________________
શારદા દર્શન રબાઈને મરે છે. એમાંથી બચવું હોય તે સાવધાન રહે જે સાવધાન નહિ બને તે કયાં પટકાઈ જશે?
આપણે વાત ચાલતી હતી કે સંસારમાં એક પણ સ્થાન શાશ્વત નથી દેવલોકની ત્રાદ્ધિ શાશ્વત છે પણ ત્યાં રહેનારે દેવ શાશ્વત નથી. દેવકના મહાન સુખમાં
હાલના દેવ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ફેંકાઈ જાય ત્યારે તેને કેવું દુઃખ થાય? વિચારે કે કેઈએ મહેનત કરીને પૈસા મેળવ્યા. સાત માળના બંગલા બંધાવ્યા ને સુખ ભેગવવા પાછળ પૈસા ઉડાવી દીધા. દેવું વધતાં છેવટે માટીના ખેરડા જેવા ઘરમાં રહેવાનો વખત આવે તે કેટલું દુઃખ થાય? તેમ આ જીવ ઉત્તમ માનવ જન્મ પામે આત્મા સાધના કરવાની બધી સામગ્રી પદયે મળી પણ જે સંસાર સુખ મેળવવામાં જ એ સામગ્રીનો ઉપયોગ કર્યો તે પછી જીવની હાલત કેવી દયાજનક બની જશે? તેને તમે વિચાર કરજે. મિયાત્વી દેવે પિતાને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં જવાનું થાય તે રડે છે. કહેવાનો આશય એ છે કે મેક્ષ સિવાય એક પણ સ્થાન શાશ્વત નથી. માટે આ બંગલા ને મહેલાતેમાં મોહ ન રાખશો ઘર બનાવે તે શાશ્વત ઘર બનાવે.
ગઈ કાલે આપણે નમિરાજર્ષિની વાત કરી હતી તે નિમિરાજર્ષિને ઈન્કે કહ્યું કે હે મહારાજા! આ તમારા નગરમાં મોટા મોટા મહેલે હવેલીઓ ને અટારીઓ બધું કરાવીને જાઓ ને? આ વખતે નમિરાજર્ષિએ કે સુંદર જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે.
संसय खलु सो कुणई, जो मग्गे कुणई घरं।
નું મિચ્છના, તલ્થ વિના સાથે | ઉત્ત, સૂ. અ. ૯ ગાથા ર૬ ઘર ક્યાં બાંધશે ? :- મેક્ષના વિષયમાં સંશય રાખવાવાળા હોય છે તે સંસારમાં અધવચ ઘર બનાવે છે. અને જે મોક્ષમાં જવાના અભિલાષી હોય છે તે તે ત્યાં જ પિતાનું શાશ્વત ઘર બાંધે છે. અર્થાત નિમિરાજર્ષિ કહે છે કે માર્ગમાં ઘર કેણ બાંધે? એવી મહેનત તે માથે પડે કારણ કે જે માર્ગમાં અધવચ બેઠા હોય તેને ત્યાંથી ઉઠીને આગળ ચાલવું પડે છે. પછી ત્યાં બાંધેલું ઘર કંઈ થોડું સાથે આવે છે? આત્મા જયાં સુધી મોક્ષમાં નથી જતે ત્યાં સુધી સંસાર એ લાંબે માર્ગ છે. એમાં પ્રવાસ કર્યો જ પડે છે. મોટે ઈન્દ્ર બને તે પણ તે માર્ગની વચમાં છે. એટલે આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ઉઠીને ચાલતાં થવું પડે એ સમયે એના મેટા વિમાને શું કામ લાગ્યા? જેણે માર્ગમાં ઘર બનાવ્યા તે બધા ભુલા પડેલાં છે. ઘર તે જ્યાં સ્થિર મુકામ કરે છે ત્યાં બનાવવું જોઈએ અને તે માટે મારો પ્રયત્ન