________________
શારદા દર્શન લાભ આપે છે. મોટી તકલીફ તે આપે લીધી છે. આપના પુનિત પગલાં મારે ત્યાં કયાંથી હોય? આજે અમારા જ્ઞાતિભાઈ અને સગા સાધર્મિક ભાઈને પધારવાથી અમારું આંગણું પાવન થયું. માટે આપ હમણું જવાની વાત કરશે નહિ. શાંતિથી થાક ઉતારે, આમ કહી રમણલાલ શેઠે પિતાના પુત્રને બોલાવીને કહ્યું. આપણે સગા અને આપણાં ગામના જ્ઞાતિભાઈ છે. બહુ દૂરથી કષ્ટ વેઠીને આવ્યા છે. ખૂબ થાકેલા છે એટલે માલિસ કરનારને બેલાવીને પહેલાં માલિશ કરો. પછી ભાઈને સ્નાન કરાવજો ને સારા મૂલાયમ મારા કપડા પહેરવા આપજે. સારું ભેજન બનાવડાવજે. પછી અમે જમવા સાથે બેસીશું. આ પ્રમાણે શેઠે પુત્રને આજ્ઞા કરી. દીકરો કહે ભલે બાપુજી. જેવી આપની આજ્ઞા. આ પ્રમાણે કહીને શેઠને દીકરો શાંતિલાલને અંદર લઈ ગયા.
ઉંચી જાતના તેલથી આખા શરીરે માલીશ કરાવ્યું. સાબુ ચાળીને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, અને ઈસ્ત્રીબંધ બગલાની પાંખ જેવા સફેદ કપડા પહેરવા આપ્યા. તેમાં મૂલાયમ ઝીણી મલમલનું ધોતિયું રેશમી બસ્કીટનું ખમીશ અને ઉપર પહેરવાની બંડી આપી આ બધી સરભરા જેઈને શાંતિલાલનું અંતર વલોવાઈ જાય છે. અહો ! મેં તે શેઠને માટે જુદું સાંભળ્યું હતું કે અહીં તે જુદું દેખાય છે. દેવાળું કાઢયું હિય તે આટલું તેજ ન હોય. બીજું તેમની ઉદાર ભાવના કેટલી છે ! મને અજાણ્યા ગરીબને પણ કેટલે સાચવે છે !
આ પ્રમાણે શાંતિલાલ મનમાં વિચાર કરે છે. હવે શેઠની સાથે તે જમવા બેસશે ને શું બનશે તે વાત અવસરે.
ચરિત્ર:- સુકુમાલિકાને એના ગુરૂણીએ કહ્યું. સાદવજીથી બહાર આતાપના લેવા જવાય નહિ. જે તમારે આતાપના લેવી હોય તે સ્થાનકમાં જ્યાં તાપ આવે છે ત્યાં જઈને આતાપના લે. પણ તે માની નહિ ને આતાપના લેવા ગઈ. સુકુમાલિકા ખૂબ ઉગ્ર તપ કરે છે રૂડે સંયમ પાળે છે. જ્ઞાન ભણે છે પણ મનમાં વાસનાનો અંકુરે નષ્ટ થયો નથી. અને ગુણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ચાલી ગઈ. ત્યાં શું બન્યું તે સાંભળે.
એ શહેરમાં પાંચ મિત્રોની ટળી હતી. તે પચે મિત્રો ખૂબ વિષયલંપટ હતા. એક વખત તે પાંચે મિત્રો એક દિવસ વેશ્યાની સાથે રથમાં બેસીને પંડુરવનમાં આવ્યા જ્યાં સુકુમાલિકા આતાપના લેતી હતી તેની સામે એક ઘટાદાર વૃક્ષની છાયામાં એ પાંચ પુરૂષ અને વેશ્યા આવીને સુંદર મખમલની શૈયા જેવું આસન બીછાવીને બેઠા. એક વેશ્યાને પાન ખવડાવે છે. બીજે એના માથે છત્ર ધરીને ઉભો રહ્યો, ત્રીજો એના માથામાં તેલ નાંખવા લાગ્યા. એથે પંખે વીંઝે છે ને પાંચમા પુરૂષે તેને ખોળામાં