________________
શારદા દર્શન
- ૭૧ બેસાડી છે. અને પાંચે પુરૂષ એ વેશ્યા સાથે પ્યાર કરે છે ને આનંદ કરે છે, આવું. મહયુક્ત વાતાવરણ જોઈને સુકુમાલિકા સાથ્વીના અંતરમાં બેઠેલે વિષયને અકુરે જાગૃત થયે, અને મનમાં વિચાર કરવા લાગી કે અહો! આ સ્ત્રીએ કેવું પુણ્ય કર્યું છે! કેવી ભાગ્યવાન છે કે પાંચ પાંચ પુરૂષે એની સેવામાં હાજર છે. કે . ૨ કરે છે! એ તિરસ્કાર કરે છે તે પણ પાછા હસીને તેને બેલાવે છે. અને મેં કેવા પાપ કર્યા હશે કે મને કોઈ પુરૂષે ઈચ્છી નહિ! શકે હું લઈને ભીખ માંગનાર ભિખારીએ પણ મને ઈચ્છી નહિ! મને ઉંઘતી મૂકીને ચાલ્યો ગયે, બસ, હવે આ મારા તપ અને સંયમનું જે કોઈ ફળ હોય તે આવતા ભવમાં મને પાંચ પતિ મળજે. આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. આ રીતે નિયાણ કર્યા પછી તે સાવી દેહ શુદ્ધિ નાનાદિ વિગેરે કરવા લાગી. ત્યારે એના વડીલ સાધ્વીજીઓએ તેને કહ્યું. બહેન! આપણુથી સ્નાન કરાય નહિ. આપણે દીક્ષા લીધી ત્યારથી જાવજીવ સુધી સ્નાનનો ત્યાગ કર્યો છે. આ પ્રમાણે હિતશિખામણ આપી ત્યારે એને લાગ્યું કે બધા મને વારંવાર ટકે છે ને મારું અપમાન
બંધુઓ ! વિનયવંત શિવે ગુરૂની હિત શિખામણને અમૃતના ઘૂંટડા માનીને પી જાય છે ને અવિનીતને ગુરૂની હિત શિખામણ વિષ જેવી લાગે છે અને ગુરૂની મીઠી ટકેર ટકટક જેવી લાગે છે. આવા શિષ્યનું કલ્યાણ થવું મુશ્કેલ છે. આ સુકુમાલિકા સાધ્વીને ગુરૂણીની ટકોર ટકટક લાગી એટલે તે પિતાના સમુદાયમાંથી અલગ થઈ ગઈ ને સ્વચ્છંદતા પૂર્વક વિચરવા લાગી. ઘણાં વર્ષો સુધી સ્વછંદપણે વિચરીને ખૂબ તપ કરવા લાગી તેણે અંતિમ સમયે સંથારો કર્યો, પણ આલોચના કરી નહિ.
આયુષ્ય પૂર્ણ કર જે સ્વર્ગમેં, સુરમણિકા હુઈ જાય,
નવપલ્યની સ્થિતિ પાઈ, ઈચ્છિત સુખ પ્રગટાય હે શ્રોતા આઠ મહિના તેને સંથારો ચાલ્યા. આઠ માસને સંથારો પૂર્ણ કરી ત્યાંથી કાળ કરીને બીજા દેવલોકમાં દેવની અપરિગ્રહીતદેવી તરીકે ઉત્પન્ન થઈ ત્યાં નવ પલ્યોપમની સ્થિતિપૂર્ણ કરીને દેવનાં સુખ ભોગવીને પાંચાલ દેશના કાંપિલપુર નગરમાં દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી તરીકે ઉત્પન્ન થઈ. એણે સુકુમાલિકાના ભાવમાં કરેલા નિયાણાના બળે એક અર્જુનને વરમાળા પહેરાવી પણ પાંચે પાંડના ગળામાં પડી ગઈ. આ પ્રમાણે વાત કરી જંઘારણ મુનિ આકાશમાં ઉડી ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
સ્વ. પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબનું જ્ઞાન, દર્શન ચારિત્રથી મઘમઘતું જીવન પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર શૈલીમાં વર્ણવ્યું હતું,