________________
७८
શારદા દર્શન
આવ્યાં છો તા પંદર દિવસ રહે. આ ઘર ને ધન બધુ તમારું છે. મને પણ આપના જેવા સજ્જનને લાભ મળશે ને આપની સાથે રહેવાને આનંă આવશે.
શેઠે આપેલ રૂ. પચાસ હજાર : શાંતિલાલે કહ્યું – શેઠજી! આપના પ્રેમ, નિરાભિમાનતા, આત્મીયતા આ બધા ગુણેા જોઇને મને પણ આપની સાથે રહેવાને આનંદ આવે છે. પણ ઘરના સંચાગેા સારા નથી એટલે ગયા વિના છૂટકો નથી. રમણલાલ શેઠે એમના મુનિમને ખેલાવીને કહ્યું કે રૂ. પચાસ હજાર તિજોરીમાંથી કાઢી લાવો. તરત જ મુનિમે રૂ. પચાસ હજાર હાજર કર્યાં. આ રૂપિયા રમણલાલ શેઠ શાંતિલાલને આપે છે. શાંતિલાલ કહે મોટાભાઇ ! આટલી મોટી રકમ મારાથી ન લેવાય. મારે તેા રૂ. ત્રીસ હજારનું દેશુ છે ને પચાસ હજાર શું કરું? આ જગ્યાએ તમે હા તે શું કરો ? લઈ લે કે આવું કહે ? (હસાહસ) તમે તેા લઇ લે. આ શાંતિલાલે લેવાની ઘણી ના પાડી. ત્યારે શેઠે કહ્યું – ભાઈ! હું તમને કંઇ વધારે આપતા નથી. જરૂર જેટલું જ આપું છું. જુએ આ રૂપિયા ત્રીસ હજારમાં તમારું દેવું પતાવો ને ખાકીના વીસ હજારમાં દશ હજારમાંથી નવો વહેપાર ધંધા શરૂ કરો ને દશ હજાર ઘર ખર્ચી માટે રાખજો. આ રૂપિયા પારકા છે ને મારે પાછા આપવા પડશે એવું ન માનતા. એમ જ માનજો કે આ મારા પૈસા અહી જ પડેલા હતાં.
શાંતિલાલ તો આ જોઇને આશ્ચર્ય ચક્તિ થઇ ગયા. શું આ શેઠની ઉદારતા છે ? આટલી મેાટી રકમ આમ લઈ લેવાય ! એ તા ધીરવા તરીકે નહિ પણ મારી મુડી હોય તેમ આપે છે, મારાથી લેવાય નહિ. તેણે ન લેવા માટે ઘણી હા....ના કરી પણ શેઠના આગ્રહ આગળ ચાલ્યું નહિ. સ્વીકારે જ છૂટકા થયા. પછી શાંતિલાલે શેઠને પૂછ્યું કે મેં આપના વિષે જે વાત સાંભળી હતી તે તેા તદ્ન ખાટી છે ને ! શાંતિલાલે સરળતાથી પૂછ્યુ ને શેઠે પણ નિખાલસતાથી કહ્યું ભાઈ ! એ વાત તદ્ન ખાટી તો નથી જ. વાત એમ બની હતી કે થોડા સમય પહેલાં મારા વહેપારમાં માટા ધક્કો લાગ્યા હતા. માલમાં મૂડી રોકાઇ ગઇ હતી. પાસે રોકડ નાણાંની ત‘ગી પડી હતી એટલે એક એ લેણીયાતાને હું પૈસા આપી શકા નહિ, આ તે દુનિયાદારી છે. કરામાં સ્હેજ તીરાડ પડે તે તેને સીમેન્ટ પૂરીને મજબૂત કરવાની વાત જ નહિ પણ ઈંટ ખે‘ચી લેવાની જ વાત છે. લેાકેાએ વાત ઉડાડી કે શેઠની પેઢી ભાંગી છે.
આ સાંભળીને શાંતિલાલ તા સજ્જડ થઇ ગયા, ને કહ્યુ શેઠજી ! આપના વહેપારમાં ધક્કો લાગ્યા હાય તે મારાથી આપની પાસેથી એક પાઇ પણ ન લેવાય. તેને બદલે તમે મને બે પાંચ હજાર નહિ ને પચાસ હજાર દઈ દો છો. તે શુ મારે આપને આ ખીજો આટલા માટે ધક્કો લગાડવા ? શેઠે કહ્યુ કે ભાઇ ! આપણે તે આ જગતના મુસાફર જેવા છીએ અહીંથી જશું ત્યારે માલ મિલકત બધું મૂકીને