________________
શારદા દર્શન
અહી નમિરાજર્ષિએ એકત્વ ભાવના ભાવી. એકલા સંયમી બનવાને દઢ નિર્ણય કરીને સૂઈ ગયા. ત્યાં તેમને ઉંઘ આવી ગઈ. ઉંઘમાં એક સુંદર સ્વપ્ન આવ્યું કે પોતે મેરૂ પર્વત ઉપર એક શ્વેત હાથી ઉપર બેઠા છે. કેવું શ્રેષ્ઠ સ્વપ્ન આવ્યું ! એક તે મેરૂ પર્વત સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ છે. જ્યાં તીર્થકર ભગવંતેના જન્મ મહોત્સવ દેવે અને ઇન્દ્રો જઈને ઉજવે છે. એવી પવિત્ર ભૂમિ અને હાથી પણ સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ સફેદ હાથી એટલે વધુ શ્રેષ્ઠ ગણાય. એના ઉપર પોતે બેઠેલા એટલે પિતાના ભાવિની ઉન્નતિનું સૂચક કહેવાય. આવા શુભ સ્વપ્ન પણ પુણ્યોદય સૂચવે છે. પુણ્યશાળી આત્માને આવું સ્વપ્ન આવે છે. નમિરાજર્ષિને ભાગ્યોદય થવાનો છે.
બંધુઓ ! આ ભાષ્યદય શેને થવાને છે? શું માટે ચક્રવર્તિ બનવાનો કે મોટા સમ્રાટ બનવાન? કે માટીના ઢેફા જેવા ધનના ઢગલા મેળવવાને ? “ના” અનંતભવની પરંપરાના મૂળીયાને છેદનાર ચારિત્રરત્નની પ્રાપ્તી કરવાનો ભાગ્યોદય થવાને છે. આ ભાદચ જ સાચે ભાગ્યદય છે. અજ્ઞાન માણસ ધન અને ઈન્દ્રિઓના વિષયનું સુખ મળે એને ભાદય માને છે. પણ એ ભુલ ખાય છે. કારણ કે એ ભવભવની પરંપરાને વધારનારા છે. દુર્ગતિના દ્વારે લઈ જનારા છે. સાચે ભાગ્યોદય તે એને કહેવાય કે જેનાથી આત્મા ઉપરથી કમરનો કચરો સાફ થાય. ક્ષમાદિ ગુણરત્નની પ્રાપિત થાય. ભવની શંખલા કપાય અને જલ્દી મોક્ષ મળે.
તમને કદાચ એમ થાય કે નમિ રાજાએ આ નિર્ણય કર્યો ને બળતરા શાંત થઈ અને ઉંઘી ગયા. એકત્વ ભાવના ભાવવાથી જે દઈ શાંત થઈ જાય તો સારું. પછી બીજું કંઈ કરવાની શી જરૂર ? ભાઈઓ ! એમ નથી. રખે એમ માની લેતાં, આવી શુભ ભાવના કરીએ એટલે રેગ તરત મટી જાય ને બધી પ્રતિકૂળતા ટળી જાય એ કેઈ નિયમ નથી. ધર્મ કરીએ એટલે તરત દુઃખના વાદળો વિખરાઈ જાય એ નક્કી નથી. મહાવીર પ્રભુ ખૂબ કડક ચારિત્ર પાળતા હતાં. ભાવના પણ વિશુદ્ધ હતી છતાં સંગમે છ છ મહિના સુધી કેવા ઉપસર્ગો આપ્યા! તેમાંથી છૂટી શક્યા? અંજનાજી સતી હતાં છતાં વનવાસ વેઠવાના અને કલંક ચઢવાના કટમાંથી બચી શક્યા હતા ? “ના” કર્મ તે અવશ્યમેવ જીવને ભેગવવા પડે છે. છતાં એક વાત નક્કી સમજી લેજે કે ધર્મ એ પરમ શાંતિ આપે છે. શુભ ભાવનાએ દુઃખ અને દર્દી સામે ઝઝુમવાનું અપૂર્વ બળ આપે છે. તેથી દુઃખ અને દર્દી મેળા પડી જાય છે. બાકી બાંધેલા કર્મો તે અવશ્ય જોગવવા પડે છે. પણ નવા દુઃખ ઉભા કરનારા પાપકર્મો આવતા બંધ થઈ જાય છે. સદ્ગતિને રાહ ખુલ્લે થાય છે. શુભ ભાવનાઓનું બળ વધી જાય અને ઉત્કૃષ્ટ પુય ઉપાર્જન થાય તે આવું બની જાય છે. અહીં નમિરાજર્ષિને શુભ ભાવનાના