________________
શારદા દર્શન
શાન્તિલાલ પૂછતે પૂછતે રમણલાલ શેઠના બંગલે પહોંચી ગયા. બંગલાના દરવાજે સફેદ કેટને પાટલુન પહેરીને એક ગૂરખે ઉભે છે. ત્યારે એના મનમાં થયું કે આ રમણલાલ શેઠ પિતે તો નહિ હોય ને ? બિચારા ગામડીયા માણસને શહેરના માણસની રીતભાતની ખબર કયાંથી હોય ? આમ વિચાર કરતો ગુરખાનાં સામું જોઈ રહ્યો છે. એટલે ગુરખાએ પૂછ્યું. કેમ ? તમારે તેનું કામ છે? આ વણિકે બધી વાત કરી કે હું શેઠને સગો છું ને તેમને મળવું છે. ગૂર કહે કે મારા શેઠના સગા આવા ન હોય તેમ કહીને ધક્કો મારી કાઢી મૂકે છે. પેલે કરગરે છે પણ ગૂરખ માનતા નથી. શેઠે બારીમાંથી જોયું કે આ કંઈ ગરીબ માણસ દુઃખને માર્યો મારે આંગણે આવ્યા છે ને ગૂર તેને અંદર આવવા દેતો નથી, ને ગમે તેવા શબ્દો કહે છે તે લાવ, હું તેને અંદર બેલાવું. આમ વિચાર કરીને નોકરને બોલાવીને કહ્યું કે બહાર ગરીબ માણસ ઉભે છે તેને અહીં બોલાવી લાવ. નેકરે ગુરખાને કહ્યું. આને શેઠ ઉપર બેલાવે છે. માટે આવવા દે. આ જોઈ મૂરખાના મનમાં પણ આશ્ચર્ય થયું કે શેઠ આવા ભિખારી જેવા અજાણ્યા માણસને શા માટે બોલાવતા હશે ? પણ એને કયાં ખબર છે કે મોટા માણસોને દિલ સદા મેટા જ હોય છે.
દેવાનુપ્રિયે ! જેમ સાગર પોતાનામાં આવતું ખારું, મીઠું બધું પાણી સમાવે છે, ધરતી મળ-મૂત્ર વિગેરે ઉકરડાને ભાર ઉપાડે છે તેમ નાના-મોટા, ગરીબ દરેક ઉપર વાત્સલ્ય ભાવ રાખે એનું નામ સાચી શ્રીમંતાઈ. રમણલાલ શેઠે ગરીબને બોલાવ્યું. એટલે એને ઉત્સાહ વધી ગયે. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે અહીં તે દેવાળા જેવું લાગતું નથી, કદાચ મને ગરીબ ગામડી સમજી ઝવેરીએ મને બનાવ્યું લાગે છે. એ તે ઉત્સાહભેર ઉપર આવ્યો. રમણલાલ શેઠ મૂલ્યવાન વસ્ત્રો પહેરી મખમલની મુલાયમ ગાદી ઉપર બેઠા હતા. શાંતિલાલને આવતા જોઈ શેઠ ગાદી પરથી ઉભા થઈ ગયા ને તેને આદર સત્કાર કરતાં બોલ્યા કે આ ભાઈ આવે. તેમ કહી પિતાની ગાદી ઉપર બેસાડે છે. આ નથી બેસતે પણ પરાણે બેસાડે છે. આ આદર જોઈ તે શેઠના મુખને નિહાળી રહ્યો છે.
શેઠ પૂછે છે કે તમે કયાંથી આવ્યા છે? સાહેબ ! હું સુરતની બાજુના ગામડેથી આવ્યો છું શેઠે કહ્યું. હું ત્યાં જ છું. ત્યારે કહે કે હું આપને જ્ઞાતિભાઈ છું ને દૂરને સગે પણ છું. શેઠે કહ્યું. બહુ સારું થયું. આજે મને સ્વધર્મી ભાઈના દર્શન થયાં તમે સીધા અહીં આવ્યા લાગે છે ? તમારા મુખ ઉપર થાક દેખાય છે તે તમે એમ કરે. પહેલાં સ્નાન ભજન કરો પછી આપણે વાતચીત કરીશું. શાંતિલાલ કહે છે શેઠ! હું તે આપને જરા મળવા અને આપના કુશળ સમાચાર પૂછવા માટે આવ્યું છું તેમાં સ્નાન, ભેજન એ બધી તકલીફ વેઠવાની જરૂર નથી. રમણલાલ શેઠ કહે છે એમાં તકલીફ શેની? આટલે લાંબેથી આવીને આપે મને સાધર્મિક ભાઈના દર્શનનો