________________
શારદા દર્શન જેવા જોઈએ પછી સંતાનની વાત જ કયાં કરવી? આગળના માતા પિતાઓ સમય મળે ત્યારે સંતાનને પાસે બેસાડીને ધર્મના સંસ્કારોનું સિંચન કરતા હતા. ધર્મની બેધકથાઓ સંભળાવતાં હતાં. આજે તે ઘર ઘરમાં ટી. વી. આવી ગયા મા-આપ અને દીકરા દીકરીઓ ટી. વી. ઉપર આવતાં પીકચર જોવા બેસી જાય પછી ધર્મના સંસ્કારો કયાંથી આવે ? યાદ રાખજે, તમે તમારા સંતાનને સિનેમા નથી બતાવતાં પણ જીવનના સંસ્કાર નાશ કરનાર કતલખાનું બતાવે છે એના એવા કુસંસ્કાર પડશે કે એ કુસંસ્કારના બળે વિષય વિકારે વધશે, ફેશને અને વ્યસને વધશે. એ ભેગાવીને દુર્ગતિમાં જવું પડશે ત્યાં અતિ ભયંકર દુઃખો ભેગવવા પડશે એના કરતાં જે તમે એને ધર્મ પમાડશે તે એના જીવનને અભ્યદય થશે, જીવનમાં સગુણે આવશે સમાજમાં આબરૂ વધશે ને પરિણામે સગતિ મળશે ત્યાં પણ મહાન સુખને ભેકતા બનશે. તમને તમારા પુરૂદયથી સંપત્તિ મળી છે તેને ઉપગ નાટક સિનેમા આદિ મોજશોખમાં ન કરે પણ સત્કાર્યમાં કરે, જેના જીવનમાં ધર્મ છે તેનું જીવન સાચું જીવન છે. એક કલ્પના કરો કે પદયે સેનાના રત્નજડિત બંગલા હોય એ બંગલા ફરતાં પારસમણીના ઓટલા હેય પણ જો એ ઘરમાં ધર્મ કે તપ-ત્યાગ નથી, સુપાત્ર દાન દેવાની ભાવના નથી તે તે ઘર સ્મશાન જેવું ખરું ને? હા. તમારું ધન જેટલું દીન દુઃખીની સેવામાં, દાનમાં ને ધર્મના કાર્યમાં વપરાશે તેટલું સાચું ધન છે, બાકીના કાંકરા છે. ઘણાં માણસો એવા ગર્ભ શ્રીમંત હોય છે કે તેને લક્ષ્મીને નામ ગર્વ ન મળે અને ગુપ્તદાન એવું કરે કે ઘરમાં કે બહાર કઈ જાણે નહિ, ખૂબ જ એક પ્રસંગ છે. - કર્મરાજાએ કરેલ ખેલઃ સુરતની બાજુના ગામડામાં એક જૈન વણિક વસ હતો. મધ્યમ સ્થિતિને એ માનવી હતા તેને સામાન્ય દુકાન હતી. વહેપાર કરીને આજીવિકા ચલાવતું હતું. આગળના માણસે ભલે બહુ ધનવાન ન હોય પણ ગમે તેવા સંયોગમાં આબરૂ જાળવી રાખતા હતા. મહાપુરૂષો કહે છે કે માનવજીવન એ દિપક સમાન છે. એમાં સગુણ પ્રકાશ છે, ને દુર્ગુણ અંધકાર છે. આ માણસ પણ ખાનદાન હતો. એનું નામ શાંતિલાલ હતું. વહેપારમાં કમાણ થાય તેમાં શાંતિથી જીવન ગુજારતે હતે. પુણ્યનું પાંદડું ફરે છે ત્યારે જીવનના રંગ ઢંગ પલટાય છે. આ શાંતિલાલના પાપ કર્મને ઉદય થયે. એને વહેપારમાં ધક્કો લાગે ને રૂ. ૩૦૦૦૦નું નુકશાન થયું. એટલે માથે દેણું વધી ગયું. એ દેણું ચૂકવવાના પૈસા નથી. શું કરવું? કયાં જાઉં? એણે દેવાળું કાઢ્યું, એ સમયના દેવાળા અને અત્યારના દેવાળામાં ફેર છે. પહેલાને માણસ દેવાળું કાઢે એટલે એને ઘરની બહાર નીકળતાં શરમ આવે. ઉંધી ટોપી પહેરવી પડતી. અત્યારની જેમ સફાઈબંધ દેવાળા હેતા કાઢતાં. આજે તે
શા.-૬