Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 910
________________ મરૂભૂમિ. મરૂભૂમિનું સીમાવર્ણન, ઝાલેર, દોવતી, ગોગાદેવનું થલ, ક્ષીરધર, ચોહાણ રાજ્ય, ધાત અને અમાસુમરા, આહર, અમરકોટ. ભારતવર્ષની મરૂભૂમિ કેટલાક નાનાં નાનાં રાજ્ય અને નગરની સમષ્ટિ છે. તેની ઉત્તરે ગારા નદીની અનત વાલુકામયી સૅકત ભૂમિ છે. પૂર્વે આરાવલીને અભેદ્ય પાષાણનો પ્રહાર (ગઢ) છે. દક્ષિણે રણ નામનું ખારી ભૂમિ છે અને પશ્ચિમે સીંધુ નદીને તીરવર્તી સુવિશાળ પ્રદેશ છે. એ વિસ્તૃત મારવ ક્ષેત્ર પૂર્વ કાળે પરમાર રાજાઓના અધિકારમાં હતુ પણ દુઃખને વિષય એટલે છે કે ભટ્ટ લેકે તેઓનું કાંઈ પણ ધારાવાહિક વિવરણ આપતા નથી; અત્યંત પૂર્વકાળે એ મરૂભૂમિ કયાં સુધી વિસ્તૃત હતી તેનું સંપૂર્ણ વિવરણ કોઈ સ્થળેથી નીકળતું નથી. મહા મા ટેડ સાહેબે તેના સંબંધે સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે; આ સ્થળે આપણે તેની પદવીનું અનુસરણ કરી મરૂભૂમીનું સંક્ષિપ્ત વિવરણ આપવા પ્રવૃત્ત થયા છીએ. પ્રાચીન ભૂગોળવેત્તાઓએ મુદર નગરને મરૂભૂમિની રાજધાની રહી છે. જે વિકારણીમાં પ્રાચીન મરૂ રાજ્યના “ નવકેટ ” અર્થાત પ્રધાન નવકેટનું વર્ણન છે. તેમાં યશલમીર વગેરે હાલના રાજ્ય સમુહનું કાંઈ પણ વર્ણન નથી. હવે આપણે મરભૂમિના અંદરના ભિન્ન ભિન્ન રાજ્યના વિવરણ કરવા પ્રવૃત્ત થઈએ. ઝાલર-મારવાડ રાજ્ય જે કેટલાક પ્રધાન પ્રદેશમાં વિભક્ત છે તે પ્રધાન પ્રદેશ પિકી ઝાલેર પ્રદેશ એક છે. જે સમયે પરમાર કુળ મરૂ સ્થલીના સાર્વભેમ આધિપત્ય ઉપર હતું તે સમયે ઝાલોરનું ગૌરવ, ભારતવર્ષમાં ચારે તરફે વિસ્તૃત હતું. તે મરૂભૂમિના નવકેટ માહેલું છે. ફેરીસ્તામાં વર્ણન છે જે ઈ. સ. ૧૩૦૧ માં યવન વીર અલ્લાઉદીને ઝાલેર ઉપર હુમલો કર્યો. તે સમયે ત્યાંનાં ચેહાણ રજપુતેએ ઝાલેરને મોટા પર કમથી બચાવ કર્યો. કયા સમયે ઝાલેર પરમારના કબજામાંથી ચહાણના કબજામાં આવ્યું તે જાણવાનું કાંઈ પણ સાધન મળતું નથી. ચેતકુળની જે શાખા ઝાલેરમાં તે સમયે હતી તેનું નામ માલ્લાની. ચેહણિ લેકેએ ઝાલેરને કબજે કરી તેનું નામ નાગી અર્થાત્ સુવર્ણ ગિરિ રાખ્યું, એ સેનગીર નામથી ચેહાણની એક શાખાનું નામ લેતાગીરી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 908 909 910 911 912 913 914