________________
મારવાડ–વીકાનેર.
૬૪૧
સુરતસિંહની એ રાક્ષસી માતાથી રાજસિંહે પ્રાણ ખેયા. સુરતસિંહ રાજ માતાને ઉપયુક્ત પુત્ર શુન્ય રાજસિંહાસનને કબજે કરવા માટે તેણે તેના બીજા ભાઈઓને સ્થાનાંતરિત કર્યા.
' પ્રતાપસિંહ અને જયસિંહ નામના બે પુત્રને વાસે રાખી રાજસિંહ મરણ પામ્યું. તેના મૃત્યુ પછી, બળ પૂર્વક રાજગાદી કબજે ન કરી, કેશલથી તે કબજે કરવાનું સુરતસિંહે વિચાર્યું , આજ સુધી તે પ્રતિનિધિ પદે નીમાયેલ હતે. અઢાર માસ તેણે તે પદનું કામ ચતુરાઈથી કર્યું. તેણે તે અવસરમાં મીઠાં ભાષણથી રાજના સરદારને હસ્તગત કયા. છેવટે સુરતસિંહે મોટા મેટા સરદારોને પિતાને મનભાવ વ્યક્ત કહી આપે, તેને મદદ આપવા તેણે તે સાથે ભૂમિસંપતિ આપી રાજી રાખ્યા. બબ્લીચારસિંહ નામને એક રજપુત તેને ગુઢ અભિપ્રાય પ્રથમથી જ જાણતા હતા. બMીચારસિંહનાં ચાર પેઢીના પૂર્વ પુરૂષો વીકાનેરમાં દીવાનનું કામ કરતા આવ્યા હતા તેઓ રાજ્યમાં પરમ વિશ્વ સ્ત ગણાતા હતા, બખ્તીયારસિંહ, સુરતસિંહને ગુઢ ઈરાદો વ્યર્થ કરી દેવા પ્રયત્ન આદર્યો. પણ તે યો બીલકુલ અસમયે શરૂ થયા. એટલે બખ્તીયાર સિંહના પ્રયત્ન વિફળ થયાં એટલું જ નહિ, પણ દુરાચાર સુરતસિંહે તેને કારારૂદ્ધ કર્યો. ત્યાર પછી ખડગદ્વારાએ સઘળા વિદને કાપી નાંખી રાજ્ય લેવાના ઈરાદાએ સુરતસિંહે કેટલુંક સૈન્ય સંગ્રહ કર્યું.
પણ તે બાળક રાજકુમારને હસ્તગત કરી શક્યો નહિ, છેવટે તેણે વીકનેરના સામંતને કહી મોકલાવ્યું જે સુરતસિંહના હુકમથી સઘળા સરદારેએ વિકાનેરમાં હાજર થવું, બે સરદાર સિવાય બીજા સરદારેએ તેને હુકમ પાળવા અસ્વીકાર કર્યો. તે સમયે તે સઘળા સરદારે એકઠા થઈ સુરતસિંહને પદસ્થૂત કરતા તે વિકાના સંતાનને વૃથા રક્તપાત થાત નહિપણ તે અભિતત સરદારે તેને દર્પ ચુર્ણ કરી દેવા કોઈપણ ઈલાજ ન લેતાં પિતપોતાના કીલ્લામાં બેસી રહ્યા, સુરતસિંહ સેના એકત્રીત કરી નહુર નામના સ્થળે આવે, ત્યાં વક્કોના સરદારને જુદાં જુદાં પ્રલેભન બતાવી પિતાના પક્ષમાં તેને લેવા તેણે ચતુરતા કરી, તેને નહર કીલ્લામાં રાખી તે અજીતપુર નામના નગર તરફ ચાલે, થોડા સમયમાં તે નગર તેના વિદ્ધવાનળમાં બળી ભસ્મ થયું. સુરતસિંહ તેનું સર્વરવ હરી લંક નગર તરફ ચાલે. ત્યાં જઈ તેણે તેના ઉપર હુમલો કર્યો. ત્યાંના અધિપતિ દુર્જનસિંહે વીરચિત કાર્ય કરી નગરના બચાવની ચેષ્ટા કરી પણ જ્યારે તેની કોઈ પણ ચેષ્ટા ફળવાળી થઈ નહિ, ત્યારે આત્મરક્ષાને ઉપાય ન જતાં તે આત્મઘાતી થયે, તેને ઉતરાધિકારી શંખલિત થયે. કુલ સુરતસિંહે શંકુના સામંત પાસેથી બારહઝાર
૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com