________________
શારદા દર્શન
૧૧૩ હતી. અને તેનો પતિ પણ તેની કદર કરનારો હતે. આવા પવિત્ર નરનારીઓથી આ ભારત દેશનું ગૌરવ હતું. વાચસ્પતિમિથે પિતે રચેલા ગ્રંથની ટીકાનું નામ “ભામતી” રાખ્યું, અને પત્નીના નામને અમર બનાવ્યું.
* બંધુઓ ! જ્યારે ભારતમાં આવા નરરનો અને નારીરત્નો હશે ત્યારે તેની શાન કેવી હશે! કયાં એ સમય ને જ્યાં આજના ભૌતિકવાદની ભેરી વગાડતે સમય ! અને વિલાસી વાતાવરણ! એ જમાનામાં ભોગવિષય ન હતા એમ નહિ, હતાં પણ બધું મર્યાદિત હતું. સતી સીતાજીનું અપહરણ કરનાર રાવણને એ રીતે આપણે ઓળખીએ છીએ. એના અવગુણે જાણીએ છીએ પણ એના જીવનમાં રહેલાં મહાન સત્વશાળી ગુણેને જાણતા નથી. એના જીવનનું એક સત્વ અવશ્ય જાણવા જેવું છે.
લડાઈમાંથી પાછા વળતાં રાવણને થયેલા કેવળીભગવંતના દર્શન એક વખત રાવણ યુદ્ધ કરવા ગયે હતે. ઈન્દ્ર નામના રાજા સાથે મોટું યુધ્ધ કરી તેમાં વિજય મેળવીને રાવણ લંકા તરફ જઈ રહ્યો હતે. ત્યારે માર્ગમાં એને અનંતવીર્ય નામના કેવળી ભગવંતના દર્શન થયા. કેવળી ભગવંત મટી પર્ષદામાં ધર્મદેશના આપતાં હતાં. તે કેવળી ભગવંત પાસે જઈને રાવણે વંદન નમસ્કાર કર્યો ને દેશના સાંભળવા બેઠે. આ રીતે માર્ગમાં ભગવંતના દર્શન થવાથી રાવણને અલૌકિક આનંદ થયે. અહો ! કે ભાગ્યવાન છું કે હું દ્રવ્ય લડાઈમાં વિજય ડંકા વગાડીને આવ્યું છું પણ આ ભગવંત તે કર્મશત્રુને હરાવી મોક્ષ મંઝિલ સર કરવાનો માર્ગ બતાવે છે. ધન્ય છે તેમને ! રાવણની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા ઓછી ન હતી. વીતરાગ શાસન એની રગેરગે વહાલું હતું. ભગવંત પ્રત્યે તેના દિલમાં અનહદ ભક્તિભાવ હતે. અને સંતેને માટે તે પ્રાણ દેનાર હતું. તેણે અનંતવીર્ય પ્રભુની ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી પ્રભુને વંદન કરીને પૂછયું. પ્રભુ ! જ્યાં સુધી મારું શરીર સારું છે ત્યાં સુધી તે મને કંઈ વાંધો આવવાને નથી. હું આપ જેવા ભગવંતેના દર્શન કરીશ, દેશના સાંભળીશ ને બનશે તેટલી ભક્તિ કરીશ, અને સુંદર જીવન જીવી શકીશ. પણ હું આપને એક પ્રશ્ન પૂછું? ત્યારે ભગવત તે સર્વજ્ઞ હતા. ઘટઘટ અને મનમનની વાતને જાણનારાં હતાં. એટલે રાવણ શું પૂછવા ઈચ્છે છે તે જાણતાં હતા. છતાં રાવણની જિજ્ઞાસા જોઈને ભગવંતે કહ્યું-ખુશીથી પૂછે.
છે રાવણને જીવનની છેલ્લી પળ જાણવાની જિજ્ઞાસા " ભગવાનની આજ્ઞા મળતાં રાવણે કહ્યું. ભગવંત! મારે અંતિમ સમય કે આવશે ? કયા કારણે મારું મૃત્યુ થશે ? જે મારું મરણ અનિષ્ટ રીતે થાય તે મારું માનવજીવન અફળ જાય. તેમજ અંતિમ સમયની ચિત્તની શુભાશુભ સ્થિતિ ઉપર પરલકની સદગતિને આધાર છે. એટલે જે મારું મરણ બગડે તે પરક પણ બગડે. માટે