________________
૧૨
શારદા દર્શન છે. તમે સંસાર ન છેડી શકે તે ખેર, તમારા સંતાનોને સંસારની અસારતા સમજાવી સંયમ માર્ગે વાળજો. વધુ ભાવ અવસરે.
ચરિત્ર - નારદજીની હિત શિખામણ - નારદજી કહે છે તમારે પાંચ ભાઈઓની પત્ની એક દ્રૌપદી છે. તે માટે મને ચિંતા થઈ છે. તેથી તમને એક અગત્યની વાત કહેવા આવ્યો છું. તે તમે ધ્યાન પૂર્વક સાંnળો.
નારી કાજે કંઈ મઢ બનજા, કલહ મૂલ હૈ નારી
પરમ વૈરકા કારણ જગમેં, શાસ્ત્ર કહે હરબાર હે શ્રોતા હે દીકરાઓ! આ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રી કજીયાનું મૂળ છે. સ્ત્રીમાં મૂઢ બનેલા પુરૂષે શું નથી કરતા? જુઓ, હલ અને વિહલને ચેડા મહારાજાના શરણે જવું પડયું. કણક અને ચેડા રાજા વચ્ચે ખુનખાર લડાઈ થઈ. તેમાં મૂળ કારણ તે ચી છે ને ? કુટુંબને સંહાર કરનાર પણ કયારેક સ્ત્રી હોય છે. તેના ઉપર હું તમને એક કથા કહું છું તે સાંભળો.
ભરતક્ષેત્રના ભૂષણરૂપ રત્નપુર નામનું નગર હતું. તે નગરીમાં શ્રીષેણ નામે પરાકમી અને ન્યાયી રાજા રાજય કરતા હતા. તે રાજાને અભિનંદા અને શિખિનંદા નામની બે રાણી હતી. તેમાં અભિનંદાને ઈર્ષણ અને વિદુષણ નામે બે પુત્રો થયા. તે બે પુત્રો ચંદ્ર અને સૂર્ય સમાન ભતા હતા. માતા પિતાએ તેમને ખૂબ લાડકોડથી ઉછેર્યા અને ભણાવ્યાં. અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાઓ તથા ધનુર્વિદ્યા શીખવાડી. આ બંને કુમાર યુવાન થતાં કેઈમોટા રાજાની કુમારીઓ સાથે બંનેના લગ્ન કર્યા. આ બંને કુમારો સુખ ભોગવવા લાગ્યા.
આ નગરમાં અનંગસેના નામની વેશ્યા રહેતી હતી. તે યુવાન અને ખૂબ રૂપવંતી હતી. તે એક વખત રાજ્યમાં આવી. તેના લટકા ચટકા જેઈ આ ઈન્દુષણ અને વિદુપણ બને કુમારો તેનામાં આસક્ત બન્યા. એક હાથણીમાં આસક્ત બનેલા બે હાથીઓ પરસ્પર લડે છે, તેવી રીતે એક વેશ્યામાં મુગ્ધ બનેલા બંને ભાઈઓ પરસ્પર લડવા લાગ્યા. આ વાત રાજાના જાણવામાં આવી એટલે બંને ભાઈઓને પાસે બોલાવીને ખૂબ સમજાવ્યા કે હે પુત્રો! આ દુનિયામાં વેશ્યાને સંગ કરવા જેવો નથી. તે અધમ છે. તમે બંનેએ વેશ્યાના કારણે લડી મારા ઉજજવળ કુળમાં કલંક લગાડયું છે. વેશ્યા તે સ્વાર્થની સગી છે. તેને સંગ તમારા જેવા કુલીન કુમારને શોભે છે ખરો? આ રીતે ખૂબ સમજાવીને વેશ્યાને ઘેર જવાની મનાઈ કરી પણ કુમારો માન્યા નહિ. રાજા રાણીને ખૂબ આઘાત લાગ્યા. તેથી રાજા અને બંને રાણીઓએ ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કર્યો. અને બંને ભાઈઓ પણ એક સ્ત્રીને ખાતર એક બીજા સાથે લડીને મૃત્યુ પામ્યા. આ રીતે એક સ્ત્રીની ખાતર આખા કુટુંબને નાશ થયે.