________________
શારદા દશ
અહે ! શું આ મુનિને વર્ણ છે! શું એનું રૂપ છે ! શું એની સૌમ્યતા છે શું એની ક્ષમા ને નિર્લોભતા છે ! અને શું એમની ભેગે પ્રત્યેની અસંગતતા છે ! આ મુનિનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ અને સૌંદર્ય જોઈને ખુદ શ્રેણક મહારાજાને ઘણું આશ્ચર્ય થયું. કોઈ વિશિષ્ટ પ્રકારની વસ્તુ કે વાત જે કદી દેખી કે સાંભળી ન હોય તે જેવા કે સાંભળવાથી આશ્ચર્ય થાય છે. પણ સામાન્ય વસ્તુ કે વાત દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થતું નથી. તેમ આ મુનિનું રૂપ જે સામાન્ય હેત તે શ્રેણીક રાજાએ આશ્ચર્ય ન થાત કારણ કે શ્રેણક રાજા પોતે જ ખૂબ સૌંદર્યવાન હતા. એમનું રૂપ એટલું બધું હતું કે એક વખત એમના પિતાએ એમની ખૂબ પરીક્ષા કરીને તેમને રાજ્ય આપવાનું નક્કી કર્યું તે એમના મોટાભાઈએથી સહન ન થયું. છેવટે તેમના પિતા પ્રસેનજિત રાજાએ તેમને પિતાના રાજયમાંથી બહાર વિદાય કરી દીધા. ત્યારે જંગલમાં એક દેવી તેમની પાસે આવીને વૈભવ અને સંસાર સુખનું પ્રલેભન આપવા લાગી પણ શ્રેણીકે તેને સ્વીકાર ન કર્યો. તે પિતાના ચારિત્રમાં દઢ રહ્યા. એમની દઢતા જોઈને દેવી તેમના ઉપર પ્રસન્ન થઈને ચિંતામણી રત્ન આપ્યું.
બંધુઓ ! હવે તમને સમજાય છે ને કે શ્રેણીક મહારાજાનું રૂપ કેવું હતું ? જેનું રૂપ જોઈને દેવીએ પણ આકર્ષાય. તેવા શ્રેણીક રાજા મુનિને જોઈને બેલ્યા કે અહાહા...કેટલી પવિત્રતા છે કે જેમના પ્રભાવથી આ મારો બગીચે મનહર બની ગયું છે. આટલો મનહર કદી આ બગીચા ન હતા. જેમ ચંદ્રના પ્રકાશથી તારાઓને સમૂહ વધુ તેજસ્વી બને છે તેમ આ મુનિના રૂપને પ્રકાશ એ છે કે તેના કિરણેથી આ બગીચે રમ્ય ને મનહર બની ગયેલ છે. આ મુનિના રૂપની તુલના કરવા માટે દેવે અને ઈન્દ્રો પણ સમર્થ નથી. એ મુનિને જોઈને શ્રેણક રાજા મુગ્ધ બની ગયા ને ઘડા ઉપરથી નીચે ઊતરી વંદન નમસ્કાર કર્યા. જુઓ, મુનિએ શ્રેણીક રાજાને લાવ્યા હતાં? કંઈ આદર સત્કાર કર્યો હતો? “ના.” એ તે મુનિના ચારિત્રનું તેજ, સૌમ્યતા બધું જોઈને હેજે આકર્ષાયા. જેમ મુનિનું રૂપ ખૂબ હતું તેમ આ છ અણગારે એક માડીના જાયા અને રૂપ, ગુણ, અને જ્ઞાનમાં સરખા હતા. આ મુનિઓનું રૂપ જોઈને ભલભલા આશ્ચર્ય પામી જતાં હતાં, એક જ માતાના છ છ સંતાને સંસાર છોડી સંયમી બને તે કંઈ જેવી તેવી વાત નથી, એ માતા પણ કેવી સુસંસ્કારીને આદર્શ હશે! આદર્શવાન માતાના સંતાન આદર્શવાન હોય છે. માતાના સુસંસ્કારોથી સંતાનના જીવનનું ઘડતર થાય છે. કંઈક માતાએ એવી મેહઘેલી હેય છે કે આદર્શવાન પુત્રને સંસારના ફંદામાં નાખવા માટે કેવા કેવા પ્રયત્ન કરે છે ને તેનું પરિણામ કેવું ભયંકર આવે છે તે અગાઉના ચાલુ દૃષ્ટાંતથી સ્પષ્ટ થશે.
વિરેન્દ્ર ખૂબ ધમઇ ને ચારિત્રવાન હતું. એની માતાએ એને સંસાર સુખને રસીક બનાવવા માટે ચાર રખડેલ છોકરાઓને સંગ કરાવ્યું. અમૃતના કુંભમાં હાથે