________________
શારદા દેશમાં ભાઈ ! આ કાયા મફતખાઉ મહેમાન જેવી છે એટલું નહિ પણ આત્માનું નિકંદન કાઢનારી છે. કારણ કે આ કાયા જે મજશેખ અને અમનચમન ઉડાવે છે એ માટેનું પુણ્ય એણે ઉપાર્જન કર્યું ન હતું કે ઉપાર્જન કરવામાં સહાય પણ કરી ન હતી. તેથી તે મફતખાઉ છે. અને બીજ કાયા જેટલા પ્રમાણમાં આત્માનું પુણ્ય અને પૈસા ખાય છે એટલા પ્રમાણમાં કંઈ નવું પુણ્ય ઉપાર્જન કરી આપતી નથી. અને પુણ્ય ઉપાર્જન કરનારી સાધના પણ કરતી નથી, પણ એવા આરંભ સમારંભ ને વિષય વિલાસ કરે છે કે આત્મામાં અઢળક પાપને પુંજ ભરી દે છે. એટલે પરેલમાંક આત્માનું નિકંદન નીકળી જાય છે, પરિણામે આત્માને પરલેકમાં ઘોર ત્રાસને વેદનાઓ ભોગવવી પડે છે. ટૂંકમાં મારો કહેવાને આશય એ છે કે મહેમાન મફતખાઉ હોય પણ આપણું નિકંદન કાઢનારે ન છે. જ્યારે આ કાયા તે મફતખાઉને ઉપરથી આત્માનું નિકંદન કાઢનારી છે, માટે એને રાગ છોડીને તપ ત્યાગમાં જોડી દે.
છ અણગાર નેમનાથ ભગવાનના અંતેવાસી શિષ્ય હતા. તે છ સગા ભાઈ તે હતા એટલું જ નહિ પણ કેવા હતા ? “રિયા, સલિયા, સિત્રય” જેઓ જ્ઞાનમાં સમાન હતા. સૌંદર્ય તથા વયમાં જાણે સમાન હતા. તેમનાથ પ્રભુના શિષ્યમંડળમાં આવા છ અણગારો હતા. એક જ માતાએ જન્મ આપ્યો હતો. તેઓ અપર અપર માતાના ન હતાં. જેમને વર્ણ, શરીરની કાંતિ ઉંચાઈ, નીચાઈ બધું એક સરખું હતું એમના મુખ ઉપર સૌમ્યતા હતી, આવા પવિત્ર અને ચારિત્રસંપન્ન મુનિઓ ભલે કંઈ ન બેલે પણ સામી વ્યક્તિને તેમને જોઈને આકષર્ણ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં અનાથી નિગ્રંથ અને શ્રેણુક રાજાની વાત આવે છે. એક વખત શ્રેણીક મહારાજા મંડિકુક્ષ નામના બગીચામાં ફરવા માટે ગયા. આ બગીચામાં શ્રેણીક રાજા એક બે વાર નહિ પણ ઘણી વાર ગયા હતા. પણ આજે એ બગીચામાં પગ મૂકતાં તેમના અંતરમાં અને આનંદ થયે. મન મયૂર નાચવા લાગે. અંતરને ઉકળાટ શમી ગયે. વિષાદનાં વાદળ વિખરાઈ ગયા. આવું આલ્હાદકરી વાતાવરણ જોઈને શ્રેણીક રાજા વિચારમાં પડી ગયા કે અહે ! આ બગીચામાં તે હું ઘણી વખત આ પણ આવી અદ્દભૂત શીતળતાને કે શાંતિ અને અનુભવ થયે નથી. આજે વાતાવરણ આવું પવિત્ર કેમ લાગે છે ? એમ વિચાર કરતાં શ્રેણક મહારાજા આગળ ચાલ્યા. આગળ જઈને જોયું તે એક વૃક્ષ નીચે એક પંચ મહાવ્રતધારી પવિત્ર સંતને યાનાવસ્થામાં બેઠેલા જોયા. એ સાધુનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું બોલી ઉઠયા કે.
अहो वण्णा अहो रुवं, अहो अज्जस्स सोमया। કહે વન્તી ગો મુત્ત, હો મેરે સંજયા | ઉત્ત અ. ૨૦ ગા. ૬