________________
શારદા દર્શન મહાન પવિત્ર, જ્ઞાની, અને ગંભીર સાવજી તેને ઘેર ગીચરી પધાર્યા. તેમને આહાર પાણી વહરાવ્યા, સાવી વહોરીને પાછા ફરે છે. ત્યાં સુકુમાલિકા બારણું આડા હાથે દઈને ઉભી રહી. સાદવજી કહે – બહેન! મને જવા દે. શા માટે આડી ફરીને ઉભી છે? ત્યારે કહે મહાસતીજી! મને કઈ પુરૂષ ઈચ્છતો નથી. તે હવે મને સંસારિક સુખ મળે તેવો જંત્ર મંત્ર કે વશીકરણ હોય તે બતાવે. ત્યારે સા વીજીએ કહ્યું – બહેન! સંસારના સુખ વિષના કટોરા જેવા સમજીને જેમણે છોડ્યા તે સંસારના સુખને માર્ગ બતાવે? ના, બીજું જૈન સાધુ કદી દેરા, ધાગા, મંત્ર જત્ર કરે નહિ ને જે કરે તે પાપભ્રમણ કહેવાય. માટે અમે એ વાતમાં પડીએ નહિ. વિચાર કર. તે પૂર્વભવમાં એવા ચીકણાં કર્મ બાંધ્યા હશે તે તારે ભેગવવાના આવ્યા છે. જે આ દુઃખને જલ્દી મટાડવા હોય તે સંયમ અંગીકાર કર. ત્યાગમાં જે સુખ છે તેના અનંતમા ભાગનું સુખ સંસારમાં નથી. એને સંસારની અસારતા સમજાવી તેથી તેને વૈરાગ્ય આવ્યું. એટલે માતાપિતાની આજ્ઞા લઈ તેણે દીક્ષા લીધી.
સુકુમાલિકા સાવી દીક્ષા લઈને ખૂબ કઠીન સંયમ પાળે છે. ઘણું જ્ઞાન મેળવ્યું ને તપશ્ચર્યા પણ ખૂબ કઠીન કરવા લાગી. એક વખત તેણે તેના ગુરૂણીને કહ્યું કે હું બહાર જંગલમાં જઈને આતાપના લેવા ઈચ્છું છું. એના ગુરૂણીએ કહ્યું – આપણાથી જંગલમાં જવાય નહિ અને એ રીતે આતાપના લેવાય નહિ. ભગવાનની મનાઈ છે. સુકુમાલિકા સાઇવીએ ગુરૂણીની આજ્ઞા માની નહિ. અને કહે છે કે આતાપના લેવા માટે ગમે ત્યાં રહી શકાય. ચાહે સ્થાનકમાં રહું કે જંગલમાં જાઉં પણ જેનું મન મક્કમ છે ને જેની ભાવના શુદ્ધ છે. તેને કેઈ જાતને ભય નથી. આમ કહી ગુરૂણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જંગલમાં આતાપના લેવા માટે ચાલી ગઈ, જે ગુરૂ-ગુરૂણીની આજ્ઞાથી વિરૂદ્ધ વર્તન કરે છે તેનું પરિણામ સારું આવતું નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાનન-૮
અષાડ વદ ૧૦ ને રવીવાર
તા. ૧૦-૭-૭૭
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મમતાના મારક, સમતાના સાધક, અને વિષયના વારક એવા સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે ભવ્ય ને ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે આત્મા! ચતુર્ગતિ સંસારમાં ભમતાં મહાન પુણ્યોદયે તને આ મોંઘેરે માનવભવ મળે છે. તે શા માટે મળે છે તેને કદી તને વિચાર આવે છે? માનવ જન્મ એ જન્મ જન્મના ફેરા ટાળનારા ધર્મની સાધના માટે મળે છે,