________________
૭૭
શારદા દર્શન ગામનાં છે ને તમારા સગાં છે. ખૂબ ધનવાન અને દયાળુ છે માટે તમે ત્યાં જાઓ. તે તમને મદદ કરશે ને તમારું દુઃખ જશે. મારી પાસે બીજો કેઈ ઉપાય હતે નહિ. એટલે હું તે ઘેરથી નીકળ્યો ને મુંબઈ આવ્ય, મને આપના પિતાજીનું નામ આવડતું ન હતું કે આપનું ઠામ ઠેકાણું પણ જાણતું ન હતું. ત્રણ દિવસ ભૂખે ને તરસ્યા મુંબઈમાં ફર્યો. છેવટે ઝવેરી બજારમાં આવ્યું. ત્યાં એક સારો દેખાતા વહેપારીને પૂછતાં તમારું ઠેકાણું આપ્યું. તેમણે પૂછયું કે તમારે એનું શું કામ છે? ત્યારે મેં ભોળાભાવે એમને આવવાનું કારણ કહી દીધું. ત્યારે મને એમણે કહ્યું કે રમણલાલ શેઠે તે દેવાળું કાઢયું છે. એ તમને શું આપશે?
શાંતિલાલની પવિત્ર ભાવના ઉપર શેઠનું હદય ગળગળું બની ગયું”: શેઠજી! આ સાંભળતાં મારા હૈયે ભારે આંચકે લાગ્યું કે હું જેમના શરણે આવ્યું છું તે મારા જ્ઞાતિભાઈ પણ મારા જેવી આપત્તિમાં ઘેરાયા છે? હું તે નાનો માણસ છું છતાં આટલું નુકશાન થયું છે તે એ તો મોટાં વહેપારી છે તેમની દશા કેવી થઈ હશે? હું મદદ લેવાની આશાએ આપની પાસે આવ્યું હતું પણ આવી વાત સાંભળીને મારા મદદ લેવાના મરથે રહી ગયા. પણ મનમાં થયું કે મારું તે જે થવાનું હશે તે થશે. પાપ કર્મ ઉદયમાં આવ્યા છે તે ભગવ્યા વિના છૂટકો નથી. પણ છવડા ! જે તું આટલે આવ્યા છે તે રમણલાલ શેઠ આટલા દુઃખમાં છે ને વળી મારા જ્ઞાતિભાઈ ને સગાં છે તો એમને આશ્વાસનના બે શબ્દો કહેતે જાઉં કે શેઠ! તમને મેટી આપત્તિ આવી છે તે મારી દશા પણ આવી જ છે. એમ છતાં પૂર્વકર્મના ખેલ સમજી હિંમત રાખવી. આમ શેઠને બે શબ્દો કહેતે જાઉં. આવા વિચારથી અહીં આવે. અહીં આવ્યા પછી તે આપને બંગલે, વૈભવ બધું જોતા એવું કંઈ લાગ્યું નહિ, મારા હૈયે ઠંડક વળી કે મેં જે વાત સાંભળી તે તદ્દન બેટી લાગે છે. આ ક્ષેમકુશળ છો એટલે આશ્વાસન શું દેવું? આપને ક્ષેમકુશળ પૂછી ને જાઉં છું. આ બે કારણે હું આવ્યું હતું.
શાંતિલાલની વાત સાંભળીને રમણલાલ શેઠ ગળગળા થઈ ગયા. અહ, કેવો ભદ્રિક ને પવિત્ર માણસ છે! ખુલ્લા દિલે બધી વાત કરી પણ મને ધિક્કાર છે! મેં બધાની દયા કરી પણ મારા ગામમાં મારા જ્ઞાતિભાઈ સગા સબંધી વિગેરેની મેં ખબર ન લીધી ત્યારે એને અહીં સુધી આવવું પડયું ને? ત્રણ દિવસ ભૂખે ને તરસ્ય રખ ને મેં ખાઈપીને મોજ કરી! મારા સ્વધામની ખબર ન લીધી? આ રીતે રમણલાલ શેઠને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો અને આવેલા મહેમાનની સજજનતા ઉપર માન ઉપજે છે કે કેવો સદ્ગુણી છે કે મારે ઘેર આવ્યા છે. સંગે સારા દેખવા છતાં એક પાઈ પણ માંગતા નથી. કેટલે ખાનદાન માણસ છે! શેઠે કહ્યું – ભાઈ ! તમે જે કામે આવ્યા છે તે માટે તે કંઈ માંગણી કરતાં જ નથી. પણ હું તમને એમ નહિ જવા દઉં.