________________
શારદા દર્શન
૭૯
જવાના છીએ. આ કંઈ ધક્કો નથી પણ મહાન લાભને સદે છે. મારા પાપકર્મને ધકકો મને લાગે છે. માટે તમે બીજે કંઇ વિચાર ન કરશે. આ રકમ તે તમારા પુણ્યની છે, જે તમારે લઈ જવાની છે. ભાઈ ! તું અમારા ધક્કાને વિચાર ન કરીશ. અહીં તે દરિયો છે. નદીઓ તેમાં પાણી ઠાલવી જાય છે ખરી ને ઓટ પણ લાવે છે. મને આમાં કઈ ધક્કો નથી. સાચે ધક્કો મારા પાપકર્મને છે. આ તે સ્વધમી સેવાનું મને જમ્બર પુણ્ય મળે છે. એ પુણ્ય ઉપાર્જન કરવામાં તમે નિમિત્ત બને છે. એટલે તમારે જેટલો ઉપકાર માનું એટલે એ છે. માટે તમે હવે એક શબ્દ બોલશે નહિ. આ પૈસા તમારે ઘેર પહોંચાડવા માટે હું સાથે માણસ મોકલું છું. માર્ગમાં એકથી બે ભલા. એમ કહીને શેઠે શાંતિલાલની સાથે પિતાને વિશ્વાસુ માણસ મેકલ્ય. શાંતિલાલ શરમને માર્યો કંઈ બેલી શકે નહિ. આ કંઈ મેઢ મીઠું લગાડવાનું ન હતું. નક્કર રકમ આપીને વાત કરી છે. શેઠે અંત:કરણ પૂર્વક એવી સહાનુભૂતિ બતાવી કે શાંતિલાલને પચાસ હજાર લીધે જ છૂટકે થે.
બંધુઓ ! જુઓ રમણલાલ શેઠ કેવા રમણીક હતા ! આવા દુઃખમાં પડેલા સ્વધામ બંધુને આવી મદદ મળે તે કેવો આનંદ થાય ! દરેક શ્રીમંતે સ્વધર્મની આવી સેવા કરે તે કઈ સ્વધર્મી ભાઈ દુઃખી ન રહે. શાંતિલાલને તેને ઘેર પહોંચાડી દીધું. તેણે રૂ. ૩૦,૦૦૦નું દેવું ચૂકવી દીધું ને ન ધંધો શરૂ કર્યો. બે પાંચ વર્ષમાં શાંતિલાલ ખૂબ કમાય ને શેઠના રૂ. ૫૦,૦૦૦ વ્યાજ સહિત ચૂકવી દીધા. રમણલાલ શેઠે કેવું ગુપ્ત દાન કર્યું ! આજે તે દાન આપીને માન જોઈએ છે. જો દાન આપે ને છાપામાં જાહેરાત ન આવે, તકતીમાં નામ ન લખાય તે ખેદ થઈ જાય છે. આવા દાનને લાભ તે વાહ વાહમાં હવા થઈને ઉડી જાય છે. પણ ગુપ્તદાનને મહાન લાભ મળે છે. માટે દાન કરીને માનની ભૂખ ન રાખશે તે તેનું ફળ અનેક ગણું વધશે. આત્માને અલૌકિક આનંદ આવશે.
દ્વારકા નગરીમાં ને મનાથ પ્રભુ પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવ સહિત દરેકને આનંદ થયું છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં - ૧૦
અષાડ વદ ૧૨ ને મંગળવાર
તા. ૧૨-૭–૭૭
સુજ્ઞ બંધુઓ : પ્રેરણાના પીયુષનું પાન કરાવી આત્માને અજરામર સ્થાનની પ્રાપ્તિ કરાવવા માટે ભગવંતે અમૂલ્ય વાણી પ્રકાશી, દ્વાદશાંગી સૂત્રમાં અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. એમનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં દ્વારકા નગરીમાં