________________
་་ ་ ་
་ ༢ར་རཱཀ ན -
રજપુત જાતિના સાદરથની સમાલોચના. ર૮ પ્રસિદ્ધ છે. તે સઘળી જાતિઓ, આજ પણ રાષ્ટ્રદેશમાં વાસ કરી, પિતાના પૂર્વ પુરૂષ શક લેકેના પ્રાચીન આચાર વ્યવહારને સમભાવે પાળે છે. આપણે તેઓના પર્વના પાષાણ સ્તંભ ઉપર સ્પણાક્ષરે લખેલ છે જે તેના પુર્વ પુરૂષ રથમાં બેશી સંગ્રામ કરતાં કરતાં, સંગ્રામમાં હણાયા છે.
સ્ત્રી જાતિ તરફ વ્યવહાર-આર્ય વીરરજપુત જેમ પિતાની ગૃહલક્ષ્મી સ્વરૂપ સ્ત્રીને તરફ શિષ્ટ વ્યવહાર ચલાવે છે તેમ પ્રાચીન જર્મન, કંદનાભીય અને છત કો પણ પોતાની સ્ત્રીઓ તરફ શિષ્ટ વ્યવહાર ચલાવતા હતા. એ વિષયમાં એ સઘળી જાતિમાં જેવું પરસ્પર સાદૃશ્ય જોવામાં આવે છે તેવું સાદ, શ્ય બીજા વિષયમાં બહુજ ડું જોવામાં આવે છે.
ટસિટસે વર્ણવેલ છે જે જર્મનલે કે પ્રાચીનકાળમાં સંકટ સમયે, શ્રી નીમંત્રણ દૈવવાણી માની જાણતા હતા. કવિવર ચંદભાટના ગ્રંથમાં રજપુતનું તે વિષયમાં તેવું વિવરણ માલુમ પડે છે. તેઓ કુળકામિનીના નામની સાથે “દેવી એવું ઉપનામ દાખલ કરતા હતા. રજપુત અને જર્મને પોતાની સ્ત્રીને પિતાના જીવનનું જીવન સ્વરૂપ અને હૃદયની અદ્ધભાગિની છે એમ માનતા હતા. રજપુતે અને જરમનમાં એવી પ્રથા હતી કે તેઓ પોતે જીવતાં છતાં પિતાની સ્ત્રીઓને કેઈપણ પ્રકારે હરીજવા દેતા નહી હતા. પરંતુ જે કદાચ એવો પ્રસંગ આવે અને કઈપણ જાતને ઉપાય નહેય તે પિતાની સ્ત્રીઓને ચીતામાં ખડકી, બાળીદઈ, તેઓ શત્રુ સાથે લડતા હતા. અથવા પોતાના હાથે તે સ્ત્રીનું છેદન કરી, શત્રુની સાથે યુદ્ધ કરતા હતા. એ હૃદયવિદારક વતાનુષ્ઠાનનું વિસ્તૃત વિવરણ, મેવાડના ઇતિહાસમાં પ્રકટિત થશે.
છૂત-જર્મન, રજપુત શીથ વિગેરે સઘળી પ્રાચીન જાતિની દ્યૂતકડામાં વિશેષ આસક્તિ જોવામાં આવે છે. એ અનર્થકારી ખેલથી બહુ અનિષ્ટ બનાવ બનવા પામ્યા છે તે સહુ કેઈથી અવિદિત નહિ હેય.
જર્મનલે કે, પિતાનું સર્વસ્વ અને પિતાની સ્વતંત્રતા દૂધૂત રમવામાં મૂકી દેતા હતા અને તે ખેલમાં હારતા હતા ત્યારે તેઓ જીતનારથી દાસભાવે રહેતા હતા અને તેઓને જાહેર સ્થળે ગુલામ તરીકે વહેંચવામાં આવતા હતા. એ સર્વે નાશ કરનારી યુતકીડામાં વિહિત થઈ, પાંડવો પોતાની ધનસંપત્તિ હારી છેવટે હૃદયની અદ્ધભાગિની ટ્રિપદીને પણ જુગારની રમતમાં મુકી દેવાને જરાપણ લજજા પામ્યા નહોતા. તેઓની આ ભંયકર તાસક્તિથી ભારતનું જે વિષમ અનિષ્ટ થયું છે તેનું પ્રસિદ્ધ ચિહ, હાલ પણ કુરૂક્ષેત્રના ભીષણ સ્થાનમાં સ્પષ્ટભાવે રહેલ છે.
૧ સરખી રીતે ૨ પાળીયો ૩ સારે ૪ સલાહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com