________________
૫૪
શારદા દર્શન
સમકિતી દેવે પોતાને ચવવાનું થાય ત્યારે અવિધજ્ઞાન દ્વારા જાણી લે છે કે હું' અહીંથી મરીને કયાં જઇશ ? એ દેખે કે હું જયાં જન્મ પામવાના છું ત્યાં ભલે ધન ના હોય પણ એ ઘરમાં ધર્મ છે. રાજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર થાય છે ક’દમૂળ ખવાતું નથી. સ ંતાને સુપાત્ર દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. તે એને એવા હષ થાય છે કે બસ મને બધુ' મળી ગયુ.. અહી મને ગમે તેટલુ સુખ હુંય પણ શા કામનું ? એક નવકારશી પચ્ચખાણ પણ કરવાનું છે? ત્યાં મને તપ, ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ ખધુ' કરાશે તેથી તે ઝખે છે.
માનવના જન્મને દેવતા ઝંખતા, સ્વર્ગના વિલાસા અને ઘણીવાર ડ‘ખતા પ્રેમના પ્રકાશ મળ્યા, ઉરના ઉજાશ મળ્યા, આવા સંયાગ નહિ આવે ફરીવાર
એ સમકિતી દેવાની એક જ ઝંખના હોય છે કે ખસ જલ્દી માનવ ભવ પામુ` ને કમ ખપાવીને મેક્ષમાં જાઉં એને ડેવલેાકના સુખા ઘણીવાર ડંખે છે, તમારા પગમાં પહેરેલા ખૂટ કે ચ'પલ તમને ડંખે ત્યારે ચેન પડે છે? કયારે એને કાઢી નાખુ` એમ થાય છે ને ? તેમ સમકિતી દેવને સ્વના સુખા ડખે છે. કયારે અહી થી છૂટુ ? એમ તેને થાય છે. ત્યારે મૃત્યુલેાકના માનવી એ સુખા મેળવવા ઝંખે છે. સમ્યકૃત્વીદેવાને દેવલાકના વૈભવ કરતાં પણ ધર્મ મળે એટલે આનંદ થાય છે. વૈમાનિકમાં પણ પહેલા ખીજા દેવલેાક સુધીના દેવા ચવીને પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિચ એ પાંચ દડકમાં આવે છે.
દેવાનુપ્રિયા ! વિચાર કરો કયાં દેવનાં સુખ ને કયાં પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં ફૂંકાઇ ગયા! પૃથ્વી, પાણી અને વનસ્પતિનેા નીકળેલા જીવ કેવળી ખની શકે છે. પહેલાં આયુષ્ય ખંધાઇ ગયુ હોય એટલે ત્યાં જવુ' પડે. મારે તમને શુ કહેવુ છે તે સમજ્યા ? તમે સંતરા, મેાસ'ખી, સફરજન વિગેરે ખાવ છે, લીલેાતરી શાક સમારે છે જો તમે તત્વજ્ઞાન મેળવ્યુ હશે તે એ વખતે તમને વિચાર આવશે કે આ વનસ્પતિકાયનું છેદન ભેદન કરૂ છું પણ આમાં ભાવિના કોઇ કેવળીભગવંતની અશાતના તે નહિ થતી હોય ને ? આ પૃથ્વીકાયનુ` છેદનભેદન કરૂં છું શરીરની સફાઇ કરવામાં પાણીની ખાટીએની ખાલ્ટીઓ સ્નાનાદિમાં ઉંધી વાળુ` છું તેમાં જીવાની હિંસા કેટલી થાય છે ? અને કાઇ ભાવિના કેવળીની અશાતના કરીને હું કેટલા કર્માંના ભાગીદાર ખનીશ ? હું દીક્ષા તેા લઇ શકતા નથી પણ આ જીવેાની તા અને તેટલી દયા પાળું. આ છકાયજીવાના આરંભ સમારભમાં જો રક્ત રહીશ તેા મરીને કયાં જઈશ? જેને ભવની ભીતિ લાગી હોય તેને આવા ખટકારો થાય. સ`સારમાં રહ્યો છું તે! આવું પાપ કરવું પડે છે ને ? જે સાધુ બન્યા તેને ધન્ય છે કે જે આવા પાપથી મુક્ત બની ગયા. હું કયારે પાપથી છૂટીશ? એમ પાપની અરેરાટી થાય અને