Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 893
________________ ૭૯૮ ટડ રાજસ્થાન. ખોયા. તેના સઘળાં ઘોડા અને ઉંટે વિજયી શાલિવાહનના હાથમાં આવ્યા એ પરાક્રમથી શાલિવાહનની કીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ. વિન્નર, વાનાર અને હાસ નામના શાલિવાહનના ત્રણ પુત્ર હતા. બદ્રિનાથની પર્વત માળા ઉપર એક રાજ્ય હતું તે પ્રદેશમાં યદુવંશીય નૃપતિઓ વાસ કરતા હતા. ગજનીમાંથી યદુકુળ વિતાડિત હોવાથી પ્રથમ શાલિવાહનની સંતુતિ તે સ્થળે વસતી હતી, તે પ્રદેશને રાજા આ સમયે અપુત્ર હતા. જે પરલેકવાસી હોવાથી રાજ્યસન રાજરહિત હતું. તેનું શુન્યસિંહાસન પૂરણ કરવા માટે કેટલાક તેઓ આવી શાલિવાહન પાસે એક રાજકુમાર માંગ્યું. તેઓને માંગણી પ્રમાણે શાલિવાહને પોતાના નાના પુત્ર હાસે ( હંસ ) ને મોક. પણ દુઃખને વિષય એટલે કે હંસ બદ્રીનાથમાં પહોંચ્યું કે તરત મરણ પામ્યા હંસની પત્ની તે સમયે ગર્ભવતી હતી. રસ્તામાં તેની પ્રસવવેદના વધી, તેણે એક ખાખરાના ઝાડ નીચે આશ્રય લીધે ત્યાં એક પુત્રને પ્રસવ આપે. પહાશ વૃક્ષ નીચે પ્રસવ થયાથી તેનું નામ પાલશીય પડયું. પાલશીય તે પ્રદેશને અધિપતિ થશે. શીરહી અધિપતિ દેવરાજ માનસિંહ પાસેથી વિવાહ પ્રસ્તાવ આવવાથી ભટીરાજ વિવાહ માટે શીરેહી તરફ ચાલ્યું. જાવાના સમયે તેણે પોતાના જે પુત્ર જીજીલના હાથમાં રાજ્ય શાસનમાર યે, તેના સ્થાન પછી થોડા સમયે રાજકુમારના ધાભાઈએ રાજ્યમાં ઘોષણ ચલાવી જે “ રાવળ એક વાઘની સાથે યુદ્ધ કરતાં મરણ પામે. જેથી વિછતને રાજ્યાભિષેક થવો જોઈએ.” વીર રાજ્યગાદીએ અભિષિક્ત થયે. શાલિવાહન પોતાના રાજ્યમાં આવે. પુત્રના એવા કાર્યથી તેની સાથે તેને વાદાનુવાદ થયે, પણ સઘળું વ્યર્થ ગયું, પિત. દ્રોહી પુત્રના દુરાચરણથી શાલિવાહન બીલકુલ શેકાતુર થયે. તે ખાડાળ રાજ્યમાં ગયે, ત્યાંની રાજધાની દેવરાવળે. બલુચી સાથે યુદ્ધમાં તે મરાણે દુવૃત્તવિછર રાજ સુખ ઘણે કાળ ભોગવી શકયે નહિ, એકવાર તેણે કે ધાવેશમાં ધાઈભાઈ ઉપર પ્રહાર કર્યો, જેમાં ધાઈભાઇએ પણ સામા પ્રહાર કર્યો. જેથી લજજીત થઈ વિનળ છરી ખાઈ મરણ પામે. થશલમીરનું રાજ્યાન રાજ શુન્ય થઇ પડયું, વિજીરને એક પણ પુત્ર નહોતે, દ્વિતીય શાલિવાહનને ભ્રાતા કૈલન ઈ. સ. ૧૨૦૦ માં યશલમીરની ગાદીએ અભિષિક્ત થયે. તેના ચાચીકદેવ, પદ્મન, જયચાંદ, પિતમસિંહ, પિતમચાંદ અને ઉશરાવ નામના બે પુત્રો હતા, કેલનના બીજા અને ત્રીજા પુત્રનાં અનેક સંતાન થયાં. તેઓ સઘળા જયશીર અને શહામ રજપુતના નામે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914