________________
શારદા દર્શન વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. તેમના એકેક શિષ્ય રત્નની માળા સમાન છે. સંતે જ્ઞાન-ધ્યાન, સ્વાધ્યાય અને તપમાં રક્ત રહેવાવાળા હતાં, તેઓ નિર્વિકલ્પક ધ્યાનમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે સ્વાદાયમાં લીન બનતાં. ભગવતે કહ્યું છે કે સ્વાધ્યાય કેવી છે? “
સ વ વિમેવરવી” સ્વાધ્યાય સર્વ દુઃખને અંત કરનારી છે. કોઈ સંતે તપમાં મગ્ન છે. તપ કોને કહેવાય? આત્માની શુદ્ધિમાં વૃદ્ધિ કરે તેને તપ કહેવાય. તપ કરવાથી પુરાણાં કર્મો ખપે છે. ભગવાનના સંતોએ કર્મરૂપી શત્રુએને હટાવવા માટે તપ-ત્યાગની તલવાર હાથમાં લઈ જબ્બર જંગ ખેલ્યા હતાં. તપથી આત્મા તેજસ્વી બને છે. તપ દ્વારા રેગ નષ્ટ થાય છે, અને ઇન્દ્રિઓ અને મનના વિજેતા બનાય છે. માણસ પેટ ભરીને જન્મ્યા હોય તે તેને રેડિયે સાંભળો. ટી. વી. જેવું, હરવા ફરવા જવું બધું ગમે છે. ઇન્દ્રિઓના તફાન ચાલુ રહે છે. પણ જે તપશ્ચર્યા કરે છે તેને આ બધું તોફાન ગમતું નથી. એને તે જ્યાં શાંતિ હોય ત્યાં ગમે છે. સારું વાંચન કરવાનું મન થાય છે. આત્માની વાતમાં આનંદ આવે છે પણ ઇન્દ્રિઓના વિષયે નથી ગમતા. એટલે તપમાં ઘણાં ગુણ રહેલાં છે. આ મહાન તપ કરીને આપણે કોધ, માન, માયા, અને લેભ ઉપર વિજય મેળવવા જોઈએ. આવી મહાન સાધનામાં જે એકાદ દુર્ગણ પેસી જાય તે બધી સાધના ઉપર પાણી ફરી વળે છે. દૂધના ભરેલા તપેલામાં છાશનું એક જ ટીપું પડે તે દૂધને બગાડી નાંખે છે. માટે સમજીને આ જીવનમાં કંઈક કરો. તપ સંયમ આદિ સાધના કરવી એ મહાન પુર્યોદય હોય ત્યારે થાય છે. આવી ઉત્તમ સાધના કરવાની સગવડ માનવભવ સિવાય કયાંય નહિ મળે. જે સાધન છે અહીં, અરે માનવી, આવા સાધન જે ઉગારે તુજને કયાંય નહિ મળે.”
જ્ઞાની કહે છે હે માનવ ! આ સાધન અને સામગ્રીને તું સદુપયોગ કરી લે. અને પુરૂષાર્થ આત્મ સાધનામાં કરે. પ્રજ્ઞાવંત, જ્ઞાની અને મેક્ષાભિલાષી છે આ વાત બરાબર સમજે છે. એટલે તેમને પુરૂષાર્થ આ તરફ હોય છે. નેમનાથ પ્રભુના સંતે આત્મસાધનામાં લીન રહેતા હતા. બેલે, તમને કાંઈ ભાવ થાય છે કે હું આ સંસારના બંધનથી છૂટું ! યાદ રાખજે કે લોખંડના બંધન સારા છે પણ મહિના બંધન મહા ભયંકર છે. મેહનું બંધન જીવનું કેવું પતન કરાવે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક શ્રીમંત શ્રેષ્ઠીને વીરેન્દ્ર નામને એકને એક લાડીલે પુત્ર હતે. પૂર્વ ભવમાંથી એ જીવ ઉત્તમ સંસ્કારો લઈને આવ્યું હતું ને બીજું સારા ઉત્તમ કુળમાં જ હતા. એટલે બાળપણથી જ એનામાં સારા ધર્મના સંસ્કાર હતા. શ્રીમંતને દિકરે હતે પણ ફેશન કે વ્યસનનું તેના જીવનમાં નામનિશાન ન હતું. ખૂબ સાદાઈ