________________
૭૮૫
યશલમીર નામની વ્યુત્પત્તિ. પૃથ્વી કંપિત થઈ આકાશ સમાચ્છન્ન થયું. રણઘંટા બાજવા લાગ્યા, ઘેડાએ ખોંખારવા લાગ્યા. દ્ધાઓ એક બીજા ઉપર લડવા દોડયા. શાહની સેના રણાંગણ છે પલાયન કરી ગઈ, તેના પક્ષના વીશ હઝાર સૈનિકો હણાયા, શાહ, ઘોડા, હાથી સિંહાસન વગેરે સેંપી પલાયન કરી ગયો, તે ભયાવહ યુદ્ધમાં સાત હઝાર હીંદુઓએ સ્વદેશ રક્ષણાર્થે યુદ્ધ સ્થળે પ્રાણ તજ્યાં જયારવે ઉપુલ થઈ મોટા અહંકાર સાથે યદુપતિ ગજ પિતાની રાજધાનીમાં આવ્યા, શત્રુઓની ક્ષતિમાં કાંઈપણ કસર રહી નહિ.
યુધિષ્ઠિરના ૩૦૦૦ ના વર્ષના વૈષાખ માસની ત્રીજના રવિવાર રહિણ નક્ષત્રના શુભ લગ્નનમાં યદુરાયગજ ગજનીના સિંહાસને બેઠે. એ મોટા જય લાભથી તેની કાતિ દઢ થઈ તેણે પશ્ચિમ ભાગના અનેક દેશ જીતી લીધા. અને કાશ્મીરરાજ કંદર્પદેવને પિતાની પાસે હાજર રહેવા દૂત સાથે કહેવરાવ્યું. પણ તે રાજાએ તેનુ કહેણ અગ્રાહ્ય કરી કહેવરાવ્યુ, “ યુદ્ધમાં જ્યાં સુધી તેમને પરાસ્ત કરી શકતું નથી. ત્યાંસુધી તેનુ કહેણ બીલકુલ અગ્રાહ્ય છે. તેનુ કહેણ માનવાથી હું જગતમાં કાપુરૂષ ગણાઈ ધૃણિત થાઉં.” રાજાગજે કાશમીર ઉપર હલ્લો કર્યો, અને ત્યાંની રાજકુમારીનું પાણિગ્રહણ કર્યું.તે રાજપુત્રીના પેટે શાલિવાહન નામનો એક પુત્ર પેદા થયે.
શાલિવાહનની ઉમ્મર બારવર્ષની થઈ તે સમયે ખબર આવ્યા જે ખેરાસાનથી વળી એક શત્રુસેના આવે છે. રાજા ગજે ત્રણ દિવસસુધી ભગવતીના મંદિરમાં ભગવતીની પૂજા કરી. ચોથા દિવસે દેવી તેની સમક્ષ દેખાઈ, અને બોલી. “દીકરા ! હવે ગજની દુશ્મનના હાથમાં પડશે, પણ તારા ભવિષ્ય વંશજો મુસલમાન ધર્મમાં દીક્ષિત થઈ ફરીથી ગજની હસ્તગત કરશે, ” એટલે શાલિવાહનને પૂર્વદેશના રજપુત રાજા પાસે મોકલી દે. ત્યાં તે પોતાના નામથી એક શહેર સ્થાપશે. રાજા! તું નિરાશ થઈશ નહિ, નિરાશ થવાને સમય નથી. જા સ્વદેશ રક્ષાથે જીવનનો ઉત્સર્ગ કરી પરલોકમાં વર્ગનાં સુખ જોગવ.”
ભગવતી કુળદેવીની પાસેથી પિતાનું ભવિષ્ય ભાગ્ય વૃત્તાંત જાણી લઈ જદુપતિ, ગજે પિતાના પરિવારવર્ગને બોલાવ્યો. અને કુમારશાલિવાહનને તેના હાથમાં સેં.
થોડા દિવસમાં શત્રુની સેના ગજનીથી ઘરે પાંચ કોષ ઉપર આવી પહોંચી. નગરના રક્ષણ માટે યદુપતિ ગજે, પોતાના કાકા સહદેવને રાખે. રાજગજ શત્રના સામે ચાલે, ખોરાસાનના અધિપતિએ પોતાની વિશાળ વાહિનીના પાંચ ભાગ કર્યો. બન્ને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાજાગજ અને યવનરાજ મરાણા. પાંચ પહાર સુધી ભયંકર યુદ્ધ ચાલ્યુ. એકલાખ મીર અને ત્રીશ હઝાર રજપુતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com