________________
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
૩૬૯ વાસંતિક મૃગયા કરવાને રજપુતામાં મહત્સવ–પણ તે મહોત્સવ વ્યાપાર મેવાડના પક્ષમાં અનેકવાર અનિષ્ટકર થઈ ગયો છે. મેવાડના ત્રણ રાજાઓએ મહોત્સવમાં પ્રાણુ યા છે. એ વાસંતિ મૃગીયામાં રાણી અને રાવ એકઠા થાય તે બેમાંથી એકનું તે મરણ થાય છે. અરિસિંહ મૃગયા વ્યાપારમાં લિપ્ત થયો. મૃગયા પુરી કરી, રાણે પિતાને ઘેર આવતું હતું, એટલામાં હારવંશીય રાજકુમાર અજીતસિંહે પોતાના ઘડાને રાણું તરફ દોડાવી હાથના તીર્ણ ભાલાથી તેને વીંધી નાખ્યો. બાણવિદ્ધ કેસરીની જેમ રાણાએ અછતની સામે જોયું, અને કઠેર સ્વરે કહ્યું “અરે ! હાય ! તે આ શું કર્યું? રાણો મૃત્યુપાત થઈ ઘોડા ઉપરથી પડયે. એટલામાં ઈદ્રગઢના પાખંડ સરદારેએ આવી તેનું મસ્તક ખંડિત કર્યું. હારવંશીય સઘળા રજપુત અછત ઉપર પુષ્કળ નાખુશ થયા.
એમ કહેવાય છે જે મેવાડના સરદારની ઉશ્કેરણીથી બુંદી રાજકુમાર અજીતે આ અકર્મ કર્યું. સરદારો અરિસિંહ ઉપર ઘણા નાખુશ હતા. તેઓ તેના ઉપર હદયની ભકિત અને નિષ્ઠા રાખતા નહતા. જે સાલું બ્રા સરદારના પિતાએ રાણાના સ્વાર્થનું સંરક્ષણ કરવા, ઉજજીનના યુદ્ધમાં જીવન આપ્યું હતું. રાણાએ તેને એક્વાર બોલાવી કહ્યું જે તમે રાજ્યથી દૂર થાઓ. સાલું બ્રા સરદાર વજાહિત થયે. રાણાના આકસ્મીક અસંતોષ અને કઠેર આદેશનું કારણ પુછી તેણે વિનીત વચને તેની ક્ષમા માગી. પણ રાણે શાંત થયો નહિ. તેણે તે સરદારને ગંભીર સ્વરે કહ્યું, તું છે મારા હુકમનું પાલન નહિ કરીશ તે તારું માથું છેદીશ. નિરૂપાય થઈ સાલું બ્રા સરદારે રાણાને હુકમ પાળે. જતી વેળાએ તે ગંભીર સ્વરે બોલ્યા, “હું તે જવાને સંમત થયે ખરે પણ તેથી આપનું અને આપના પરિવારનું અનિષ્ટ થાશે, સરદારના વચન યથાર્થ નીવડયાં.
રાણાની તે હત્યાના સમયમાં અધમ પુરૂષ સરદારો અને સિનિક અરિસિંહનું શબ છોડી ચાલ્યા ગયા. રાણાની એક ઉપપત્નિ ત્યાં હાજર હતી. તેણે રાણાની અંત્યેષ્ટિ કીયા કરી ઉત્કૃષ્ટ ચંદન કાષ્ટ દ્વારાએ તેણે એક ચિતા તૈયાર કરાવી. ઉપપતિનો મૃતદેહ ખળામાં લઈ, તે પ્રચંડ ચિતાનળમાં પિડી. સંમુખે એક વટ વૃક્ષ હતું. સહમરણોન્મુક સ્ત્રીએ, તે વટ વૃક્ષને સાક્ષી રાખી ઉપપતિના હતાને અભિશાપ આપી બોલી, વનસ્પતિ, તું ! સાક્ષી છે. જે સ્વાર્થ સાધન કરવા માટે વિશ્વાસ ઘાતકતા કરી. પ્રાણુ મારા પ્રતિની જે પાંખડીએ હત્યા કરી છે, તે પાંખનું સગબે માસમાં ગળી પડશે.
રાણો અરિસિંહ બે પુત્રને બસે રાખી સ્વર્ગવાસી થયે. તેમાં પહેલાનું નામ હમીર અને બીજાનું નામ ભીમસિંહ હતું. સંવત્ ૧૮૨૮ (ઈ. સ. ૧૭૭૨) માં હમીર ગૌરવહીન મેવાડના સિંહાસને બેઠે. હમીરની ઉમ્મર તે સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com