________________
શારદા દર્શન એક દિન શેઠ બેઠા ગોખમેં, દેખા મંગતા આતા, હાથ ઠકરા મક્ષિકા ભિનકે, ભૂખ વશ કા ખાતા હતા
શેઠ મહેલના ઝરૂખામાં બેઠા હતા તે વખતે તેમણે એક ભિખારીને ભીખ માંગતો જે. એના કપડાં ફાટેલાં હતાં. મુખ ઉપર માખીઓ બણબણતી હતી ને હાથમાં માટીનું શકેરું લઈને ભીખ માંગતું હતું, આવા ભિખારીને શેઠે પિતાના મકાનમાં બોલાવ્યું. તેને સમજાવી શેઠે હજામત કરાવી, સ્નાન કરાવ્યું અને સારા વસ્ત્રો પહેરાવ્યા આ બધું કરે છે ત્યારે ભિખારી કહે છે શેઠ! તમે મને યજ્ઞમાં હોમવા માટે તે આ બધું નથી કરતા ને? શેઠે કહ્યું. ના, ભાઈ. હું તને મારી દીકરી પરણાવીશ. ભિખારી કહે છે શેઠ “અમારા ગરીબની મશ્કરી ન કરે. કયાં તમે શ્રીમંત સુખી શેઠ અને હું ક્યાં ભિખારી ! મારી સાથે તમારી પુત્રી પરણાવવાની હોય ! શેઠે કહ્યું. ભાઈ ! હું તારી મશ્કરી નથી કરતો. સત્ય કહું છું. એમ કહી તેને મિષ્ટાન્ન જમાડયા અને સારા વસ્ત્રાભરણે પહેરાવી પિતાની પુત્રીને તેની સાથે પરણાવી દીધી. ભિખારી મનમાં આનંદ પામ્યા. અહો ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. નહિતર આવા શેઠની દીકરી મને કયાંથી મળે? આજે તે મારા માનપાનને પાર નથી. નોકર ચાકરે, સાસુ સસરા બધા ખમ્મા ખમ્મા કરે છે ને પાણી માંગતા દૂધ આપે છે. દિવસ તે આનંદમાં પસાર થશે. ત્યારબાદ રાત્રે સુકુમાલિકાના શરીરને સ્પર્શ થતાં તેના શરીરમાં કાળી બળતરા થવા લાગી. ભિખારી વિચાર કરવા લાગ્યો. અહો ! આ બળતરા કેમ સહન થાય ! આના કરતાં ભીખ માંગીને ખાવું સારું. અગ્નિ મૂકી હોય તેવી બળતરા થવાથી મધરાત્રે ભિખારી તેને ઉંઘતી મૂકીને ભાગી ગયે.
સવાર પડતાં પતિને ન જે એટલે તે રડવા લાગી. દાસી દ્વારા ખબર પડતાં તેની માતા તેની પાસે આવીને સમજાવવા લાગી કે બેટા ! રડીશ નહિ. એના પિતાજી ખબર પડતાં એ પણ ત્યાં આવી પહોંચ્યા. એના મનમાં થયું કે આ ભીખ માંગતા ભિખારીને આટલું સુખ મળવા છતાં મારી પુત્રીને છોડીને ભાગી ગયે. માટે નક્કી આ પુત્રી વિષ કન્યા હોવી જોઈએ. નહિતર આમ કેમ બને? શેઠ પુત્રીને આશ્વાસન આપતાં કહે છે કે બેટા ! તારા કેઈ ઘેર અંતરાય કર્મને ઉદય છે એટલે જમાઈ તને છોડીને ચાલ્યા જાય છે. તે પૂર્વભવમાં કોઈ ને ખૂબ દુઃખ દીધા હશે માટે આમ બને છે. હવે રડવું, ઝૂરવું છોડીને ધર્મધ્યાનમાં તારું ચિત્ત જેડી દે.
સાધુ સાદી આવે તેને શુદ્ધભાવથી સુપાત્ર દાન દે તે તારા કર્મો ખપશે ને તને ઈચ્છિત સુખ મળશે. માતાપિતાને ખૂબ સમજાવવાથી સુકુમાલિકા દાન આપવા લાગી. પણ એના અંતરમાં વિષયવાસનાને અંકૂર સૂકાયો નથી. રાત દિવસ મનમાં અફસોસ થયા કરે છે કે અહે! મને એક ભિખારીએ પણ ન ઈરછી! સમય જતાં એક દિવસ