________________
શારદા દર્શન હતી. સત્સંગ શાશ્રવણ અને શાસ્ત્ર વાંચન એના જીવનમાં પ્રાણ જેવા વહાલા હતા. તેને હરવા ફરવા જવું કે નાટક-સિનેમા જેવા આ બધું કંઈ ગમતું ન હતું. બસ, એ તે ઘરમાં બેસીને વાંચન, મનન, સામાયિક, પ્રતિકમણ આદિ ધાર્મિક ક્રિયાઓ કર્યા કરતે હતે. વીરેન્દ્ર વીસ વર્ષને થશે પણ એનામાં સંસારનો વા ન મળે. ત્યારે એની માતા વિચાર કરવા લાગી કે આ છોકરે બહાર કયાંય જતો આવતો નથી. તે એને સંસાર વ્યવહારનું ભાન કયાંથી થશે? હવે વીસ વર્ષને વેચે છે તે પરણાવી દઈએ એટલે ભાન આવશે. શેઠને કહે છે હવે દીકરાને પરણવ છે. શેઠે કહ્યું ભલે, પણ એને પૂછો. એટલે માતા એના પુત્રને પૂછે છે બેટા ! અમુક શેઠની છોકરી બહુ સારી દેખાવડી તારા લાયક છે. તારા માટે એનું માંગુ આવ્યું છે. તે હવે તારા વિવાહ કરવાના છે. ત્યારે દીકરે કહે છે બા! તમારે મને બંધને બાંધ છે? મારે લગ્ન કરવા નથી. સંસારમાં શું સુખ છે? મારે લગ્ન કરવા નથી. મારે તે આજીવન બ્રહ્મચારી રહેવું છે.
બંધુઓ ! જેજે, આ જીવ કે વિષયથી વિરકત છે ને માતા કેવી મોહ ઘેલી છે! માતા કહે છે બેટા! તું જે પરણશે નહિ તે મારે વહુ કયાંથી આવશે? અમારી બહેનેને સાસુ બનવાના કેડ બહુ હોય છે. ઘણી વાર વહુ ન આવી હોય ત્યાં સુધી સાસુ વહુ વહુ કરે ને વહુ આવે એટલે હાઉં...હાઉ. અહીં માતા કહે છે મને સાસુ બનવાના કોડ છે. અરે, સંસારી મેહાંધ ના ઘેલા બોલની સામે તત્ત્વદષ્ટિવાળા છે યોગ્ય જવાબ આપી શકે છે. તેની સામે બચાવ કરવા માટે મોહાંધ જ આડા અવળા જવાબ આપે છે. દીકરો કહે છે માતા ! લગ્ન કરવાની શી જરૂર છે? ત્યારે માતા કહે છે શું મહાન પુરૂષોએ લગ્ન નહોતા કર્યા? ધર્મમાં કંઈ લગ્ન કરવાની ના નથી કહી. જે લગ્ન ન કરાતા હોત તે એ પુરૂષે લડન ન કરત. ત્યારે વીરેન્દ્ર કહ્યું–માતા ! તમે મહાન પુરૂષેએ લગ્ન કર્યા હતા તે વાતને મને દાખલે આપ છો પણ ઘણાં મહાન પુરૂષેએ લગ્ન નથી કર્યા એવાં કેટલાય દાખલા શાસ્ત્રમાં છે ઘણાએ લગ્ન કરીને સંસાર છોડી દીધું છે અને વિજય શેઠ અને વિજ્યા શેઠાણી જેવા પવિત્ર જીવો પરણવા છતાં બ્રહ્મચારી રહ્યા છે. માટે વિવાહ કરે એ કંઈ ધર્મ કૃત્ય નથી બતાવ્યું પણ બ્રાચર્યનું પાલન કરવું એ કર્તવ્ય બતાવ્યું છે. એ માટે પુરુષાર્થ કરવાથી કર્મના બંધને તૂટે છે ને વાસનાઓ ઓછી થાય છે.
પુત્રની આવી સમજણ ને ડહાપણભરી વાત આગળ માતા શું બેલે? કંઈ ન બેલી પણ આંખમાં આંસુ આવી ગયા. ત્યારે પુત્ર કહે છે માતા ! તું શા માટે રડે છે? તારા દિલમાં એમ થાય છે ને કે વહુ નહિ આવે તે રસોઈ કોણ કરશે ? મારા - શા.-૧૧