________________
શારદા દર્શન
૧૦૩
હે પાંડવા! એ તા એ ભાઈ હતાં ને તમે પાંચ છો. તે તમારા ઘરમાં આવુ ન થાય તે માટે હું તમને ચેતવણી આપવા આવ્યે છું. હવે તમે લેાકા એ નક્કી કરે કે જ્યારે દ્રૌપદી એકના મહેલમાં હોય ત્યારે ખીજાએ ત્યાં જવું નહિ. કદાચ ભૂલથી કાઈ જાય તેા જનારે ખાર વર્ષ સુધી પ્રાયશ્ચિત તરીકે વનવાસ રહેવું. કૃષ્ણજીએ પણ નારદજીની વાતને ટેકે આણ્યે. અને પાંડવાએ નારદજીની આજ્ઞા શિરોમાન્ય કરી તેમની પાસે પ્રતિજ્ઞા કરી કે હું ઋષીશ્વર! આપની વાત યથાર્થ છે. આપે અમને ચેતવણી આપવા માટે અહી' પધારીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમે આપની આજ્ઞા પ્રમાણે કરીશું. આમ કહી પાંડવા નારદજીના ચરણમાં પડ્યા. નારદજી પાંડવાને પ્રતિજ્ઞા કરાવી આશીર્વાદ આપીને વિદાય થયા ને કૃષ્ણજી પણ પાંડવાની રજા લઈને દ્વારકા ગયા. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
܀܀܀ ܀܀܀܀
વ્યાખ્યાન ન–૧૩
શ્રાવણ સુદ ૧ ને શનીવાર
તા. ૧૬-૭-૭૭
અન ́ત કરૂણાના સાગર વીતરાગ પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. વીતરાગ વાણીનાં અમૃત ઘૂંટડા પીવા માટે જ બુસ્વામી ઉત્સુક બન્યા. તેથી વિનયપૂર્ણાંક સુધર્માસ્વામીને પૂછ્યુ` કે હે ભગવ`ત ! અંતગડ સૂત્રના ત્રીજા વના આઠમા અધ્યયનમાં ભગવંતે કયા ભાવા વણવ્યા છે? એમની જિજ્ઞાસા જોઈને સુધર્માસ્વામીએ તેમને આધ્યાત્મિક રસના ઘૂંટડા પાયા.
છ કુમારને નેમનાથ પ્રભુની વાણી સાંભળીને જલ્દી મેાક્ષમાં જવાની જિજ્ઞાસા જાગી એટલે સંસાર ત્યાગીને સંયમી બન્યા. છ એ અણુગારનાં રૂપ એક સરખાં છે. એક જ માતાના ઉદરમાં આળાટેલા છે, અને તેએ ઉંમરમાં પણ સરખાં હોય તેવા દેખાતા હતાં. હવે તેમના દેહના વણુ કેવા હતા તે શાસ્ત્રાકાર ભગવંત મતાવે છે. “ નીલુપ્પન વજ ગુણીય વસી મુમનામ ' તેમના શરીરની કાંતિ નીલકમળ, ભેંસના શીંગડાનેા આંતરિક ભાગ અથવા ગળીના રંગ જેવી અને અળસીનાં ફુલ જેવી હતી. “ સિવિયિ વજ્જા, મુમળુંઉં. મદ્રાજ્યા નજર સમાળા । ’જેમનુ’ વક્ષઃસ્થલ (છાતી) શ્રીવત્સ નામના ચિહ્નથી વિશેષ અંકિત હતું. ફુલના જેવા કમળ અને કુંડળની જેમ ગેાળ ઘુંચળા વળેલાં જેમના વાળ બહુ સુંદર દેખાતાં હતાં. તેમનું સૌ એવું ખીલેલુ હતુ` કે તે સાક્ષાત્ નળકુબેર-ધનવ્રુત્ત દેવ સમાન દેખાતાં હતાં. અળસીનાં પુષ્પો તેજસ્વી હોય છે તેમ આ છ એ અણુગારે તેજસ્વી દેખાતાં હતાં.