________________
૧૦૮
શારદા દર્શન રવાના થયા. દ્રૌપદીને કે યુધિષ્ઠિરને ખબર નથી કે અર્જુનછ આવીને ગયાં. મહાન પુરૂષની દષ્ટિ કેવી નિર્મળ હોય છે લીધેલી પ્રતિજ્ઞાને તે કદી ભંગ કરતાં નથી પણ ન છૂટકે અનિચ્છાએ જવું પડયું એટલે ગયાં. ત્યાંથી ધનુષ્યબાણ લઈને ગાયની રક્ષા કરવા ખૂબ ઝડપથી અર્જુનજી પહોંચી ગયાં. તેમણે ચોરને પી છે પકડ અને ચોરેને પકડી પાડયા ને કહ્યું કે ઉભા રહે. આ ગાય આપી દે. નહિ આપે તે લડાઈ કરીશ. ચોરે સીધી રીતે ન માન્યાં. એટલે ધનુષ્યબાણ ચઢાવીને તેમણે ચોરને હરાવ્યાં, ચોરે પકડાઈ ગયાં, અને તેમને આવું ફરીને નહિ કરવાનું નક્કી કરીને છેડી મૂક્યા, અને ગાયો ગોવાળને સોંપી દીધી. એટલે ગોવાળીયાઓ ખુશ ખુશ થઈ ગયા ને અર્જુનનો જયજયકાર બોલાવ્યા, અને તેમને ખૂબ ઉપકાર માનવા લાગ્યા. ગોવાળે તે ખુશ થયા પણ અને તે પ્રતિજ્ઞાને ભંગ કર્યો. હવે પ્રતિજ્ઞાન ભંગના પ્રાયશ્ચિત માટે શું કરશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૪ શ્રાવણ સુદ ૨ ને રવીવાર
તા. ૧૭-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતારી, સત્યના પૂજારી અને અનંત ઉપકારી એવા તારક ભગવંતે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે.
" अनेक संशयोच्छेदि परोक्षार्थस्य दर्शकम् ।
ના સ્ટાર રાન્ન, ચર્ચ નારાઘવ સ: ' શાસ્ત્ર અનેક સંશનો નાશ કરનાર છે. છૂપાયેલા ગૂઢ અર્થને બતાવનાર છે. શાઆ જગતમાં રહેલાં એનાં નેત્ર સમાન છે. જેની પાસે શાસ્ત્રરૂપી નેત્ર નથી તે અંધ સમાન છે. અંતગડ સૂત્રમાં તેમનાથ ભગવાન ૧૮૦૦૦ શિષ્ય સહિત દ્વારિકા નગરીમાં પધાર્યા છે. તેમાંથી અત્યારે મુખ્ય છ અણગારોની વાત ચાલે છે. તે છે અણગારે શું કરે છે?
"तत्तेणं छ अणगारा ज चेव दिवस मुण्डे भवित्ता आगाराओ अणगारियं पव्वया तं चेव दिवस अरह अरिहनेमि वन्दति नमसति, वंदित्ता नम सित्ता एवं वयासी।" છ અણગારાએ જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને તિકખુત્તોને પાઠ ભણ વંદન નમસ્કાર કર્યા. મુનિઓ મહાન ઋધિ છેડીને આવ્યા છે છતાં તેમનામાં વિનય કેટલે બધે છે કે ભગવંત પાસે કઈ પણ કાર્ય માટે આ