________________
શારદા દર્શન જે બીજે કઈ મૂર્ખ. નથી. તમને ઘણી વખત સંસાર કડવે લાગી જાય છે, અકળાઈ જાવ છે, છતાં મેહ છૂટતો નથી. સાંભળે, તમારી દશા કેવી છે?
અકળાવે આ સંસાર મને પણ માયા એની ના છૂટે......... હાય! ના છૂટે. કડવો લાગે કંસાર છતાં ખાવાની લાલચ ના ખૂટે..............હાય ના ખૂટે. હું જાણું છું કે આ દુનિયા સ્વાર્થી થઈને સગપણ રાખે કાલે જે હું બેહાલ બનું, કેઈ બટકું રોટી ના નાખે. તે યે “મારા” મારા” કહેવાની મમતાને વંતૂ ના તૂટે....હાના તૂટે.
મેહમાં પડેલો માનવી બધું સમજે છે પણ મમતાન તાંતણે તૂટતો નથી. સમજીને મમતા નહિ ઉતારો તે અંતિમ સમયે પણ ઉતારવી તે પડશે જ. આ છ અણગારોને સંસાર કડવે ઝેર જેવો લાગે એટલે બધું છોડીને નીકળી ગયા. એ છે એ અણગારે એક જ માતાના જાયા છે સગા ભાઈઓ છે. એ છ એના ફેઈસ. રૂમ બધું સરખું છે. પુણ્યનો ઉદય હોય તે આવું બની શકે છે. આજે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે એક માતાના બે દીકરા હોય છે તે પણ સરખા નથી હતા એક રૂપાળા રાજકુમાર જે હોય છે તો બીજે મે હોય છે. એક ચતુર તો બીજે ઘેલે, એક મીલ માલિક તો બીજો મીલ મજુર, એક ગાડીને માલિક તે બીજો ગાડીને ડ્રાયવર, એક શેઠ તો બીજો નોકર હોય છે. ત્યારે અહીં તે છ એ ભાઈઓ હોંશિયાર ને સરખા પુર્યવંતા હતા. તેમને પાંચે ઈન્દ્રિય પૂર્ણ ને શરીર નિરોગી હતું અને પૂર્વની અજબ પુન્નાઈ હતી. એટલે ઘરમાં સુખની સીમા ન હતી. છતાં એમણે સંસારના સુખ વિષ જેવા માની છેડી દીધા. કારણ કે તેમણે એક જ વિચાર કર્યો કે આ બધી સામગ્રી પુર્યોદયથી મળી છે. તેને સદુપયોગ કરાય, દુરૂપયેગ ન કરાય, પાંચ ઈન્દ્રિઓ સારી મળી તે શું એને ઉપયોગ વિકારોનું પિષણ કરવામાં થાય? ના ના જેમ કે માણસ મહામુશીબતે ગંગા નદીનું પવિત્ર જળ પ્રાપ્ત કરે અને ખાળકુંડીમાં ઢાળી નાંખે તે એ મૂર્ખ કહેવાય ને? તેમ આવી સાધન સામગ્રી મળી છે તેને ઉપયોગ આત્મ સાધના કરવામાં ના કરે તો તે કેવો કહેવાય? આવું સમજીને આ પવિત્ર આત્માઓએ દીક્ષા લીધી. એ માતાને પણ ધન્ય છે કે પિતાના છ લાડકયાઓને શાસનમાં અર્પણ કરી દીધા. - આ છ એ અણગારોના શરીરની ચામડી પણ મખમલ જેવી મુલાયમ હતી. જેમ ગુલાબના ફુલની પાંખડી ખરી જાય તેને આપણે હાથમાં લેવા જોઈએ તે તે હાથમાંથી સરી જાય એવી મૂલાયમ પાંખડીઓ હોય છે તેમ આ મુનિઓની ચામડી પણ એવી મૂલાયમ હતી. એ આત્માઓ ખૂબ સુખ ને વૈભવ છોડીને આવ્યા હતાં. આવા કેમળ દેહવાળા અણગાર કર્મને તેડવા માટે વજ સમાન બની ગયા હતાં,