________________
૧૬
શાદા દર્શન હું કે ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી.”
અત્યારે આત્મકલ્યાણ કરવાનું કે સુંદર દેગ છે! એક તે મનુષ્ય ભવ, વીતરાગનું વિરાટ શાસન અને સદ્ગુરૂઓ વીતરાગ વાણીના વૈરાગ્યભર્યા વેણ સુણાવે છે કે હે દેવાનુપ્રિયા ! તમે જાગે. આ જન્મ-મરણની જેલમાંથી મુક્ત થવાને સુઅવસર છે. અત્યારે સાધના નહિ કરે તે કયારે કરશે ? મહા મહેનતે મળેલા મનુષ્યભવને ગંદા ભેગવિષયમાં વેડફી નંખાય ? માટે સમજીને ત્યાગ કરે. આત્મસાધના કરવા માટે પર્યુષણ પર્વના દિવસો નજીક આવી રહ્યા છે. જેને મા ખમણ તપની ઉગ્ર સાધના આદરવી હોય તેને માટે માસખમણના ઘરને પવિત્ર દિવસ આવે છે. જેને કર્મની ભેખડે તેડવાની લગની લાગી છે તેમણે તપશ્ચર્યાની મંગલ શરૂઆત કરી દીધી છે. જન્મ-મરણના ફેરા અટકાવવા અને કર્મોને ખપાવવા તપશ્ચર્યા કરવા તૈયાર થજે. તપ ના કરી શકતા હે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે, પણ કંઈક તે જરૂર કરે.
છ અણગારોને જન્મ-મરણને ત્રાસ લાગે, ભવને ખટકારો થયો અને સંસારની સંપત્તિ માટીના ઢેફા જેવી તુચ્છ લાગી તે સંયમ લીધે. જે સંસાર છેડે છે તેને ધન, સંપત્તિ તણખલા તુલ્ય લાગે છે. અરે, વૈમાનિક દેવની અધિ પણ તુચ્છ ધૂળની ચપટી જેવી લાગે છે. તમને થાય છે કે હું શા માટે મોહી ગયા છું? સંસારમાં લગ્નનાં મોજશેખના આદિ ઘણાં અવસર મને પ્રાપ્ત થયા પણ ત્યાગી અને સંયમી બનવાનો અપૂર્વ અવસર હજુ મને સાંપડયો નથી. હે ભગવંત! સર્વ સબંધેનું મજબૂત તીક્ષણ બંધન તેડીને હું મહાનપુરૂના પંથે જ્યારે વિચરીશ! બંધુએ ! લોખંડનું મજબૂત બંધન તોડવું સહેલ છે પણ સંસારનાં નેહનું સુંવાળું બંધન તેડવું મુશ્કેલ છે, ભ્રમરો લાકડાના મજબૂત પાટડાને ભેદીને તેમાં મઝાનું ગોળ કાણું પાડી શકે છે પણ કમળની કે મળ પાંખડીને ભેદી શકતું નથી. કારણકે કમળ પ્રત્યે તેને સ્નેહ છે. તે જ રીતે દરેક સંસારી જીવોને માટે રાગ-નેહનું બંધન તેડવું કઠીન છે. છતાં જે આત્મા જાગે તે એક પળમાં તેડી નાંખે છે.
છ અણગાર સંસારના બંધન તેડી ત્યાગના પંથે ચાલી નીકળ્યા છે તેઓ દેખાવમાં એટલા સુંદર લાગતાં હતાં કે સાક્ષાત્ નળકુબેર દેવતા ઈલે. આ અણગારોએ સંયમ લઈને કે તપ કર્યો છે તેના ભાવ અવસરે.
ચરિત્ર - નારદજી અને કૃષ્ણજીના ગયા બાદ પાંડુરાજાની છત્રછાયા નીચે પાંચ પાંડવ, કુંતામાતા અને દ્રોપદી આનંદથી રહેવા લાગ્યા. પાંડ નારદજીએ આપેલી પ્રતિજ્ઞાનુ બરાબર પાલન કરે છે. આ રીતે રહેવાથી એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ થઈ. પાંચે પાંડવેના શરીર અલગ હતાં પણ આત્મા જાણે એક હોય તેવા