________________
૬૮
શારદા દેન
શાંતિલાલે રમણલાલ શેઠ ઉપર માટી આશાના મિનારા ખાંધ્યા હતાં તે તૂટી ગયા. જ્યાંથી હજારો રૂપિયા મેળવવાની આશા રાખીને આવ્યો હતા ત્યાંથી થાડુ' પણ મળવાની આશા લાગતી નથી. અહી વિચાર કરે કે આ જીવ પણ અનાદિકાળથી પૌદ્ગલિક સુખની આશામાં ને ઞાશામાં દોડી રહ્યો છે પણ એની આશાએ પૂરી થતી નથી, છતાં આશાના પૂરમાં તણાઇ રહ્યો છે. આ એની મૂખતા છે. આ શાંતિલાલની આશાનેા દાર તૂટી ગયા. છતાં મનમાં એવા વિચાર ન કર્યું કે હું જે કામે આવ્યેા હતા તે તા હવે પૂરું થવાનું નથી. માટે હવે મારે ત્યાં જવાનું શું પ્રયેાજન છે? એવા વિચાર ન કર્યા. પણ હવે શાંતિલાલે જુદો વિચાર કર્યું કે આવ્યો છુ' ને આવ્યો છું તે હું તેમને ત્યાં જતા જાઉં. હવે જે થાડુ ઘણું મળે તે લઇને જઇશ એવો વિચાર નથી પણ ખીજા કારણે જાય છે. શુ કારણ તમને ખ્યાલ આવ્યો?
એણે એવા વિચાર કર્યો કે મારે તે નાના વહેપાર હતેા ને રૂ. ૩૦,૦૦૦નું દેશું થયું તે હું કેટલી મુશ્કેલીમાં મૂકાઈ ગયા ? તેા આ શેઠ તે ઘણાં શ્રીમંત છે, એમણે દેવાળુ' કાઢયું છે તે તેમને તે લાખો રૂ. નું નુકશાન થયું હશે ? તેમને કેટલુ દુઃખ થયુ' હશે ? હું એમને આશ્વાસન આપવા જાઉં, ને કહ્યુ કે મોટાભાઈ ! ચિંતા ન કરશે. ચિત્તની સમાધિ રાખો ને આ ધ્યાન ન કરશે।. મહાન પુરૂષને પણ કમે છેડવ્યા નથી તેા આપણી વાત કયાં ? એ મહાન પુરૂષાનાં દાખલા નજર સમક્ષ રાખવાથી આપણને કષ્ટ સહન કરવાનું બળ મળે છે, ને આપણાં આત્માનું સત્વ ખીલે છે. જુએ, આ શાંતિલાલની કેવી સુદર ભાવના છે! પેાતાનું દુઃખ ભૂલી જઈ ને ખીજાને આશ્વાસન આપવાનુ મન થાય એ એની સહાનુભૂતિના ભાવ છે. તમે આ જગ્યાએ હૈં। તે શું કરો ? તમે આશાથી આવ્યા હૈ। ને આશા તૂટી જાય તે આશ્વાસન દેવા જાવ કે ઘર ભેગા થઈ જાવ ?
શાંતિલાલ પેડરરોડના રસ્તા પૂછતા પૂછતા આગળ વધે છે. એના પગ જોરમાં ચાલે છે. ખસ, હવે એને પોતાનું દુઃખ ભૂલાઈ ગયું. મનમાં રમણલાલ શેઠના દુઃખની એક જ વિચારણા ચાલે છે કે આ શેડના માથે કેટલુ' દુઃખ આવી પડયુ ? એમના કુટુંબની પણ કેવી હાલત હશે ? આટલા મેાટા શહેરમાં રહીને દેવાળું કાઢવુ એ કઈ નાની સૂની વાત છે ? લેાકેાથી છુપાતા રહેવુ' પડે. બહાર નીકળે તેા કેાઈ ગમે તેમ એલે. આ દુનિયાને જીતવી સ્પેલ નથી. દુઃખી જીવ પ્રત્યે આવી લાગણી થવી, હૈયું પીગળી જવું આ બધા એને કરૂણાભાવ છે અને કરૂણાભાવ એ એક ભાવધમ ની આરાધના છે. શાંતિલાલને રમણલાલ શેઠ પ્રત્યે આવા કરૂણાભાવ જાગ્યા, પણ એવા હલકા વિચાર નથી કરતા કે અન્યાય, અનીતિ કરીને, લેાકેાને છેતરીને પૈસા ભેગા કર્યાં હતા તે ગયા એ જવા જ જોઈએ. એ તે એને લાયક છે. આનેા માનવી દુઃખીને આશ્વાસન આપવાને બદલે આવા દ્વેષ કરે છે,