________________
વ્યાખ્યાન ન–૬ અષાડવદ અને શુક્રવાર “જાગૃતિને ઝણકાર
તા-૮-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંત ઉપકારી તીર્થકર ભગવંતોએ મહામંગલકારી, કલ્યાણકારી, પાવનકારી અને શાંત સુધારસનું પાન કરાવતી અનુપમ વાણી ભવ્ય જીના કલ્યાણ માટે પ્રકાશી. ભગવંતે રાગ, દ્વેષ, મહાદિ કષાયોને નિર્મૂળ કરી આત્મરમણતા રૂપી અમૃતરસને સ્વાદ અનુભવ્યો છે એ એમણે જગતના જીને ઉપદેશ્યો છે. આ વાણીના આધારે આપણે શાંત સુધારસનો સ્વાદ ચાખી શકીએ છીએ પણ એને સાંભળી કે જાણી લેવા માત્રથી એ સ્વાદનું આસ્વાદન કરી શકાય નહિ. જિનવાણીને સ્વાદ કયારે આવે ? શાસ્ત્ર ભણ જવાથી કે મોટા વિદ્વાન બની જવાથી નહિ પણ જિનેશ્વર ભગવંતે કહેલા સિદ્ધાંતેમાં કહેલી શુભ ભાવનાએ ચિત્તમાં ઉતારવી પડે, એના રંગે હૃદયને રંગવું પડે ત્યારે તેને સાચે સ્વાદ અનુભવી શકાય.
બંધુઓ ! જિનવાણુનો અંતરમાં સાચે રણકાર જગાડે હોય તે હૈ અને એનાથી વીંધવું પડે. વીંધવું એટલે સમજો છો ને ? પારાથી સેનું વિધાય છે, એને રસધ કહે છે. એટલે કે પારાના અણુ અણુએ સેનાની આરપાર ઉતરી જાય છે. તે સેનાની પીળાશને દૂર કરી તેમાં સફેદ લાવી દે છે. એ સોનું રત્ન અને મોતીની જેમ ચમકવા લાગે છે. બસ એજ રીતે શાંત સુધારસ વહાવનારી પ્રભુની વાણીથી અને શુભ ભાવનાઓથી આપણા હૃદયને વીંધવાનું છે. એનાથી હૃદય વીંધાઈ જાય એટલે એ વાણુને એકેક બેલ અને શુભ ભાવનાને એક અંશ હૈયામાં આરપાર ઉતરી જાય તેથી હૈયામાં ભરેલી અશુભ વાસનાઓ નીકળી જાય છે ને શુભ વાસનાઓ દાખલ થાય છે. ત્યારે એને સાચે સ્વાદ ચાખી શકાય છે. શાસ્ત્રો જ્ઞાનને બેધ આપે છે પણ તેમાં રસ જગાડે તે પોતાનું કામ છે. દા. ત. તમે કેરીનું સુંદર ફળ જોયું. તે જોઈને તમને તેનો બાધ તો થયે કે આ કેરી દેખાવમાં સુંદર છે. સ્વાદમાં મીઠા મધુરા રસવાળી છે. તેના રૂપ, રસ, ગંધનું જ્ઞાન થયું પણ એને સ્વાદ કયારે આવે ? જીભ ઉપર એક ટૂકડે મૂકીને ચાખે ત્યારે જ તે? તેમ શાસ્ત્ર જ્ઞાનામૃતને રસ પણ એ વાણી ઉપર શ્રદ્ધા કરી, આચરણમાં ઉતારવાથી થાય છે. બાકી ફક્ત જ્ઞાન મેળવવાથી એને રસ આવતો નથી.
આજે માનવી વીતરાગ વાણી સાંભળે છે પણ તેને જોઈએ તે સ્વાદ આવતું નથી. તેનું કારણ સમજ્યા? તેનું કારણ એક જ છે કે જીવે પાંચ ઈન્દ્રિઓના વિષયમાં સુખ માન્યું છે. પૈસા મેળવવામાં ને તેનાથી જ માણવામાં આનંદ માન્ય છે, પણ અજ્ઞાન દશામાં જીવને ખબર નથી કે આ સંસારના વિષે વિષાદથી ભરેલાં છે. ઘડીમાં એના