતાના અત્યંત આગ્રહથી મેં લગ્ન કર્યા હતાં. એની આંખમાં આંસુ આવી ગયા. અહો ! જે પત્ની સાથે પરણ્યા પછી એક કલાક પણ બેઠા નથી. એની સાથે વાતચીત પણ કરી નથી, સાજા માંદાની ખબર પણ પૂછી નથી. જેણે મારી સાથે દેહ સુખની ઈચ્છાથી લગ્ન કર્યું છે તેવી આ પત્ની મારી ઈચ્છાને આધીન બની ત્રીસ ત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી મારી સેવા કરી રહી છે. કદી પણ તેણે મારી પાસે કેઈ જાતની માંગણી કરી નથી. તે ધન્ય કોણ? કે એ? એણે મારા કાર્યમાં બધો સહકાર આપે છે. ભામતી! ખરેખર તું ધન્યવાદને પાત્ર છે. તારા જેવી નારી મળવી મુશ્કેલ છે. ત્યારે ભામતી પતિના ચરણમાં પડીને કહે છે નાથ ! એવું ન બોલે. મેં તે મારી ફરજ અદા કરી છે. પતિના કાર્યમાં સહકાર આપે તે પતિવ્રતા આર્યનારીની ફરજ છે. મેં કંઈ વિશેષ નથી કર્યું. ત્યારે વાચસ્પતિ મિત્રે કહ્યું કે તારી સેવા ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તારા સહકારના ત્રણમાંથી મુક્ત થવા માટે હું આ ગ્રંથની ટીકાનું નામ “ભામતી” રાખું છું. આ આર્યદેશની નારીએ કેવી પવિત્ર