________________
કયાખ્યાન
-૯
અષાડ વદ ૧૧ ને સેમવાર
તા-૧૧-૭-૭૭ કે સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ જગતના છના હિત માટે મંગલમય વાણી પ્રકાશી. ભગવાનની વાણી કર્મરૂપી શિયાબીયાને ભગાડવા માટે સિંહ સમાન છે. કર્મ કેવી રીતે બંધાય છે ને કર્મનું મૂળ શું છે? તે બતાવતાં શાસ્ત્રકાર કહે છે.
रागाय दासो विय कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयन्ति ।
कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरण वयन्ति ॥ રાગ અને દ્વેષ એ બંને કર્મોનાં બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ મરણ એ દુઃખ છે. - રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજ છે. બીજ નાનકડું હોય છે પણ તેમાંથી વિશાળ વૃક્ષ બને છે, તેમ નાનકડી ચીજે ઉપર રાગ-દ્વેષ થાય છે. ત્યારે જીવને ખબર નથી પડતી કે આનું પરિણામ શું આવશે? પણ ધીમે ધીમે તેમાંથી વિશાળ વડલા જેવું મોટું કર્મ બંધાય છે. રાગ અને દ્વેષ એ બંનેમાં પણ દ્વેષ કરતાં રાગ વધારે ભયંકર છે. દ્વેષ કરતાં રાગ કેમ વધારે ભયંકર છે તે અનેક કારણથી સમજી શકાય છે. ' શ્રેષનું મૂળ રાગ છે. કારણ કે ક્યાંક કોઈના પ્રત્યે રાગ છે તેથી બીજા પ્રત્યે દ્વેષ જાગે છે. એટલે રાગ એ શ્રેષને બાપ છે. શ્રેષને ભૂલ હેલ છે પણ રાગ ભુલ કઠિન છે. માને કે તમને ભાવતું ભેજન મળી ગયું એટલે ખૂબ ખાધું. પછી અકળામણ થવા લાગી એટલે એ ભેજન ઉપર દ્વેષ થાય પણ ત્રણ ચાર કલાક પછી ભુખ લાગી એટલે ઠેષ ભુલાઈ ગયો ને એ ભોજન પ્રત્યે રાગ આવી ગયા. ઠેષ થાય તે પણ રાગ ભુલાય નહિ. એ તો અંદરમાં બેઠેલો હોય છે. ઠેષ કરવાથી તેનાથી થતું નુકશાન સમજાય છે પણ રાગથી થતું નુકશાન સમજાતું નથી. દ્વેષ ભયંકર લાગે છે એટલે રાગ ભયંકર લાગતું નથી. દ્વેષ કર્કશ લાગે છે ને રાગ મીઠે લાગે છે. રાગની પાછળ હર્ષ અને શ્રેષની પાછળ ખેદ હોય છે. રાગને નાશ દશમ ગુણસ્થાનને અંતે થાય છે ને દ્વેષને નાશ નવમા ગુણસ્થાનકે થાય છે. આ સૂચવે છે કે જ્યારે શ્રેષનો નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં પણ અધિક આત્મવિશુદ્ધિ હોય ત્યારે રાગનો નાશ થાય છે. રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મોટું છે. ઠેષ દુર્ગાન કરાવે છે એમ લાગે છે પણ રાગ એનાથી વધારે દુર્થાન કરાવે છે એમ લાગતું નથી. ષ ગુસ્સે થતાં માલૂમ પડે છે ત્યારે એને ઢાંકવા માટે મઢાનો અને આંખને દેખાવ પ્રયત્નથી ફેરવી નાંખો પડે છે. પણ રાગ એ દુશ્મન કે દુર્ગણ તરીકે માલુમ પડતા નથી. ઉલટે સહેજે ખુશીને દેખાવ થાય છે. દ્વેષ ભસીને કરડનાર કૂતરા