________________
શારદા દર્શન જીવનને નાશ કરે છે તેમ કામભેગે પણ ધર્મ રૂપી જીવનને વિનાશ કરનાર છે. જેને સર્પ કરડયો હોય તે મનુષ્યને ઝેર ન ઉતરે તે મરી જાય છે તેમ કામરૂપી સર્પ જેને કરડે છે તેનું ધર્મરૂપી જીવન મરી જાય છે. કામોની ચાહના કરનાર જીવ મરીને દુર્ગતિમાં જાય છે. કહ્યું છે કે જેને વિષયને રસ ચાખે તેને તે છોડવા આકરા લાગે છે. પણ જીવ જ્યારે સમજે છે ત્યારે પળવારમાં છેડે છે. આ સમયે નમિરાજર્ષિ કહે છે કે વર્તમાનમાં મળેલા કામોને છેડીને ભવિષ્યના આત્મસુખની પ્રાપ્તિ માટે સંયમ અંગીકાર કરે એ તમારા કહ્યા પ્રમાણે મૂર્ખાઈ નથી પણ ડહાપણ છે. કારણ કે જે જીવને ભેગેની આસક્તિનું શલ્ય એક વખત હદયમાં ખેંચી જાય છે પછી તે જલ્દી કાઢી શકતા નથી. તેને ભેગાસકિત એવી વધે છે કે ભગના સાધન ખૂટે, આયુષ્ય ઘટે પણ ભોગેની આસક્તિ ઘટતી નથી. મેંગેની કારમી ભૂખવાળા મનુષ્ય આત્મા કે પરમાત્માને વિવેક પણ કરી શકતો નથી. ભેગો ઝેર અને ઝેરી સર્પ જેવા છે. ઝેર ખાનારને અને જેને ઝેરી સર્પ કરડે હેય તેને પીડાનો પાર નથી રહેતે એ ઝેર ન ઉતરે તે મરણને શરણ થવું પડે છે, તેમ ઇન્દ્રિઓના વિષમાં આસક્ત બનનારની એનાથી પણ ભયંકર દશા થાય છે. દુનિયામાં ઝેર અને ઝેરી સર્પ સારા કે એ તે એક ભવમાં મારે છે, પણ ભેગરૂપી ઝેર તે ભવભવમાં મારનાર છે. દુર્ગતિમાં ભયંકર ત્રાસ આપે છે.
બંધુઓ ! ભેગની ઈચ્છા કરવી એટલે દુર્ગતિને છે છેડવી. પછી તમે ઈ છે કે ન ઈછો પણ દુર્ગતિની લપ તમને વળગી સમજે એટલે જીવ દુર્ગતિમાં જાય છે. કેઈ તમને ઝેર મિશ્રિત લાડુ આપે ને તમને ખબર છે કે આ લાડવામાં ઝેર ભેળવ્યું છે તે લાડ ગમે તેટલો સારો હોય તે પણ તમે તેને ખાવ ખરા? “ના” ભૂખ્યા રહેવું કબૂલ પણ એ ઝેરને લાડુ ખાવા તૈયાર નથી. અહીં ઈન્દ્ર મહારાજા નિમિરાજર્ષિને કહે છે કે આવા મહાન સુખદાયી ને ઉંચી કેટીને કામગે છેડીને શા માટે જઈ રહ્યા છે? પણ નમિરાજાની દષ્ટિએ તે એ કામગ ઝેરના લાડુ જેવા છે. ઝેરને લાડ ખાઈને મહાન ત્રાસ વેઠી આવા કિંમતી જીવનને નાશ થાય તે કેને ગમે? ઈન્દ્રિઓના વિષયની પાછળ ક્રોધ, માન, માયા અને લેભ કરે છે. તે ક્રોધાદિ કષાયે જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અનંતકાળથી જીવે ભેગની ઘેલછા કરીને દતિનાં દુઃખ વેઠ્યા હવે તે તેની ઘેલછા છેડી ક્રોધાદિ કષાને દેશવટે દઈને દયા, ક્ષમા, નિર્લોભતા આદિ ગુણે પ્રાપ્ત કરી મોક્ષના શાશ્વત સુખ મેળવવા માટે સંયમ લે છે. મેક્ષ મળી જાય એટલે કેઈ જાતની ઉપાધિ નહિ.
આજે દિનપ્રતિદિન સંસારની વાસનાની ભૂખ વધતી જાય છે ને ધર્મની ભાવના નષ્ટ થતી દેખાય છે. તેનું કારણ આજે ભૌતિક સાધનો વધ્યા છે. રેડિયે ટી.વી. અને સિનેમામાં સંસ્કારનું સત્યાનાશ વાળી નાંખ્યું છે. માતા પિતાને નાટક સિનેમા