________________
૧૧
શારદા દર્શન
વાચસ્પતિ મિશ્ર નામના એક પંડિત થઈ ગયા. આ પંડિતને નવા નવા સંઘે લખવાં, તેના ઉપર ટીકા લખવી તેને ખૂબ શેખ હતો. બાલપણુથી તે આવા લેખનકાર્યમાં રસ ધરાવતાં હતાં. તેમણે શાંકરભાષ્ય ઉપર ભામતી નામની મહાન સંદર ટકા લખી છે. આ પંડિત યુવાન થયે ત્યારે તેના માતા-પિતા કહે છે બેટા! હવે તું લગ્ન કરવાને ચગ્ય થયું છે. માટે અમારે તને પરણાવે છે. ત્યારે વાચસ્પતિ કહે છે કે માતા-પિતા ! મને મારા ગ્રંથ લખવાના કાર્યમાં ખૂબ આનંદ આવે છે. સાથે બ્રહ્મચર્યનું પાલન થાય છે. માટે મારે લગ્ન કરવા નથી. મેં જે આ મહાગ્રંથની ટીકા લખવાનું કાર્ય શરૂ કર્યું છે તે પૂરું કરવા દે. પછી લગ્નની વાત. અત્યારે હું જે લગ્ન કરીશ તે મારું આરંભેલું કાર્ય અધૂરું રહી જશે, પણ માતા પિતાને પુત્રને પરણાવવાના કેડ હતા. પુત્ર ખૂબ વિનયવાન હતો. માતા-પિતાની આજ્ઞાથી સારા ઘરની સુશીલ કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. વાચસ્પતિની પત્નીને નામ ભામતી હતું. પંડિતજી પરણીને આવ્યા કે તરત પિતાની ટીકા લખવાના કાર્યમાં જોડાઈ ગયાં, પણ એમ વિચાર ન કર્યો કે આ મારી પત્ની બિચારી એકલી શું કરશે? ડીવાર તે એની સાથે વાતચીત કરું, પછી લખવાનું કામ કરીશ.
વાનપ્રિયે ! વિચાર કરે, આ યુવાનને ગ્રંથ લખવાને કેટલે ઉત્સાહ હશે ! કેટલી લગની હશે ! ને કેવી ધૂન હશે કે પિતાની પત્નીનું મુખ પણ બરાબર જોયું નથી, આવી લગની ને ઉત્સાહ જે મોક્ષમાં જવા માટે જાગે તે કામ થઈ જાય. લખવાની ધૂનમાં એને સંસારની વાસનાનું સ્મરણ પણ થતું નથી. પતિને ધૂન હતી તેવી પત્નીને ન હતી. એના અંતરમાં તે વાસના ભરેલી હતી. છતાં આર્ય સંસ્કૃતિ પામેલી બાળા હતી. આગળની આર્ય દેશની સ્ત્રીઓ પોતાના પતિની જે ઈચ્છા તે જ મારી ઈચ્છા. પતિની આજ્ઞા તે જ મારા પ્રાણુ, અને એમની અનુકુળતા તે જ મારી અનુકૂળતા સમજતી હતી. આવી રીતે જે અત્યારે સ્ત્રીઓ પતિની આજ્ઞા અને ઈચ્છાને આધીન રહે, સાસુ વહુને આધીન રહે, પુત્ર પિતાને, નેકર શેઠને અને શિષ્ય ગુરૂને આધીન રહે તે સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય સ્થપાય. પણ આજે આવી આધીનતા અને અર્પણતાને તે કેણ જાણે દેશનિકાલ થઈ ગયો છે.
આર્યનારીનું ગૌરવભર્યું જીવન - આ ભામતી વાચસ્પતિ મિશ્રની જેમ વાસનાને જીતી શકી ન હતી. છતાં એક આર્યદેશની નારી તે જરૂર હતી. એટલે તેણે જોઈ લીધું કે મારા પતિને માત્ર શાસ્ત્ર સર્જનને શેખ છે. મારી સાથે વાતચીત કરવાને એમને ટાઈમ નથી. એટલે પતિની અનુકૂળતા પ્રમાણે ચાલવાનું તેણે નકકી કર્યું. તે સમયમાં અત્યારની જેમ ટયુબલાઈટે ન હતી. કેડિયામાં તેલ પૂરીને દીવા