________________
શારદા દર્શન
પs પડીને ડુબી મરૂં પણ એની પાસે નહિ જાઉં. જમાઈનાં આવા વચન સાંભળીને સાગરદત્ત શેઠ નિરાશ થઈને ઘેરે આવ્યા, અને પિતાની પુત્રીને આશ્વાસન આપતાં કહ્યું બેટા! કઈ પણ કારણથી જમાઈ તારાથી વિરક્ત થયા છે. તારી પાસે આવવાની ના પાડે છે. તું રડીશ નહિ ઝુરીશ નહિ તે પૂર્વ જન્મમાં એવા કઈ પાપકર્મ કર્યા હશે તે તને ઉદયમાં આવ્યા છે. માટે હવે તું ખૂબ શાંતિ રાખ. ખૂબ સમજાવી પણ પૂર્વના કર્મના ઉદયે સુકુમાલિકા સુખની વાસના પાછળ ઝૂરે છે. માતા-પિતા કહે છે બેટા ! તું રડીશ નહિ ચિંતા કરીશ નહિ બીજા કોઈ મુરતીયા સાથે તારા લગ્ન કરીશું. હવે બીજે કયે મુરતીયે ગોતશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
યાખ્યાન નં-૭ અષાડ વદ ૯ને શનીવાર
તા-૯-૭-૭૭. “શાશ્વત ઘર કયાં? અનંત કરૂણાના સાગર, મમતાને મારક અને સમતાના સાધક ભગવંતે ભવ્ય જેના કલ્યાણને માટે શાસ્ત્ર દ્વારા મોક્ષે જવાને રાહદારી માર્ગ બતાવ્યું. આપણે શાસ્ત્રોકત રાહે ચાલીને સંસાર સાગરને તરી જવું છે. તે શાસ્ત્રમાં ભગવંત ફરમાન કરે છે કે સંસારવતી જે અનંતકાળથી ચાર ગતિમાં ચક્કર લગાવ્યા કરે છે. પણ હજુ એમણે પંચમ ગતિના દર્શન કર્યા નથી. જ્યાં સુધી જીવને ભાન નહિ થાય ત્યાં
સુધી ભમ્યા કરશે હું તમને એક વાત કરું કે તમે ભાડાના ઘરમાં વસે છે. જ્યારે - ઘરને માલિક એમ કહે કે આઠ દિવસમાં ઘર ખાલી કરી દે તે વખતે તમને કેટલી ઉપાધિ થાય? એ સમયે તમે વિચારો કે ગમે તેવું હોય પણ ઘરનું ઘર સારું કે વારંવાર આ બીસ્ત્રા ઉપાડવાની ચિંતા તે નહિ જેણે એનરશીપ ઉપર ફલેટ ખરીદી લીધા છે તેને ચિંતા ખરી? ના. તમે માની લીધું છે કે ઓનરશીપ ઉપર ફલેટ લઈ લીધે. હવે શાંતિથી રહીશું પણ વિચાર કરજે એનરશીપ ઉપર લીધેલ ફલેટ એક દિવસ છેડે પડશે. અહીં આત્માની કાયમી સ્થિરતા નથી દેવલોકમાં રહેલા દેનાં મહેલ અને તેમની બધી ઋદ્ધિ શાશ્વતી છે પણ ત્યાં રહેનારા દેવ શાશ્વત નથી. ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય તે પણ પૂર્ણ થતાં દેવને એ સ્થાન છેડવું પડે છે. દેવને ત્યાંથી ચવવાનું થાય ત્યારે તેણે કંઠમાં પહેરેલી કુલની માળા છ મહિના પહેલાં કરમાય છે ત્યારે દેવ જાણે છે કે હવે મારે આ ઘર છોડવાનો સમય આવ્યો. દેવે સમકિતી અને મિથ્યાત્વી હોય છે, તેમાં જે મિથ્યાત્વી દે હોય છે તેને દુઃખ થાય છે. આવું સુખ હવે મારે છેડવું પડશે? એ વિચારે ગમગીન બની જાય છે. જયારે