________________
શારદા દર્શન એટલે શાકની સુગંધથી ત્યાં કીડીઓ ઉભરાણી. ટીપાં પાસે જતાં જ ગંધથી બધી કીડીઓ ઢળી પડી.
દયાના વહેણ વહાવનાર મુનિની અનુકંપા : ઘણી કીડીએની હિંસા જોઈ કરૂણના સાગર ધર્મરચી અણગારનું હૃદય કંપી ઉઠયું. આત્મા રડી ઉઠશે. અહે! એક જ ટીપું મૂકયું ત્યાં આટલી કીડીઓની હિંસા થઈ તે આટલું બધું શાક પરઠવી દઉં તો કેટલી હિંસા થશે ? આટલા બધા જીની હિંસા થાય તેના કરતાં આ શરીરમાં આહાર પરડવું શું ખોટું ? આમ વિચારી બધું કડવું શાક અમૃતની જેમ આરોગી ગયા પછી ભૂમિને પૂછ વસ્ત્ર, પાત્ર, રજોહરણ બાજુમાં મૂકીને બધા ઉપકરણ વસરાવી દીધા. અને તે સર્વ ને ખમાવી સંથારો કર્યો. નસેનસમાં વિષ પ્રસરી જતાં નસેનસ તૂટવા લાગી. પણ મુનિ એ વિચાર નથી કરતાં કે તેનાગશ્રી ! તે મને આ આહાર વહેરાવ્યો? તે કંઈ વિચાર ન કર્યો ? બસ એ તે આત્મધ્યાનમાં લીન બન્યા. સમાધિ ભાવે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા.
સંતની તપાસ કરતાં મુનિને લાગેલે આઘાત શિષ્યને આહાર પરડવા ગયા ને ઘણા સમય થી પણ પાછા ન આવ્યા ત્યારે ગુરૂને ચિંતા થઈ કે મારો તપસ્વી શિષ્ય હજુ કેમ ન આવ્યો? મુનિર્વાદમાં પણ ચિંતા થઈ કે હજુ કેમ ન આવ્યા? તમારો દીકરો દીકરી કુલેથી ટાઈમ થવા છતાં ન આવે તે તમને ચિંતા થાય છે ને? એમ સંતોને પણ શિષ્ય પુત્ર સમાન વહાલા હેય છે. બીજા સંતે જંગલમાં ધર્મરચી અણગારને શેધવા ગયા ખૂબ દુર ગયા તપાસ કરતાં ધર્મરૂચી અણગારનું કલેવર જોયું, વસ્ત્ર પાત્ર બાજુમાં પડેલા જોયા. આ જોઈને મુનિબે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા. અહે! અમારા તપસ્વી વિનયવંત, ગંભીર સંત! તમે કયાં પહોંચી ગયા? એમ બેલીને રડતા રડતા વસ્ત્ર, પાત્ર રજોહરણ બધું લઈ કલેવરને ત્યાં વસરાવી સંતે ગુરૂ પાસે આવ્યા. આવીને બધી વાત કરી. ગુરૂનું હૃદય પણ પીગળી ગયું ? આ શું થઈ ગયું ? ત્યાં ગુરૂએ જ્ઞાન દ્વારા જાણ્યું પોતાને શિષ્ય ધર્મરૂચી કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. ને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થઈમેક્ષમાં જશે.
ઉસી જ્ઞાનસે નાગેશ્રીકા, ચરિત્ર લીના જાન, સંવર સ્થાન પર આવકીની, ડુબી તિરની સ્થાન હતા
ગુરૂએ જ્ઞાન દ્વારા કડવે ઝેરી આહાર પહેરાવનાર નાગશ્રીને પણ જાણી લીધી, અને સહેજે મુખમાંથી શબ્દ સરી પડયા કે હે નાગશ્રી ! તે આ શું કર્યું? તારું શું થશે? સંવરના સ્થાનમાં તે આશ્રવ કર્યો? અને તરવાના સ્થાનમાં તું ડૂબી ગઈ? આ પ્રમાણે બોલાઈ ગયું. શિષ્યોને જાણ થતાં અરરર...આમ થયું! તેમ સહુ બેલ્યા. વધુ ભાવ અવસરે.