________________
(9૫૮
ટૅડ રાજસ્થાન.
wwww
ળીના દિવસે દળ સાથે એક પુષ્કરીણીમાં નહાતા હતા. ઢેલારાય ત્યાં પિતાના સૈનીકે સાથે રાહુનસિંહ ઉપર પડયો. પુષ્કળ માણસના લોહીથી સરોવરનું પાણી લાલ થયું.
વિશ્વાસઘાતકતા, કૃતનતા, અને કાપુરૂષતાની મદદે પિતાને હલકે ઉદ્દેશ સાધી તેણે પોતાના પરામશદાતા મીનકવિને પણ સંહાર કર્યો. તેના મનમાં વિશ્વાસ આબે જે જાણે પોતાના પ્રભુ મીનરાજનું અનિષ્ટ કર્યું તે તેનું અનિષ્ટ કેમ નહિ કરે ! ત્યારપછી તે ઢોલારાય દેવશા જનપદમાં ગયે. તે જનપદ તે સમયે વીર ગુર્જર ગોત્રના રજપુતના તાબામાં હતું. ઢોલારાયે તેની પુત્રીનું પાણીગ્રહણ કરવા ચાહ્યું. તેમાં તે રજપુતે ઉત્તર આપે, “તે શું તે શી રીતે થઈ શકે ! આપણે બને સૂર્યવંશીય. જુઓને હજી આપણી વચ્ચે સે પેઢી પણ ગુજરી ગઈ નથી. તે રજપુતની ગણનામાં ભુલ થઈ હતી. તેણે વિચારી જોયું તે માલુમ પડયું જે ઢોલારાય સાથે તેની પુત્રી પરણી શકે ખરી. ત્યારે વીર ગુર્જર પોતાની દીકરી ઢેલારાયના હસ્તમાં આપી. વીર ગુર્જરને એક પણ પુત્ર પેદા થયો નહોતો. જામાતાના ગુણે સંતુષ્ટ થઈ તેણે પિતાનું રાજ્ય પણ જામાતાને આપી દીધું. લારાયની રાજ્યસીમા વધી તે પણ તેની તૃપ્તિ થઈ નહિ.
ત્યાર પછી તેણે શીરે નામના મીનલેકને હરાવ્યા. તે મીન લોકના રાજાનું નામ રાવનાતો હતું. રાવના સાચા નામના નગરમાં રાજ્ય કરતું હતું, રાવનાતાને પરાજય કરી તેણે માનગર કબજે કર્યું. તે નગરમાં તેણે પોતાનું રાજપાટ ફેરવ્યું, ત્યાર પછી માનગર રામગઢના નામે પ્રસિદ્ધ થયું,
એ સઘળી ઘટના પછી થોડા દિવસે ઢાલારાયે અજમેર રાજની દુહિતા મારૂલીનું પાણિ ગ્રહણ કર્યું. એકવાર તે નવોઢા પત્ની સાથે જેબાહી માતાને પૂજે પહાર દઈ પિતાના શહેરમાં આવતો હતો એટલામાં તે પ્રદેશના સઘળા મીન લેકેએ એકઠા થઈતેને માર્ગ રોક. મીનલોકો અગીયાર હઝાર હતા. તેવિશાળ પાર્વતીય સેના સાથે ઢોલારાય યુદ્ધમાં ઉતર્યો, અનેક મીનવીરે તેના હાથથી રણ સ્થળે પડયા. પણ તે પિતાના પ્રાણની રક્ષા ન કરી શકવાથી તે રણસ્થળે તેણે પ્રાણ છોડયા. મીન લેકે યી થયા. ઢોલારાયની બાકીની સેના પ્રાણુભયે પલાયન કરી ગઈ મારૂલી પણ પલાયન કરી પ્રાણ રક્ષા કરી શકી તે કાળે તે ગર્ભવંતી હતી, થોડા દિવસ પછી પુત્ર સંતાનને પ્રસવ થયે. તેનું નામ કંકુળ રાખ્યું કંકુળે, ઉંદર પ્રદેશ છે. તેના પુત્ર મૈકુળદેવે સુશાવત મીન લેક પાસેથી અંબર પ્રદેશ છીનવી લીધે. તે અંબરમાં મનના અધિપતિ રાવ ભામે વસતે હતે. તે સિવાય નંદલા મીનને હરાવી મૈકુલરાવે ઘણા પ્રદેશ અંબરમાં ભેળવી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com