________________
७६४
રૅડ રાજસ્થાન,
w
મોગલ સમ્રાટ જહાંગીરે ખુશરૂને પક કેદ કર્યો. વળી તેણે તેના અનુચરને ભયંકર રીતે સંહાર કર્યો. અંબરરાજ માનસિંહ પ્રબળ પરાકાંત હોઈ જહાંગીરથી તે જાહેરમાં તેના પ્રપંચિક કામના માટે શાતિ પામે નહિ. તે સમયે વીશ હઝાર રજપુતોની સેના તેના તાબામાં હતી. અંબરના રાસાગ્રંથમાં લખેલ છે. જહાંગીરે માનસિંહના દશ કરોડ રૂપૈયા દંડ કર્યા. ફેરીસ્તામાં વર્ણવેલ છે. અંબરરાજ માનસિંહ ઈ. સ. ૧૬૧૫ માં બંગાળા દેશમાં પહેલેકવાસી થયે.
માનસિંહના પર કવાસ ઉપર તેને પુત્ર ભાવસિંહ, અંબરના સિંહાસને સમ્રાટ જહાંગીરથી અભિષિક્ત થયે. રાવ ભાવસિંહ અતી લક્ષીણ બુદ્ધિવાળે હતે. બીલકુલ દીનભાવે માત્ર ચાર વર્ષ રાજ્ય કરી તે ઉત્કટ પાનાસક્તિથી ઈ. સ. ૧૬૪૧ માં પરલોકગામી થયે.
ત્યારપછી માતાસિંહ અંબરના સિંહાસને બેઠે. તે પણ તેના પિતાના જે પાનાસક્ત હતા. વળી ભારી લંપટતાના દેશે ફસાઈ જઈ તે મરણ પામે. મહારાજ માનસિંહના તે બંને અગ્ય ઉત્તરાધિકારીની બુદ્ધિની નબળાઈથી અંબરને ગૌરવ સૂર્ય ઘણા દરજજે નિસ્તેજ થયું. તે સમયે યોધપુરના રાજાઓ સમ્રાટની સભામાં પ્રાધાન્ય પામ્યા. જહાંગીરે પિતાની રજપુતાણી ભાય યોધાબાઈની મરચનાથી માનસિંહના પત્ર જયસિંહને અંબરના સિંહાસને અભિષિક્ત કર્યો. એ થકી સમ્રાટ જહાંગીરની પ્રિયતમ મહિષિ ઈષ્યવાળી થઈ. સમ્રાટે જયસિંહને અંબર રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો.
સિંહ રજપુતસ્થાનમાં મીરજા નામે પ્રસિદ્ધ થયે. તે માનસિંહને યેગ્યવંશધર ભાવસિંહ અને માતાસિંહની બુદ્ધિની નબળાઈને લીધે જે અંબરરાજ્ય હનતેજ થઈ ગયું હતું તે અંબરરાય આજ મીરજા જયસિંહની દક્ષતાથી ઘણે દરજજો સારી સ્થિતિમાં આવ્યું. ઔરંગઝેબના શાસનકાળમાં તેણે મોગલ સામ્રાજ્યના અનેક ઉપકાર કર્યો. તે સઘળા ઉપકારોને બદલામાં સમ્રાટે તેને છ હઝાર સિનિકોને સેનાપતિ બનાવ્યું. એ કુશાવહ વીર જયસિંહના કૌશળ જાળથી છત્રપતિ શિવાજી પકડાઈ ગયે. શિવાજીને નિરાપદે રાખવા જયસિંહે પ્રતિજ્ઞા લીધી હતી. પણ ઓરંગઝેબની કુટતાથી તેની તે પ્રતિજ્ઞામાં વ્યાઘાત થાય તેવું તેને માલુમ પડયું. જેથી તેણે મહારાષ્ટ્રસિંહ શિવાજીને પલાયન કરવામાં સહાય આપી. એવી રીતની મહાનુભાવકતા સામાન્ય કહેવાય નહિ. એ જયસિંહની કપટતામાં વીર્યવાન મેગલ રાજકુમારની સઘળી મહેનત સુફળ થઈ નહિ. તેની હશીયારી રાજકુમાર દારાની સાથે વિશ્વાસઘાતકતા, કરવામાં ક્ષીણ તેજ થઈ પડી. એવાં સઘળાં આચરણથી જયસિંહને સ્વભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com