________________
શારદા દર્શન ચરિત્ર:- દ્રૌપદી માટે ન બનવાનું બની ગયું. દ્રુપદરાજા ચિંતા કરવા લાગ્યા. ત્યારે મુનિએ કહ્યું. હે રાજન! ચિંતા ન કરીશ. તારી દીકરી સતી છે. કુસતી નથી. એ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં જગતમાં સતી તરીકે પૂજાશે. પણ આ બનવાનું કારણ પૂર્વભવમાં તેણે નિયાણું કર્યું છે. એ નિયાણું કયારે કર્યું છે તે વાત તમે ધ્યાનપૂર્વક સાંભળો.
બંધુઓ! જૈન દર્શન કહે છે તમે ગમે તેટલાં તપ, જપ આદિ ક્રિયાઓ કરે. પણ કદી તેના ફળની ઈચ્છા ન કરશો. મારા તપ-સંયમનું ફળ હોય તે મને આવું સુખ મળજે. આવું નિયાણું ન કરશે. ત્રણ શલ્યમાં નિયાણું એ પણ એક શલ્ય છે. નિયાણું એટલે સવા રૂપિયાની ચીજને આઠ આનામાં વેચવા બરાબર છે. આપણી ક્રિયાથી મહાન લાભ થવાનું હોય પણ નિયાણું કરીને કરણીને વેચી દેવાથી અલ્પ લાભ મળે છે. દ્રૌપદીના જીવે નાગેશ્રીના ભાવમાં મા ખમણના તપસ્વી સંતને કડવી તુંબડીનું શાક વહરાવ્યું. તેમાં ભારોભાર માનનું પિષણ છે. માન અજગર છે. સર્પ કરતાં અજગર વધુ ભયંકર છે. સર્પ દંશ જ દે છે, પણ અજગર આખા માણસને ગળી જાય છે, તેમ કષાયમાં માન ભયંકર છે માટે જેમ બને તેમ માન છેડતાં શીખે. જુઓ નાગેશ્રી માનમાં મંડાણ તો તેની કેવી બૂરી દશા થઈ તે સાંભળે.
ધર્મ ઘેષ મુનિના શિષ્ય જંગલમાંથી સમાચાર લઈને આવ્યા કે ધર્મરૂચી અણુગાર કાળધર્મ પામ્યા છે. ત્યારે ગુરૂએ જ્ઞાન દ્વારા જાણ્યું કે નાગેશ્રીએ ઝેરી આહાર વહરાવ્યું કે આ પ્રમાણે બન્યું. મારો શિષ્ય તે કામ કાઢી ગયે પણ હે નાગેશ્રી ! તારું શું થશે? બધા શિષ્ય પણ રડી પડ્યા કે આપણું વિનયવંત, તપસ્વી અને અનેક ગુણરત્નની ખાણ સમા લાડીલા સંત આમ ચાલ્યા ગયા? નાગેશ્રી! તે કંઈ વિચાર ન કર્યો? સાધુ કોઈને વાત કરે નહિ પણ પિતાના પરિવારમાં આ વાતનો કોલાહલ થયે, તે રસ્તે જનાર માણસોએ સાંભળ્યું અને એક મેઢથી બીજે મેઢ જતા વાત ગામમાં ફેલાઈ ગઈ. અને કંઈક માણસ એમદેવને ઘેર જઈને કહેવા લાગ્યા કે આ નાગેશ્રીએ આ ઝેરી આહાર તપસ્વી સંતને વહેરા ને તેમના પ્રાણ ગયા. પાપણીએ કંઇ વિચાર ન કર્યો ? આમ લેકે તેને ધિક્કારવા લાગ્યા.
ચારોં ઓર નાગેશ્રી નિંદા, ફેલ ગઈ તત્કાલ,
સેમદેવને ક્રોધ કરી ફિર, ઘરસે દીની નિકાલ હે..શ્રોતા આખા ગામમાં આ વાતની ખબર પડી ગઈ. લેક બેલવા લાગ્યા કે આપણા મહાન ભાગ્ય હોય તે આવા મા ખમણના તપસ્વીના આપણે ઘેર પગલા થાય. આપણું બડા પુણ્ય હોય તે આપણું શુદ્ધ આહારથી એમનું પારણું થાય. હાલી ચાલીને એને ઘેર સંત પધાર્યાને આવું કર્યું ? આખા ગામમાં એની ખૂબ નિંદા થવા લાગી. એટલે