________________
રાણા દ્વિતીય પ્રતાપસિંહ વી
૩૮૫
અગર જો કે તે મેવાડનું મેહસુલ આત્મસાત કરી ગયા. પણ તેનાથી જે સામાન્ય ઉપકાર થયા તે રજપુતેા ભુલી ગયા નહિ. એ સમયે ચંદાવત રજપુત, પેાતાની પૂર્વ ક્ષમતા પામ્યા જેથી રાજમંત્રી શિવદાસ અને સતિદાસના મનમાં આશકા રહી. પોતાના ભાઈ સામજીના મૃત્યુ વૃત્તાંત સભારી તે જુદી જુદી જાતની પીડાથી પીડિત થાતા હતા. તેની ખાત્રી હતી જે ચંદાવન રજપુતે તેએની વિરૂદ્ધે પ્રપ`ચ કરશે. એવી આશંકામાં પડી, હીનસાહસ શિવદાસે અને સતિદાસે અખજીની સેનાની મદદ માંગી અને મેવાડમાં એક સરકારી સેનાદળ રહે એમ અબજી પાસે તેઓએ માગણી કરી. તેએ અણુતા હતા જે અંખજીની મદદ શિવાય રાણાના અને પેાતાના સ્વાર્થે અખડિત રહે તેમ નથી. તે માટે તે મહારાષ્ટ્રીય પ્રસન્નતા મેળવવા ચેષ્ટાવાળા હતા. અબજીએ, તેના કહેવા પ્રમાણે બંદોબસ્ત કરી આપવા સંમતિ આપી તેની સેનાના ભરણપાષણ માટે વાર્ષિક આડે લાખ રૂપીઆ આપવાનેા ઠરાવ થયા. રાજ્યમાં દુહની દૃષ્ટિ પડવાથી મ`ગળની આશા રહી નહિ. દુર્ભાગ્યવાળા રાણાએ પેાતાના રાજ્યની ઉન્નતિ કરવા અનેક ચેષ્ટા કરી પણ તે સઘળી નિષ્ફળ નીવડી. તે એક દિશાએ રક્ષણ કરવા જાતા તે બીજી દિશાએ અમંગળ માલુમ પડતું. ટુકામાં મેવાડનુ મંગળ નહોતું. ચારે દિશાએ અસતેષ ચારે તરફ વિરક્તિ અને ઠેકાણે ઠેકાણે વિલાપના અવાજ. રાજકાષ ખાલી થઇ ગયા, અને રાણા એટલે બધા અહીન થઈ ગયા જયારે સંવત્ ૧૮૫૧માં જયપુરના રાજકુમાર સાથે પોતાની બહેનને પરણાવવામાં મહારાષ્ટીય સેનાપતિ પાસેથી ૫૦૦૦૦૦ રૂપીઆ કરજે લીધા હતા ત્યાર પછીના બે વર્ષમાં બે ત્રણ વર્ણનીય ઘટના ઘટી. પહેલી ઘટના રાજમાતાને પરલેાકવાસ, બીજી ઘટના. રાણાને નવકુમારનેા, લાભ ત્રીજી ઘટના ઉદયસાગરને પ્રચ'ડ જલેચ્છવાસ છેવટની ઘટનાથી મેવાડનું પુષ્કળ નુકશાન થયું. તે ઘટનાથી સરાવરના પાણીએ ભારી ઉભરાઇ નગરના ત્રીજા ભાગને ખાળી દીધા.
અબજીનું ભાગ્યગગન ક્રમેક્રમે પરિષ્કૃત થયું. સં. ૧૮૫૧ માં સિધીયાએ તેને પોતાને ભારતવર્ષના પ્રતિનિધિ કરી સ્થાપ્યા. અબજી, ગણેશપતને પોતાના પ્રતિનિધિ નીમી મેવાડમાંથી પ્રસ્થાન કરી ગયેા. શાવે અને શ્રીજી મેતા નામના રાણાના બે કર્મચારી હતા.
તે બન્ને અધિકારીઓ ગણેશપતની સાથે રહી કામ કરતા હતા. પોતાની સ્વલ્પકાળવ્યાપિની પ્રભુતાથી મદમત્ત થઇ તે ત્રણ આશામીએએ નૃશંસભાવે મેવાડનું શાણિત પીધું. અબજીએ ગણેશપતને પદચ્યુત કરી તેના ઠેકાણે રાયચંદને નીમ્યા. રાયચંદ અબજીના પ્રતિનિધિ થયા. ખરે પણ કોઇએ તેની
૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com