________________
१२६
ટેડ રાજસ્થાન.
પિતાની સેના સાથે, પિતાના દેશમાં જવા નિસરે, તે દીવસે, મહીષી પદ્મિની સમ્રાટ પાસે આવી હાજર થાય, વળી તે સમ્રાટને એ પણ નિવેદન કર્યું જે હે મહીપાલ ! આપ ખુદ સમ્રાટ છે. પદ્મિની પણ આબરૂદાર રજપુત કુટુંબની મહિલા છે. તેમાં યથાપ્રવક્ત સંમાન જળવાય અને બન્નેની આબરૂમાં વ્યાઘાત ન આવે તેવા ઉપયોગી આયજન સાથે તે પદ્મિની આપના રૂબરૂ આવશે, જે સઘળી રજપુત સીએ, તેની બાળ સહચરીઓ છે. જેઓને નહી દેખવાથી પધિની એક ક્ષણવાર પણ જીવન ધારણ કરી શકે તેમ નથી તે સઘળીઓ છેવટની વિદાયગીરી લેવા તેની સાથે સમ્રાટની છાવણી સુધી આવશે. વળી તે શીવાય જે ક્ષત્રીય સ્ત્રીઓ દિલ્લી સુધી તેની સંગે આવવાની છે તેઓ પણ પદ્મિની સંગે આવશે. તેઓ સઘળી કુળ કામિની છે. તેઓએ કઈ દીવસ ઘરની બહાર પગ મુક્ય નથી. આજ પણ તેઓ પિતાના જ ઘરમાં રહે છે. પણ તે સમ્રાટ ! આપની પાસે અમારૂં વળી એક નિવેદન છે. જે એ સ્ત્રીઓ જેવી રીતે આપનીજ મનપસંદતાના માટે કુળ માદાને જળાંજલી દઈ આપની પાસે આવે છે. તે આપ, તેઓની કુળ મર્યાદા જળવાય તેમ કરવામાં વિશેષ મનોયોગી થશે. જે જે સમ્રાટ ! કોઈ પણ લેક કેતુહલથી પણ તેઓની પાલખી તરફ જોઈ ન શકે. તેમ થવાથી અંતઃપુરના ચાલતા નિયમમાં વ્યભિચાર થાશે. અલ્લાઉદીન, તે સઘળા વિષયમાં સંમત થયે નિરર્થક આશા ભરેસામાં ભેળવાઈ અલાઉદીને એવું ન જાણ્યું જે સતી પ્રધાન હીંદુ મહિલા સ્વહસ્તે પિતાના હૃદયપિંડને છેદન કરે? અને સહાસ્ય વદને અગ્નિ શીખાને આલિંગન કરે! પણ પ્રાણ થકી વહાલા અને સ્વર્ગ થકી પવિત્ર સતી ધર્મને હીંદુ મહીલા ત્યાગ કરેજ નહિ.
કમે મુકરર કરેલ દીવસ પાસે આવ્યો જોતા જોતામાં સાત પાલખી ચિતેડ પુરીની બહાર નીસરી. તે સમ્રાટની છાવણી તરફ રવાના થઈ. પ્રત્યેક પાલખીને ગુપ્ત અસ્ત્ર ધારણ કરનાર કપટ વેશધારી છે પુરૂષ વહન કરતા હતા. પ્રત્યેક પાલખીમાં ચિતોડને એક વીર, શસ્ત્ર સજજીને બેઠા હતા. જોતા જોતામાં એ સાત સે પાલખીએ સમ્રાટના તંબુ પાસે આવી પહોંચી. પાલખીઓમાંથી એકએક પાલખીઓ તંબુમાં ગઈ. પત્નિ પદ્મિનીની સાથે અડધી કલાક મેળાપ કરવાને ભીમસિંહને હુકમ મળે હતો, તે હુકમના અનુસાર તે સઘળી પાલખીની પાસે આવ્યું. તેના સૈનીકેએ સાવધાન થઈ તેને એક પાલખીમાં બેસારી દીધા. તક્ષણ પાલખી વહન કરનારાઓ તે પાલખી લઈ છાવણની બહાર આવ્યા. તેની સાથે વળી બીજી કેટલીક પાલખીએ બહાર આવી, બાકીની પાલખીવાળા અને પાલખીમાં બેઠેલ રજપુતે અલાઉદીનની આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. અડધી કલાક ચાલી ગઈ. ભીમસિંહ, તેટલા સમયમાં પાછો ન આવવાથી અલાઉદીનના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ઈષ્ય પરવશ થઈ, અલાઉદીન તે સઘળી પાલખીઓ પાસે આવ્યે, એટલામાં તેમાંથી સશસ્ત્ર રજપુતે બહાર આવ્યા. તેઓએ કુદી અલ્લાઉદીન ઉપર હુમલો કર્યો. અલ્લાઉદીન પાસે પણ સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com