________________
૭૪
શારદા દર્શન સંસ્કાર પડશે. જે કુમળા બાળકના મગજમાં તમે એક વાત ઠસાવી દો કે અરિહંત મારા દેવ છે, પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતે મારા ગુરૂ છે અને કેવળી પ્રરૂપિત મારો ધર્મ છે. અને હિંસા કરવી, જુઠું બોલવું, ચોરી કરવી એ મહાપાપ છે. આવું જ એના મગજમાં બાલપણથી ઠસી જશે તો મોટે થતાં પાપ કરતાં અટકશે અહીં એક દાખલ યાદ આવે છે.
ગોચરી જતાં શ્રદ્ધાવાન શ્રાવક જોવા મળ્યાઃ એક વખત હું ગૌચરી ગયેલ. ગૌચરી કરતાં કરતાં એક શ્રીમંત શ્રાવકના ઘેર પહોંચી. ત્યાં એક છોકરે એક ખૂણામાં બેસીને એક ચિત્તથી નમો અરિહંતાણું (૨) ને જાપ કરતો હતો. ગૌચરી વહોરી લીધા પછી મેં શ્રાવિકા બહેનને પૂછ્યું કે હે બહેન! આ બાબો આટલા એકાગ્ર ચિત્તથી નવકાર મંત્રનો જાપ કરે છે. એનું ધ્યાન કેટલું સ્થિર છે કે કોઈ આવે જાય તે પણ તેને ખબર પડતી નથી. ત્યારે બહેને કહ્યું. મહાસતીજી! અમારા ઉપર વડીલોની કૃપા છે. અમારા એવા સભાગ્ય છે કે વડીલે વારસામાં ધન મૂકી ગયા હતાં પણ ધર્મને વારસો મૂકીને ગયા છે. પહેલેથી અમારા કુટુંબમાં એ કાયદો છે કે બાળક એક વખત જુઠું બોલે તે તેને ર૦૦ વખત “નમે અરિહંતાણું” ને જાપ કરવાને જે જાપ કરતાં એનું ચિત્ત સ્થિર ન રહે તે ફરીને ૨૦૦ વખત અરિહંતને જાપ કરવા. અમે કોઈ વખત બાળકોને હોસ્પિતાલમાં લઈ જઈએ અને કોઈ માણસ મૂંગે હેય તેને બતાવીને કહીએ કે જે આ માણસ જુદું છે, કેઈની નિંદા કરી તો તેને જીભ ન મળી, અને કદાચ જીભ મળી તે બબડું બોલે છે, એને જીભને રેગ થયો. કર્મોએ તેને આ બધી શિક્ષા કરી. જે જુઠું ન બોલે તેને શિક્ષા ના થાય વિગેરે વાત સમજાવીએ છીએ. પછી બાળકને કહેવામાં આવે છે કે તું જે ૨૦૦ વખત અરિહંત પ્રભુને જાપ કરીશ તે તારૂં પાપ ધોવાઈ જશે, ને તને શિક્ષા નહિ થાય આવી રીતે બાળકને સમજાવીએ છીએ. તમે પણ તમારા સંતાનને આવી રીતે ધર્મને સંસ્કાર આપતા હશેને? કઈ વખત હોસ્પિતાલમાં લઈ જઈને આવું સમજાવો છો ? “ના” તમે તે સિનેમા, નાટક જેવા લઈ જાવ છે. (હસાહસ) પહેલાં તે સિનેમા કેઈક વાર જોતા પણ હવે તે ટી. વી. આવી ગયા એટલે નવરાં થયા કે ટી. વી. જેવા બેસી જવાનું, જો તમારું ભાવિ સુધારવું હોય તે તમે સંતાનને સંસ્કાર આપે. એનું જીવન સુધરશે ને તમારું ભાવિ પણ સારું થશે, એ શ્રીમંતના ઘરમાં આવા સુસંસ્કારો બાળકને આપતા હતાં. આ જોઈને મારા અંતરમાં થયું કે જે આવા સંસ્કારો દરેક જૈનના ઘરમાં પડે તે જૈનશાસન ઝળહળતું બની જાય, રત્ન સમાન શ્રાવકે ઘર ઘરમાં પાકે. અરે ! વધુ નહિ તે બે પાંચ શ્રાવકે જે દરેક સંઘમાં રત્ન જેવા હોય તે એ સંઘને દીપાવશે. એવા શ્રાવકે બીજા નવા શ્રાવકે તૈયાર કરશે. પણ આજે કોને પડી છે? જેટલી ધંધે વિકસાવવાની ધગશ છે તેટલી જિનશાસન કેમ ઉન્નત બને તેની ધગશ છે?