________________
શારદા દર્શન સમક્ષમાં મોટો મહોત્સવ કરીને કુપદરાજાએ પાંડ સાથે દ્રૌપદીના લગ્ન કર્યા. પિતાની દીકરીને કરિયાવરમાં ઘણું દ્રવ્ય આપ્યું.
કોડ સેનૈિયા નજીક પાંડવકે, દિયપદ ઉસવાર, મણિ મુક્તાદિક વસ્ત્રાભરણુ ભી, ગજ રથને તુખાર હ તા
પદ રાજાએ પાંચ પાંડવોને એક કોડ સેયા રેકડા આપ્યા તેમજ પુત્રી અને જમાઈઓને હરા, માણેક, મોતી, અને સોનાના દાગીના અને ઝરીના કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યા હાથી, ઘોડા, અને રથ આપ્યા. દ્રૌપદીની સંભાળ રાખવા અઢાર દેશની દાસીઓ આપી છત્ર અને ચામર આપ્યા તે સિવાય બીજા ઘણાં દાસદાસીઓ આપ્યા દીકરી અને જમાઈ ખુશ થાય તેથી અધિક દ્રવ્ય આપ્યું અને ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પિતાની લાડીલી પુત્રીને લગ્ન મહોત્સવ ઉજવી પદ રાજાએ પિતાની હોંશ પૂરી કરી લનનું કાર્ય પૂરું થયા પછી આવેલા બધા રાજાઓને દ્રુપદ રાજાએ ગ્ય સત્કાર સન્માન કરીને વિદાય કર્યા.
બધા રાજાઓ વિદાય થવા લાગ્યા એટલે કૃષ્ણ વાસુદેવ પણ તૈયાર થયા કારણે કે પાંડવેને હસ્તિનાપુર જવાનું હતું, ને કૃષ્ણ વાસુદેવને દ્વારકા જવાનું હતું. એટલે તેમણે પાંડુરાજા પાસે જવા માટે રજા માંગી.
આ ફિરી પાંડુ નૃપ બેલે સુને હરી અરદાસ, હસ્તિનાપુર પાવન સબ કીજો, પુર હમારી આશ છે.શ્રોતા
કૃષ્ણ જવાની આજ્ઞા માંગી ત્યારે પાંડુરાજા, ધર્મરાજા, બધા તેમને આડા ફરી વળ્યા ને કહ્યું આપ તે અમારા પૂજનીય છે આપના તરફથી દરેક કાર્યમાં અમને સહાય મળી છે. આપે અમને ક્યારે પણ નિરાશ કર્યા નથી. માટે હે પરદુઃખભંજન! અમે આપને અહીંથી સીધા દ્વારકા નહિ જવા દઈએ. અત્યારે આપ સપરિવાર અમારી સાથે હસ્તિનાપુર પધારો. આપના પધારવાથી હસ્તિનાપુર પાવન થશે. પાંડુરાજાના અત્યંત આગ્રહથી કૃષ્ણ વાસુદેવ અને તેમની સાથે આવેલા ઘણાં રાજાઓ બધા હસ્તિનાપુર જવા તૈયાર થયા.
દ્રોપદીને સાસરે જતાં માતાએ આપેલી શિખામણ - દ્રૌપદી દ્રુપદ રાજા અને ચુલના રાણીની એકની એક વહાલસોયી પુત્રી હતી ને ધૃષ્ટદ્યુમ્ન કુમારની લાડલી બહેન હતી. હવે દ્રૌપદી સાસરે જાય છે ત્યારે માતા પિતાને પગે લાગે છે. તે સમયે દ્રૌપદીની માતા અથભરી આંખે વિદાય આપતી વખતે કેટલી હિત-શિખામણ આપતા કહે છે તે મારી વહાલી દીકરી ! તું અમને માતા પિતાને છોડીને સાસરે જાય છે ત્યાં તારા સાસુ સસરાને માતા પિતા સમાન ગણી તેમની તું સેવા કરજે ને તેમની