________________
૧૨૧
શારદા દર્શન નથી. તું ગાનું રક્ષણ કરવા માટે દ્રૌપદીના મહેલે ગયે એમાં તારી પ્રતિજ્ઞાને ભંગ થતું નથી. તારે વનવાસ જવાનું નથી. કુરૂવંશના દરેક રાજાએ પોતાના પુત્રને રાજગાદી આપીને વનવાસી બને છે. માટે અમે તને આવી ભરયુવાનીમાં વનવાસ જવાની આજ્ઞા નહિ આપીએ. આ રીતે પાંડુરાજા કલ્પાંત કરતાં બોલે છે ત્યાં કુંતાજી આવ્યા.
હાથગ્રહી અજુનેસે બેલે, કરકે વિવિધ વિલાપ,
માતા પિતા કે છોડ વિલખતા કહાં સિધા. અર્જુનને બાથમાં લઈને કહે છે દીકરા! આ ઘરડા મા-બાપના સામું તે જે, અત્યારે તારે અમારી સેવા કરવાને અવસર છે, ત્યારે તું અમને રડતા મૂરતા મૂકીને ક્યાં વનવાસ જવા તૈયાર થયો છું. દીકરા ! તું તે અમારા હૈયાને હાર છું. તને વનવાસ તે શું ગામની બહાર પણ નહિ જવા દઉં. ત્યારે અજુને કહ્યું કે માતાપિતા! મારે જવાનું બીજું કંઈ કારણ નથી. મેં નારદજીની પ્રતિજ્ઞાને ભંગ કર્યો છે તેનું પ્રાયશ્ચિત કરવા માટે મારે જવું જોઈએ. પુત્રને ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તે તમારે મને સામેથી આજ્ઞા આપવી જોઈએ. તેના બદલે તમે મને જતાં રોકે છે? ત્યારે કુંતાજી કહે છે વડીલેની આજ્ઞાનું પાલન કરવું તે પણ મેટું પ્રાયશ્ચિત છે. તું મને રડતી મૂકીને કયાં જઈશ ? તારા વિના મારો એકેક દિવસ વર્ષ જે લાંબે થશે. વળી દીકરા! અહીં તે તું રોજ નવા નવા મિષ્ટાન જમે છે ને ત્યાં વનફળો ખાઈને કેવી રીતે ટકી શકીશ? અહીં તારા માથે તાપ પડે તે છત્ર ધરવામાં આવે છે ને ત્યાં વનને પ્રચંડ તાપ તારું આ કેમળ શરીર કેમ સહન કરી શકશે? માટે તું જવાને વિચાર છેડી દે. આમાં તેં તારા સ્વાર્થ માટે કંઈ કર્યું નથી. ગૌરક્ષા માટે ગયો છું. માટે તેને કેઈ દેષ લાગતું નથી. જે તારા દિલમાં દુઃખ થતું હોય તે પ્રજાજનો પાસે ન્યાય કરાવીએ.
અર્જુન કહે છે હે માતા-પિતા ! તમે રડે નહિ. મારે કઈ પાસે ન્યાય કરાવ નથી. આપની સેવા કરવા માટે મારા ચાર ચાર બાંધે ખડે પગે હાજર રહેશે. મને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જવા દે. આમ વાત કરે છે ત્યા યુધિષ્ઠિર અજુન પાસે આવ્યા. બીજા ભાઈ એ અને દ્રૌપદી બધા અર્જુન પાસે આવ્યા. હવે તેઓ વનવાસ જતાં રોકવા માટે શું શું કહેશે તેના ભાવ અવસરે. (આજે પૂ. જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનનું સુંદર વર્ણન કર્યું હતું. તેમનું બાધભર્યું જીવન સાંભળતા બધાની આંખે આંસુથી ભરાણી હતી.)