________________
શારદા દર્શન ડેલ ટોળી કેટલી હદે પહોંચાડી દેશે ! માતાના કહેવાથી પિલા મિત્રોએ ન કીમી ર. વેશ્યા પાસે જઈને બધી વાત કહી સંભળાવી. એક દિવસ આધ્યાત્મિક ભજને સાંભળવામાં વીરેન્દ્રને તલ્લીન બનેલે જોઈને એક મિત્રે કહ્યું – એક બાઈ મીરાં બાઈ જેવી ધર્મિષ્ઠ છે ને આધ્યાત્મિક સ્તવનો બહુ મધુર કંઠે ગાય છે. જે તારી ઈચ્છા હોય તે આપણે બધાં જઈ એ તારા જે મિત્ર મળે ને ભાગ્ય ખુલી ગયા. અમને પણ તારા સંગમાં રહીને એમ થાય છે કે આ જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન તે મેળવવું જોઈએ. તેનું શ્રવણ-મનન કરવું જોઈએ, બોલ, તારી ઈચ્છા છે ? વીરેન્દ્ર હા પાડી એટલે દિવસ નક્કી કર્યો ને ઉપડ્યા વેશ્યાને ઘેર, વેશ્યાએ સફેદ સાડી પહેરી હતી. હાથમાં માળ, હતી. કેઈ ચગીની જેવી લાગતી હતી. કેઈ પુરૂષના સામું ન જોતી હેય તેમ નીચું જઈને વાતચીત કરવા લાગી ને વિનયપૂર્વક અજાણી થઈને પૂછયું-ભાઈઓ! આજે મારે ઘેર આપનું પધારવાનું કેમ બન્યું? ત્યારે મિત્રોએ કહ્યું–આ અમારો મિત્ર ખૂબ ધમીંછ છે. તેને ખબર પડી કે આ૫ આત્મિક રસથી ભરપૂર ગીતેને પદે સારા ગાવ છો આપને કંઠ પણ મધુર છે એટલે સાંભળવા માટે આવ્યાં છીએ. ત્યારે વેશ્યાએ કહ્યું –ભલે પધાર્યા. પણ મારામાં એવી કંઈ આવડત નથી. એમ કહીને નમ્રતા બતાવી પણ પેલા મિત્રોએ કહ્યું-ના...ના.. આપને ઘણું સુંદર પદો આવડે છે. અમારા આ મિટાને સાંભળવાની ખૂબ ઇચ્છા છે સંભળાવે. એટલે વેશ્યાએ ગીત લલકાર્યું. એક તો મધુર કંઠ, બીજું વેશ સાદ અને પદે પણ ખૂબ આધ્યાત્મિક એટલે વીરેન્દ્રને તે ખૂબ મઝા આવી. પેલા મિત્રો પણ બોલવા લાગ્યાં કે અહો ! કેવા સુંદર પદો છે! આ સંસાર કે અસાર છે, વૈરાગ્ય કેવું છે ને કેટલું સુંદર આત્મસ્વરૂપ સમજાવ્યું છે ? એમ કહી ખૂબ પ્રશંસા કરી.
દેવાનુપ્રિયે ! વીરેન્દ્ર કેટલી સીધી લાઈનનો છોકરો છે પણ આ એક સ્ત્રીના મધુર કંઠે ગવાતાં ગીતના શ્રવણમાં ભાન ભૂલ્યા. અત્યાર સુધી તે એ આત્મિક પદો સાંભળવા માટે આવ્યું છે પણ એને ખબર નથી કે આ બધી માયાના રંગીન ચાદર બિછાવેલી છે. આ બધે દંભ છે. કેઈ દિવસ બહાર ગયો નથી એટલે એને ખબર નથી કે આ કેનું ઘર છે? વળી મારા જેવા ધર્મપ્રેમી યુવકે સ્ત્રીના સંગથી ખાસ દૂર રહેવું જોઈએ. સ્ત્રીને કેકીલ કંઠને રણકાર, એના હાવભાવ, એની સાથે વાતચીત કરવી આ બધું સદાચારી પુરૂષ માટે ત્યાજ્ય છે. આ બધે ઉંડે વિચાર કર્યો નહિ ને મિત્રોના વિશ્વાસે બેટા ભ્રમમાં ભરમાઈ ગયે. એક વખત મિત્રોના આગ્રહથી આધ્યાત્મિક પદ, સાંભળવા માટે આવનાર વિરેન્દ્રને વેશ્યાના મધુર કંઠ પાછળ આકર્ષણ ઉભું થયું. એટલે ફરીને સાંભળવા આવવાની લગની લાગી. તેણે વેશ્યાને કહ્યું અમને તે બહુ આનંદ આવ્યું. અમે કાલે સાંભળવા આવીએ તે સંભળાવશોને? એને તે એટલું જોઈતું હતું. એટલે કહ્યું–ભલે ભાઈ તમારી ઈચ્છા હોય તે જરૂર આવજે, મને પણ સત્સંગને લાભ મળશે, મને આવડશે તેવા પદે સંભળાવીશ.