________________
શારદા દર્શન હવે મુંબઈ જેવા મોટા શહેરમાં તો ઘણાં રમણલાલ શેઠ વસતાં હતાં. શું ખબર પડે કે કયા રમણલાલ શેઠનું પૂછે છે. જેને પૂછે તે કહે ભાઈ! તું રમણલાલ શેઠ માટે પૂછે છે પણ એ કયાં રહે છે? એમનું પાકું એડ્રેસ લાવ્યો છું? આ બિચારે ગામડામાં રહેલે ભલે ભેળે માણસ એટલે કહે છે ભાઈ! એડ્રેસ નથી લાવ્યું. મને એમના બાપનું નામ પણ નથી આવડતું. (હસાહસ) ભાઈ! તે અહીં પત્ત નહિ લાગે. આ ભાઈ ભૂખ્ય તરો ત્રણ દિવસ રખડે પણ રમણલાલ શેઠનો પત્તો ન પડે. છેવટે તેણે વિચાર કર્યો કે શેઠ બહુ શ્રીમંત છે માટે હીરા-માણેકનો ધંધો કરતા હશે. માટે ઝવેરી બજારમાં જઈને પૂછું. એટલે પૂછતે પૂછતે ઝવેરી બજારમાં આવ્યું.
“શેઠની શોધમાં”: ઝવેરી બજારમાં ઝવેરીઓને પૂછયું કે ભાઈ! અહીં રમણલાલ શેઠની પેઢી છે? તે ઝવેરી પૂછે છે ભાઈ! અહીં તે ઘણાં રમણલાલ ઝવેરી છે. તું કયા રમણલાલ વિષે પૂછે છે? ત્યારે કહે મને એમના બાપનું નામ નથી આવડતું પણ એ બહુ પ્રસિદ્ધ છે. સુરતની બાજુના ગામડાના રહીશ છે ને દાન પુણયમાં ખૂબ પૈસો વાપરે છે. ત્યારે ઝવેરીએ કહ્યું- હા. એ તે રમણલાલ માણેકચંદ. ભાઈ એ કયાં રહે છે? – પેડરરેડમાં એમને બંગલે છે. એને સમજાવી દીધું કે આ રસ્તે થઈને જજે, પણ ભાઈ! તારે રમણલાલ શેઠનું શું કામ છે? શાંતિલાલ બિચારો ગામડાને માણસ, ભલો ભેળે એટલે કહી દીધું કે ભાઈ! હું જરા ભીડમાં આવી ગયેલ છું. રમણલાલ શેઠ અમારા ગામના, જ્ઞાતિના ને સગા છે. એટલે હું તેમની પાસે મદદ માંગવા આવ્યો છું. ત્યારે વહેપારી કહે કેટલા પૈસાની ભીડ છે? તે કહે ભાઈ! ભીડ તે હજારો રૂપિયાની છે. ત્યાં પેલા ઝવેરીએ કહ્યું – ભાઈ! તમારી ભીડ ભાંગવી મુશ્કેલ છે. શાંતિલાલે પૂછયું – ભાઈ? તમે આમ શા માટે કહે છે? ત્યારે કહે – રમણલાલ શેઠે તે દેવાળું કાઢયું છે, એ તમને શું આપવાનો છે?
“શાંતિલાલને આશાને દેર તૂટવા છતાં કેટલી પવિત્ર ભાવના: શાંતિલાલે કહ્યું કે આવા મેટા શ્રીમંત શેઠ છે ને તેમણે શું દેવાળું કાઢયું? ત્યારે કહે – ભાઈ! તને એમાં આશ્ચર્ય લાગે છે? પણ વિચાર કર, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. દેવાળું તે શેઠ જ કાઢે ને ? નાના પાસે શું હોય તે દેવાળું કાઢે? માટે ભાઈ! તું તારે સમજીને જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછો ચાલ્યો જા. શાંતિલાલના મનમાં થયું કે તે તે હું ને એ બંને સરખા છીએ. હવે મારે શું કરવું? જેની પાસે મટી આશાથી આવ્યું હતું તેની પણ આ દશા થઈ? મહામુશ્કેલીએ કેટલી હાડમારી વેઠી મુંબઈ આવ્યા. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યો ભટકયો ત્યારે માંડ આજે તેમનું ઠેકાણું મળ્યું. હવે શું કરવું? એમની પાસેથી હવે કંઈ મળે તેમ લાગતું નથી. તે હવે મારે શું કરવું? તે ચિંતામાં પડ્યો,