________________
શારદા દર્શન માંથી સૌભાગ્ય ચિન્હ પૂરતું એકેક કંકણ રખાવ્યું એટલે અવાજ બંધ થઈ ગયે. ત્યારે નમિરાજર્ષિ પૂછે છે શું ચંદન ઘસવાનું બંધ કરાવ્યું ? ત્યારે પ્રધાન કહે છે, ના સાહેબ. ચંદન ઘસવાનું કામ તે ચાલુ છે પણ રાણીઓએ ફક્ત એકેક કંકણ રાખ્યું છે. અહાહા....વિચારો. એક વખત રાણીઓના કંકણને રણકાર અને ઝાંઝરના ઝણકાર સાંભળીને નમિરાજાના કાન ચમકતાં હતાં. અને અવાજ કર્ણપ્રિય લાગતું હતું. પણ રેગ થતાં એ અવાજ તેમનાથી સહન થયો નહિ. જયારે અવાજ બંધ થયે ને વાતાવરણ શાંત થયું ત્યારે નમિરાજર્ષિ એ બાબત પર ભવ્ય વિચારણા કરવા લાગ્યા, અહો ! આ અનેક કંકણેમાં સંઘર્ષ હતું, પણ એકમાં સંઘર્ષ મટી ગયે. તે દુ:ખ પણ મટી ગયું. જીવ જેમ જેમ અસંતોષ અને તૃણું વધારી બહુ પરિગ્રહ ભેગો કરતો જાય છે તેમ તેમ તેની સુખ-શાંતિ ઘટતી જાય છે, દુઃખ અને ચિંતા વધે છે. આ મારી રાણીઓના કંકણનો પ્રત્યક્ષ પુરા છે.
અભિમાન અને ભ્રમણાથી ભલે રાજવૈભવ અને રમણીઓમાં મેં સુખ માન્યું પણ અંતે તો તે દુઃખને લાવનારા છે. આ મારી રાણીઓ છે. એમના કંકણનો રણકાર મીઠે છે એવું હું આજ સુધી ખોટી ભ્રમણાથી માનતો હતો. નહિતર આજે એના રણકાર મને દુઃખરૂપ કેમ લાગ્યા? તેમજ કંકણે રાણીઓને પણ ભાર વધારનારા હતાં. છતાં મેહવશ થઈને તે બ્રમણથી સુખરૂપ માનતી હતી. આજે એ જ કંકણને અવાજ મને દુખકારી લાગવાથી રાણીઓને પણ ભારરૂપ લાગ્યા. કંકણ એના એ હોવા છતાં મને અને એ રાણીઓને એક વખત સુખરૂપ અને અત્યારે દુઃખરૂપ લાગ્યા. તેનું કારણ શું? એનું કારણ એ છે કે કંકણ કંઈ સુખ કે દુઃખરૂપ નથી પણ જીવની શાતા અશાતાના ઉદયના સંયોગો સુખકર કે દુઃખકર લાગે છે. શાતાનો ઉદય હતો ત્યારે કંકણે સુખકર લાગતા હતા અને અશાતાને ઉદય થતાં એ જ કંકણે દુઃખકર લાગ્યા. આ રીતે સંસારના બધા પદાર્થો દુઃખરૂપ છે. એમાં કઈ સુખ છે નહિ. છતાં મેહમાં ઘેલે બનેલે જીવ એમાં સુખ માની ઝાંઝવાના જળને સાચું જળ માની દોડનાર અજ્ઞાન હરણિયાની જેમ પરિગ્રહ વધારવા માટે દોડે છે, અને સંયોગો ફરતાં દુઃખ પામે છે, પણ એને ખબર નથી કે આ અંગે અને સંપત્તિ ક્યાં શાશ્વત રહેનારા છે. આ જગત એટલે પરિવર્તનશીલ સંગેનું ઘર છે.
દેવાનુપ્રિયો ! નમિરાજર્ષિએ એક કંકણના અવાજથી રોગગ્રસ્ત અવસ્થામાં પણ કેવી ભવ્ય ને સુંદર વિચારણા કરી અને એકત્વ ભાવનાની વિચારણામાં લીન બન્યા. તમને પણ અનુભવ તે છે ને કે તમે જ્યારે પરણ્યા ન હતા ત્યારે એકલા હતા. એકલા માણસને કોની સાથે ઘર્ષણ થાય? પછી પરણ્યા એટલે પતિ-પત્ની બે ભેગા થયાં એટલે કયારેક બંને વચ્ચે ઘર્ષણ થાય ને ચકમક ઝરે. એથી આગળ વધતાં સંતાન થાય એટલે ઘર્ષણ વધ્યું. બે સંતાન થયા ત્યાં વળી વધુ ઘર્ષણ થયું. પુદય જાગતાં વહેપાર
૭
૧૨
છે.