________________
થાય છે, તે જીવે, સંસાર સુખનું કારણ–ભેગેને નથી ભોગવતા છતાં પણ ચિત્તના વ્યાપારરૂપ પરિણામોથી તેઓ આપમેળે કર્મોથી બંધાઈ જાય છે એટલે કે પરવશ થઈ જાય છે. ભાવાર્થ- આ લેક તેમજ પરલેક સંબંધી ભેગની અપ્રશસ્ત અભિલાષા (ઈચ્છા) ઓને તથા કષાયરૂપ ઝેરી પરિણામને આધીન થઈ મહા મલિન છે ચિત્ત જેમનાં, એવા પ્રાણીઓ અવર્તમાન વિષયના વાછક અને વર્તમાન વિષયમાં અત્યંત આસક્તગૃદ્ધ થઈ જાય છે. તેઓ, ભલે ભેગેને બહારથી જોગવતા નથી, છતાં પણ પોતાના અંતરંગ અશુદ્ધઝેરી વિષયકષાયરૂપ પરિણામેથી કર્મોને નિરંતર બાંધે છે.
ઝેરી પરિણામેથી એવાં નિબિડ કર્મો બંધાઈ જાય છે કે, તેમનાથી પ્રાણીઓ છૂટી શકતા નથી.
રાશિવરજીવો તાળો માળા. सक्तास्त्यजन्ति सदध्यानं धिग् हो मोहतामसं ॥ २६ ॥ અર્થ- બડિશ (માછલીને પકડવાને કાંટે), તે ઉપર લાગેલ માંસ સમાન ભેગ-સુખથી છૂટવું અત્યંત કઠિન છે, તેમ વિષયોમાં આસક્ત થયેલ મનુષ્ય ઉત્તમ આત્મ ધ્યાનનું આરાધન કરવું છોડી દે છે, માટે મેહરૂપી અંધકારને ધિક્કાર છે. ભાવાર્થ- માંસની લોલુપી માછલીઓને પકડવાને નદી આદિમાં મનુષ્ય કાંટા નાખે છે, અને એની અણીના ભાગ ઉપર થોડું માંસ લગાડી દીધેલ હોવાથી માછલીઓ બિચારી